ફાધર વાલેસ પંદર વર્ષની ઉંમરે ઘર છોડી ઇસુસંઘની સંસ્થામાં જોડાયા. ૧૯૪૯માં સ્પેઇનથી ભારત ગયા. મદ્રાસમાં ગણિત સાથે એમ.એ.ની ડીગ્રી મેળવી. વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો પરિચય થયો. પુનામાં વિશ્વધર્મોનો અભ્યાસ ક્રયો. ૧૯૬૦માં અમદાવાદ આવીને સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. ગણિતના પુસ્તકો લખ્યાં, નૂતન ગણિતની ઝુંબેશમાં ફાળો આપ્યો, ગણિતમાં આંતરાષ્ટ્રીય સંમેલનમાં (રશિયા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ) ભાગ … Continue reading ફાધર વાલેસનો પરિચય
Month: November 2020
કહેવતો
સૂરજ સામે ધૂળ નાખીએ તો આંખમાં પડે. જે સમર્થ છે, તેની નિંદા-કૂથલી કરીએ તો પોતાને જ નુકસાન થાય છે. સો જજો પણ સોનો પાલનહાર ન જજો. ગરીબ અને દુ:ખી માણસોની સેવા કરનાર લાંબું જીવજો. સોનાની કટારી ભેટે બંધાય; કેડે ન ખોસાય. અતિશય પ્રિય વ્યક્તિ સાથે ઘટિત વ્યવહાર કરવો; તેની સાથે હાની ભરેલો વ્યવહાર ન કરવો. … Continue reading કહેવતો
ઉપવને આગમન
તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓનાં પડદે રહીને, ખરૂં જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો … Continue reading ઉપવને આગમન
ગુણીબેનની યાદમાં
૨૦મિ માર્ચએ ગુણીબેન આશર, લગભગ ૯૩ વર્શે, ગુજરી ગયા. અમારી મિત્રતાની શરૂઆત દશેક વર્ષ પૂર્વે થઈ હશે, તેવો અંદાજ કાઢું છું. અમે જ્યારે ન્યુજર્સીના ‘ગુજરાતી લીટરરી અકાડેમી ઓફ નોર્થ અમેરિકા’ના પ્રોગ્રામમાં જતા, ત્યારે તેને અમે અમારી કારમાં સાથે લઈ જતાં. આછા રંગોની સાડી મેચીંગ બ્લાઉઝ સાથે આકર્ષક રીતે પહેરતા. તેમનો પ્રભાવ પડતો. ગામમાં બે પાંચ … Continue reading ગુણીબેનની યાદમાં
કાચા કુંવારા એક છોકરાને
કાચા કુંવારા એક છોકરાને એકાએક વરસ થયાં છે હવે વીસ એના હોઠો પર ઊગી છે કીસ કાલ સુધી રુંવાટી ઊગતી જે જગાએ આજ હવે ફૂટી છે મૂછો છોકરીને જોઈને રણકેલી ધંટડીનો ઘંટારવ છેકરાને પૂછો સપનામાં પૂછે છે બનશે મિસિસ? તમને કહું છું ઓ મીસ? છોકરાના મોડેથી ઊઠવાના કારણમાં છાતીમાં ઝીણો વરસાદ છોકરીના રોજરોજ કરવા દર્શન … Continue reading કાચા કુંવારા એક છોકરાને