પુસ્તક પરિચય – સ્વર્ગની લગોલગ


મૈત્રેયીદેવીના પિતા સુરેન્દ્રનાથ દાશગુપ્ત એક વિદ્વાન લેખક હતા. ૧૯૦૮થી જ્યારે તે તરૂણ હતા ત્યારે માર્ગદર્શન માટે તેને રવીન્દ્રનાથ ટાગોર સાથે પત્રવ્યવહાર ચાલતો હતો.

૧૯૨૩માં, જ્યારે મૈત્રેયીદેવી નવ વર્ષના હતા, ત્યારે તેમને પહેલીવાર રવીન્દ્રનાથને જોયાનુ યાદ છે. ત્યાર પછી પિતાની પ્રેરણાથી રવીન્દ્રનાથને પત્રો લખવાનુ શરૂ કર્યું હતું.

૧૯૨૭માં તેને રવીન્દ્રનાથ તરફથી પહેલો પત્ર મળ્યો હતો. પત્રોની આપલે ચાલતી હતી. જ્યારે રવીન્દ્રનાથના કાર્યક્રમ થાય ત્યારે તે કોઈની સંગાથે પહોંચી જતી. ધીરે ધીરે તેમના આત્મિય થતા ગયા. તેને માટે મૈત્રેયીને ઘણી સાધના કરવી પડી. આ સાધના તેમના ગુજરી ગયા પછી પણ ચાલુ રહી; મૈત્રયીએ શિશુઓ માટે શાંતિનિકેતનમાં ‘ખેલા ઘર’ નામની સંસ્થાની સ્થાપના કરી અને બીજુ તેમના વચેના પત્રવ્યવહારની ગુંથણી કરી આ ‘સ્વર્ગની લગોલગ’ પુસ્તક તૈયાર કર્યું.

રવીન્દ્રનાથ આનંદના યાત્રી હતા તેમણે સુખદુ:ખ પણ સહન કર્યા છે. તેમણે કવિતાઓ લખવા ઉપરાંત શાંતિનિકેતનમાં વિષ્વભારતીની શિક્ષણ સંસ્થા સ્થાપી હતી.

તેઓ હાસ્ય થકી મૈત્રેયીને બનાવવાના પ્રયત્નો કરતા અને ભૂતની વાર્તાઓ કરીને તેને બીવરાવતા. ધીરે ધીરે તેઓને બાપ-દીકરી જેવો સંબંધ થઈ ગયો હતો.

તેઓ બંને વચે કવિતાઓથી જ વાર્તાલાપ થતો. મૈત્રેયીદેવીના લગ્ન પછી આસામના પહાડોમાં રહેવા ગયા હતાં. જ્યારે રવીન્દ્રનાથ કલકત્તા બાજુ આવતા ત્યારે મૈત્રેયી તેને મળવા જતી. કલકત્તાની બાજુના ગામમાં જ તેનુ પિયર હતું. ઘણીવાર તેના વર તેને સાથ આપતા.

રવીન્દ્રનાથની માંદગીમાં મૈત્રેયીદેવીએ તેની ઘણી સેવા કરી હતી. પુસ્તકમાં બંગાળી અને ગુજરાતીમાં તેની કવીતાનો સાર પણ છે. એટલે એક વિદ્યાર્થીને પત્રો જેવું કહી શકાય. રોજની વાતોની પણ કવિતારૂપે ચર્ચા કરી છે.

બંગાળીમાંથી ગુજરાતી માં નગીનદાસ પારેખે બહુ સરસ અનુવાદ કર્યો છે.

મૈયત્રીદેવીની બીજી નવલકથા ‘ન હન્ય તે’ પણ વાંચવા લાયક પુસ્તક છે. ચાલો, તો કોઈવાર તેનો પણ પુસ્તક પરિચય કરાવીશ.


લેખક: મૈત્રયી દેવી

અનુવાદક: નગીનદાસ પારેખ

સંપાદક: કોકિલા રાવળ.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s