પછી મારાથી પુછાઈ ગયું આંગળીઓને હવે તમે આટલી બધી ધ્રુજો શાને? કરચલીદાર આંગળીના ટેરવે ફૂટી રતાશ હસીને જાણે એકઠી કરી રહી કુમાશ,કહે: કેટકેટલી લાગણીઓની ટ્રેનો દોડી મહીં ભાવવાહી પળોના કાફલા રોકાયા અહીં હવે તો એની સ્મૃતિઓ ક્ષણિક ડોકાય છે પછી તો આંગળીઓએ પૂછી લીધું જ મને ડર વૃધ્ધત્વનો હવે સતાવી રહ્યો છે તને? લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર, ૧-૬-૨૦
Month: August 2020
પુસ્તક પરિચય – સ્વર્ગની લગોલગ
મૈત્રેયીદેવીના પિતા સુરેન્દ્રનાથ દાશગુપ્ત એક વિદ્વાન લેખક હતા. ૧૯૦૮થી જ્યારે તે તરૂણ હતા ત્યારે માર્ગદર્શન માટે તેને રવીન્દ્રનાથ ટાગોર સાથે પત્રવ્યવહાર ચાલતો હતો. ૧૯૨૩માં, જ્યારે મૈત્રેયીદેવી નવ વર્ષના હતા, ત્યારે તેમને પહેલીવાર રવીન્દ્રનાથને જોયાનુ યાદ છે. ત્યાર પછી પિતાની પ્રેરણાથી રવીન્દ્રનાથને પત્રો લખવાનુ શરૂ કર્યું હતું. ૧૯૨૭માં તેને રવીન્દ્રનાથ તરફથી પહેલો પત્ર મળ્યો હતો. પત્રોની … Continue reading પુસ્તક પરિચય – સ્વર્ગની લગોલગ
હિંદી અને અંગ્રેજ
પહેલી વખત મુંબઈ આવ્યો હતો. સાંજે ધોબી તળાવ પાસેના એડવર્ડ થિયેટરમાં ‘ એક જ ભૂલ’ નાટક જોવાના ઈરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો. પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ એડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી કંટાળીને પાછા ધોબી તળાવના ચોગાનમાં આવીને એક ટેકસી બોલાવી કહ્યું : “ એડવર્ડ થિયેટર લઈ લે.” ટેકસીવાળો સામે જોઈ … Continue reading હિંદી અને અંગ્રેજ
ખુશાલી
વને વને પ્રગટે કુસુમે કોની આમ ખુશાલી? ધરતી હરખી ફુલફુલ માંહી નભ નવતેજ નિહાળી, પવન ભરી પરિમલથી દેતી ઘર ઘર તેજવધાઈ ! વને વને. રાત તણી આ વાત બધી આ દિનને જે કહેવાની, રંગ રંગથી તિમિર મહીં એ ફુલમાં આમ લખાઈ ! વને વને. કવિ : પ્રહલાદ પારેખ ( સરવાણી )ના સૌજન્યથી. સંપાદક : … Continue reading ખુશાલી
પ્રવાસનો એક કડવો અનુભવ
પહેલી ઓગસ્ટે અમારા બાપુની ૧૦૮ જન્મ જયંતિ નીમિતે વિદ્યાર્થી કાળનો અનુભવ... મારી પાસે બિસ્તરો, ભાતું, પાણીનો કુંજો અને ચોપડીઓની વજનવાળી ભારે ટ્રંક હતી. જ્યારે કોટડી ગામ આગળ ગાડી બદલી તે વખતે કોઈ ટિકિટ-ચેકરની નજર તે પર પડી અને તેણે પાસે આવીને મારી ટિકિટ લઈ લીધી. જંકશન સ્ટેશને મેં ટિકિટ માગી ત્યારે કહે, ‘જાઓ, ગાડી બદલો, હું … Continue reading પ્રવાસનો એક કડવો અનુભવ
જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)
જ્યારે જોન લુઇસ અઢાર વર્ષનો થયો ત્યારે માર્ટીન લુથર કીંગનો કાળા લોકોના હક માટે સત્યાગ્રહ ચાલતો હતો. સત્યાગ્રહ કરવાનો વિચાર કીંગે ગાંધીજી પાાસેથી અપનાવ્યો હતો. લુઇસને તેમાં રસ પડ્યો એટલે કીંગ સાથે જોડાયો. ત્રેવીસ વર્ષનો થયો ત્યારે લાઈબ્રેરીના કાર્ડનો હક મેળવવા કીંગની ચળવળ ચાલતી હતી. આ કુચમાં ઘણા કાળાલોકો સાથે લુઇસ પણ જોડાયો. તે શાંતિકુચ … Continue reading જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)