કહેવતો


 • સૂરજ સામે ધૂળ નાખીએ તો આંખમાં પડે.
  જે સમર્થ છે, તેની નિંદા-કૂથલી કરીએ તો પોતાને જ નુકસાન થાય છે.
 • સો જજો પણ સોનો પાલનહાર ન જજો.
  ગરીબ અને દુ:ખી માણસોની સેવા કરનાર લાંબું જીવજો.
 • સોનાની કટારી ભેટે બંધાય; કેડે ન ખોસાય.
  અતિશય પ્રિય વ્યક્તિ સાથે ઘટિત વ્યવહાર કરવો; તેની સાથે હાની ભરેલો વ્યવહાર ન કરવો.
 • સોનાની થાળી ને લોઢાની મેખ.
  અનેક સદ્ગુણો એક અવગુણથી ઝાંખા પડે.
 • સૌ સારું જેનું છેવટ સારું.
  જીવનપર્યંત સૌની સાથે સારો સંબંધ રાખ્યો હોય તેનું અંતમાં સારું જ થાય છે.
 • સૌ સૌને તુંબડે તરે છે.
  દરેક પોતાની શક્તિ અનુસાર સફળતા મેળવે છે.
 • હલકી ગાલ્લી વધારે દોડે.
  જેને માન ને મોભાનું અભિમાન છે તે વધુ સ્ફૂર્તિથી- સફળતાથી કામ કરે છે.
 • હસવું ને લોટ ફાકવો બેઉ સાથે બને નહિ.
  એકસાથે બે કામ ન કરી શકાય.
 • હસ્યાં તેનાં ઘર વસ્યાં અને રોયાં તેનાં ખોયાં.
  સંજોગોનો પડકાર ઝીલવાને બદલે જે રોદણાં રડે છે તે કંઈ પામી શકતું નથી.
 • હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા.
  બીજા પાસે પસ્તાવા કરતાં જાતે કરી લેવું સારું.

સંપાદક: કોકિલા રાવળ (મોટો કોશ)ના સૌજન્ય થકી.

મૂળ સંપાદક : રતિલાલ સાં નાયક.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s