
કાચા કુંવારા એક છોકરાને એકાએક વરસ થયાં છે હવે વીસ
એના હોઠો પર ઊગી છે કીસ
કાલ સુધી રુંવાટી ઊગતી જે જગાએ
આજ હવે ફૂટી છે મૂછો
છોકરીને જોઈને રણકેલી ધંટડીનો
ઘંટારવ છેકરાને પૂછો
સપનામાં પૂછે છે બનશે મિસિસ? તમને કહું છું ઓ મીસ?
છોકરાના મોડેથી ઊઠવાના કારણમાં
છાતીમાં ઝીણો વરસાદ
છોકરીના રોજરોજ કરવા દર્શન
એ જ છોકરાને મન પરસાદ
મૂંઝાતો છોકરોય હિંમતથી પૂછે છે, સંગાથે જિંદગી રમીશ?
જાતે રમવાની મેચ હવે છોકરાને
કરવી છે કોઈ રીતે ફિક્સ
એક વાર બાજી જો સેટ થઈ જાય
તો એક્કે એક બોલ ઉપર સિક્સ
મોટેરાં નાછૂટકે શીખવે એ પ્લાનિંગ પર છોકરાને આવેછે રીસ
કવિ: અંકિત ત્રિવેદી ( ગીતપૂર્વક ) ના સૌજન્યથી
સંપાદક: કોકિલા રાવળ.