કાળુડો રંગ

હાં રે મને વા’લો છે આભમાં ઊભેલી કો વાદળીનો કાળુડો રંગ. હાં રે બીજો વા’લો છે હીરલે મઢેલી મધરાતડીનો કાળુડો રંગ. હાં રે મને વા’લો છે ભાભી તણા ઘાટા અંબોલડાનો કાળુડો રંગ, હાં રે બીજો વા’લો છે માવડીના નેણાંની કીકીઓનો કાળુડો રંગ. હાં રે મને વા’લો ગોવાલણીની જાડેરી કામળીનો કાળુડો રંગ, હાં રે બીજો વા’લો … Continue reading કાળુડો રંગ

કાવ્યને પામવાની કૂંચી

ઘણાં વરસ પહેલાં એક વિદ્યાર્થીએ કોઈ કાવ્યની એક પંક્તિ દેખાડીને મને પૂછેલું: ‘આનો અર્થ શો થાય?’ મેં પંક્તિ વાંચી. પંક્તિ આ પ્રમાણે હતી: ‘ચકલીની ચાંચમાંથી સૂરજ નીકળ્યો.’ મેં વળતો સવાલ કર્યો: ‘આમાં ન સમજાય તેવું શું છે?’ ‘ચકલીની ચાંચમાંથી તે કંઈ સૂરજ નીકળતો હશે?’એણે તરત જવાબી પ્રશ્ર્ન કર્યો. તો ચકલીની ચાંચમાંથી શું નીકળે?’ મેં સામો … Continue reading કાવ્યને પામવાની કૂંચી