ગુણીબેનની યાદમાં


૨૦મિ માર્ચએ ગુણીબેન આશર, લગભગ ૯૩ વર્શે, ગુજરી ગયા. અમારી મિત્રતાની શરૂઆત દશેક વર્ષ પૂર્વે થઈ હશે, તેવો અંદાજ કાઢું છું. અમે જ્યારે ન્યુજર્સીના ‘ગુજરાતી લીટરરી અકાડેમી ઓફ નોર્થ અમેરિકા’ના પ્રોગ્રામમાં જતા, ત્યારે તેને અમે અમારી કારમાં સાથે લઈ જતાં. આછા રંગોની સાડી મેચીંગ બ્લાઉઝ સાથે આકર્ષક રીતે પહેરતા. તેમનો પ્રભાવ પડતો.

ગામમાં બે પાંચ માઈલમાં જવાનુ હોય ત્યારે જાતે ગાડી ચલાવતા. ત્યારે તેઓ લગભગ એંસીની ઉંમરના હશે. ધીરે ધીરે તેણે ગાડી ચલાવવાનુ છોડી દીધું. તેઓ સંસ્કૃતના ખાં હતાં. અમેરિકા આવીને તેણે લાઈબ્રેરિયનનો કોર્સ કરેલો. મધુસુદન કાપડિયાની તો તેણે આખી લાઈબ્રેરી ગોઠવી આપેલી. તેઓેએ એકલા ન્યુજર્સીમાં રહી AT&Tમાં ૩૦ વર્ષ લાઈબ્રેરિયન તરીકે નોકરી પણ કરેલી.

Photo – Kokila Raval

ત્યાર પછી જ્યારે મારી જિંદગીમાં હું એકલી થઈ, ત્યારે અમે વધારે નજીક આવ્યા. તેમને જ્યાં જવું હોય તેને માટે મારી રાઈડ માટે પૂછતા. ખાસ કરીને જ્યારે શોપીંગ કરવા જવાનુ હોય. તેમને બધાંને ગીફ્ટ દેવાનો બહુ શોખ હતો. નવા જન્મેલા બાળકથી માંડીને બધાં સગા મિત્રોની તેની પાસે યાદી હતી. સાથે કાર્ડ લખવાનો પણ બહુ શોખ હતો. ખરીદી સેલ જોઈને કરતા. ખરીદીના અંતે મને બહાર ડીનર માટે લઈ જતા. કોઈ વાર મૂવી જોવા પણ અમે સાથે જતાં. તેમને મૂવી જોવાનો ભારે શોખ હતો. વરસાદવાળી રૂતુ હોય તો તેમને ઘેર ટી.વી.માં અમે મૂવી જોતા અને બહારથી પીઝાનો ઓર્ડર કરતાં.

અમેરિકામાં ડોનેશન માટે ઘણી સંસ્થાઓ ટપાલમાં માંગણી કરે. એકને ડોનેશન આપો તો તમારૂ નામ દાતાઓના લીસ્ટમાં આવી જાય. રોજ બધાંને પચીસ ડોલરના ચેક લખ્યા કરે. પૈસાનો હિસાબ-કિતાબ જાતે કરતાં.

ગુણીબેન રોજ સાંજે પોતાના ભાઈ બહેન સાથે ફોન થી વાતો કરતા. કચ્છી બોલીમાં તેની વાતો ચાલતી. છેલ્લે નર્સીંગ હોમમાં હતા ત્યાં સુધી આ પ્રથા ચાલુ રહી.

છેલ્લા ૨૦ વર્ષથી તેઓ દીકરી-જમાઈ સાથે રહેતા. તેમના પગના ગોઠણની સર્જરી કરાવ્યા પછી લાકડીની જરૂર પડી. આમ ધીરે ધીરે તેમની તબિયત લથડતી ચાલી. પછી તો ઘેર નર્સ તેમને મદદ કરવા આવતી. નર્સને મેનેજ સારી રીતે કરતા. મેળે ફોન કરી સમય નક્કી કરે. પોતાને ગમતી નર્સનો આગ્રહ રાખે. તેમની પાસે થોડું ઘરકામ પણ કરાવી લેતા.

જ્યારે તેમના દીકરી-જમાઈને પોતાના દીકરા-દીકરીને ઘેર જવાનુ થતુ, ત્યારે મને રાત્રે સૂવા બોલાવતાં. આમ મારે તેમની સાથે ઘણી આત્મિયતા બંધાણી.

છેલ્લે જ્યારે તેઓ બાથરૂમમાં પડી ગયા ત્યારે તેમને સ્પાઈનલ સીનોસીસનુ નીદાન થયું. તેમને હોસ્પીટલ લઈ જવા પડ્યા. ત્યાર પછી તેમને બે ત્રણ નર્સીંગ હોમ બદલવી પડી. તેમને ત્યાં ફીઝીકલ થેરાપી થતી. તેમને અમેરિકન ખાવાનુ બહુ ભાવતુ નહીં. તેમના દીકરી-જમાઈએ તેમની બહુ સેવા કરી છે. દીકરી સવારના વ્હેલી ઊઠી તેની માટે રસોઈ કરી નર્સીંગ હોમમાં પહોંચાડી પછી કામે જતાં. સાંજે જમાઈ મળવા જતાં. હું પણ ઘણીવાર સાંજે જમવાનુ પહોંચાડતી.

હું બે મહિના માટે ભારત ગઈ. પાછી આવી ત્યારે હું કોવીદના કોરંટીનમાં હતી એટલે છેલ્લે મળવા જઈ શકી નહીં.


પરિચયકાર: કોકિલા રાવળ.

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s