એક વિરાટ નકશીદાર મંદિર


એક વિરાટ
નકશીદાર મંદિર,
મંદિર પર
સોનાનો કળશ,
બાજુમાંથી પસાર થતી
એક ગામડિયણ
એના માથા પર
માટીનો ઘડો

આ બંનેની વચ્ચે
હું ઊભો છું
કાચો કુભ લઈને.

મને ખબર નથી
કે તૃપ્તિ થાય
એવું જળ
સુવર્ણકળશ આપશે
કે માટીનો ઘડો ! !


૯-૭-૧૯૮૮ ( સંપાદન : સ્વ. સુરેશ દલાલ )

‘કવિ અને કવિતા કેટલાંક કાવ્યો’ ના સૌજન્યથી

સંપાદક : કોકિલા રાવળ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s