હિંદી અને અંગ્રેજ


પહેલી વખત મુંબઈ આવ્યો હતો. સાંજે ધોબી તળાવ પાસેના એડવર્ડ થિયેટરમાં ‘ એક જ ભૂલ’ નાટક જોવાના ઈરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો. પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ એડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી કંટાળીને પાછા ધોબી તળાવના ચોગાનમાં આવીને એક ટેકસી બોલાવી કહ્યું : “ એડવર્ડ થિયેટર લઈ લે.” ટેકસીવાળો સામે જોઈ રહ્યો. મને સમજણ ના પડી. ક્રાફર્ડ મારકેટનું એક મોટું ચક્કર લગાવીને એણે મને એડવર્ડ થિયેટર ઉતારી દીધો. પૈસા મેં ચૂકવી આપ્યા. હસ્તો હસ્તો એ ચાલ્યો ગયો. પાછળથી ખબર પડી કે ધોબી તળાવના ચોગાનથી એડવર્ડ થિયેટર એક મિનિટ ચાલો તો આવે એટલું પાસે છે. મને ખબર પડી કે પેલો મોટરવાળો મારી મૂર્ખાઈ પર જ હસ્તો હસ્તો ગયો હશે.

પહેલી વખત લંડનમાં આવ્યો હતો. ઓક્સફર્ડ સર્કલના એક ખૂણા પર ઊભા રહીને રાત્રે પાટ્યું વાંચ્યું કે કેમ્બ્રિજ સર્કલના એક સિનેમા હાઉસમા ‘History is made at night’નું સુંદર ચિત્ર ચાલે છે. અજાણ્યો હતો એટલે લીધી ટેક્સી. ટેક્સીવાળાએ એક જ મિનિટમાં પાસે ઉતારી દીધો. હસી પડ્યો અને કહે, સાહેબ , એ તો તમને ખબર નહીં ને ! પૈસા આપવા માંડ્યા ત્યારે કહે કે: ‘ ના ના, આતો એક અંગ્રેજની હિંદીને ભેટ છે.’

લુચ્ચાઈએ અજ્ઞાનને હાસ્યાસ્પદ બનાવ્યું. સમભાવે એમાંથી મમતા જન્માવી.


લેખક: કિશનસિંહ ચાવડા ( અમાસના તારા )ના સૌજન્યથી.

સંપાદક: કોકિલા રાવળ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s