
જ્યારે જોન લુઇસ અઢાર વર્ષનો થયો ત્યારે માર્ટીન લુથર કીંગનો કાળા લોકોના હક માટે સત્યાગ્રહ ચાલતો હતો. સત્યાગ્રહ કરવાનો વિચાર કીંગે ગાંધીજી પાાસેથી અપનાવ્યો હતો. લુઇસને તેમાં રસ પડ્યો એટલે કીંગ સાથે જોડાયો.
ત્રેવીસ વર્ષનો થયો ત્યારે લાઈબ્રેરીના કાર્ડનો હક મેળવવા કીંગની ચળવળ ચાલતી હતી. આ કુચમાં ઘણા કાળાલોકો સાથે લુઇસ પણ જોડાયો. તે શાંતિકુચ આલાબામાના મોંટગોમેરી જિલ્લાના સેલમા ગામમાં શરૂ થઈ. સેલમા બ્રીજની નીચેથી પસાર થતા હતાં ત્યારે સામેથી પોલીસ પલ્ટન આવી. અને સૌને ડંડા વતી મારવા લાગ્યા. લુઇસની ખોપરી ઉપર ડંડો ફટકારવામાં આવ્યો. તે જમીન ઉપર પછડાયો. તો પણ તેણે ઉઠીને થોડા ડગલા ભરવાના પ્રયત્નો કર્યાં. ચારે બાજુ બીજાની સાથે તેના પણ લોહી છંટાયા. તેને ઘોડાગાડીમાં નાખી દવાખાને લઈ જવામાં આવ્યો. મહિના પછી કાર્યવાહી ચાલી. તેમાં તેની જીત થઈ અને તેણે સૌથી પહેલા લાઈબ્રેરી કાર્ડનો હક મેળવ્યો.
તેણે નાનપણમાં ઘણાં નાના મોટા કામ કર્યા હતા. ગરીબ હતો. ભણવાના પૈસાના સાંસા હતા. તેની ભણવાની ઉત્તકંઠા જોઈ એક સજ્જને તેને મદદ કરી.
મોટા થતા તે કોંગ્રેસમેન બન્યો. કાળા લોકોના ન્યાય માટે લડ્યો. તેણે સ્ત્રીઓનો મતદાનનો હક પણ મેળવ્યો હતો. તે કહેતો સત્યનો હંમેશાં સામનો કરવો. પીછે હઠ ન કરવી. ત્યાર પછી તે દર વરસે સેલમા બ્રીજની મુલાકાત લેતો. તે સમયનો કાળા લોકોના ચળવળનો આખો ઈતિહાસ ‘વોશીંગટન મ્યુઝિયમમાં’ જોઈ શકાય છે.
સેલમા બ્રિજ ‘એડમંડ પીટસ બ્રિજ’ના નામથી હવે ઓળખાય છે. અત્યારે અમેરિકામાં ‘Black Lives Matter’ની ચળવળ ચાલે છે.
તેણે 1965માં સીવીલ રાઈટસ મુવમેંટની શરૂઆત કરી. અને ઈમીગ્રેશનનો કાયદો પસાર કરાવ્યો. તેને લીધે એશિયન લોકોને અમેરિકા આવવાનો હક મળ્યો. ઈંડિયનો પણ આવ્યા. આપણે તેના થકી અહીં છીએ. એટલે ‘Black Lives Matter’માં આપણે પણ ભાગ લેવો જોઈએ. તેણે માર્ટીન લુથર કીંગ સાથે મળીને અમેરિકાને સારુ બનાવ્યું.
થોડા દિવસો પહેલા તેનુ નીધન થયું. તેનુ ફ્યુનરલ તેજ સેલમા બ્રીજ ઉપર દબદબાથી તેવા જ કેરેજમાં લઈજવામાં આવ્યું. જ્યાં લોહીના છાંટણાં પડ્યા હતાં ત્યાં લાલ ગુલાબ પાથરવામાં આવ્યા…
સંપાદક: કોકિલા રાવળ.