ફાધર વાલેસ પંદર વર્ષની ઉંમરે ઘર છોડી ઇસુસંઘની સંસ્થામાં જોડાયા. ૧૯૪૯માં સ્પેઇનથી ભારત ગયા. મદ્રાસમાં ગણિત સાથે એમ.એ.ની ડીગ્રી મેળવી. વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો પરિચય થયો. પુનામાં વિશ્વધર્મોનો અભ્યાસ ક્રયો. ૧૯૬૦માં અમદાવાદ આવીને સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. ગણિતના પુસ્તકો લખ્યાં, નૂતન ગણિતની ઝુંબેશમાં ફાળો આપ્યો, ગણિતમાં આંતરાષ્ટ્રીય સંમેલનમાં (રશિયા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ) ભાગ લીધો.

તેમનું પહેલું પુસ્તક ‘સદાચાર’. ત્યાર પછી ‘કુમાર’, ‘જનકલ્યાણ’, ‘સુવિચાર’ અને ‘ગુજરાત સમાચાર’માં લેખમાળાઓ ચાલી. તેમનાં પચીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. કેટલાકને ઈનામો મળ્યાં છે. ૧૯૬૬માં ‘કુમાર ચંદ્રક’ અને ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિસદ’નો ‘શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક’ પણ મળ્યાં. પછી તો ભારતીય નાગરિત્વ પણ મળ્યું.
આત્મત્યાગ અને લોકસંપર્કની ભાવનાથી ૧૯૭૩થી કોલેજનું તેમનું રહેઠાણ છોડીને અમદાવાદની પોળોમાં વિહારયાત્રા શરૂ કરી. મધ્યમ વર્ગનાં કુટુંબો પાસે આતિથ્યની ભિક્ષા માગીને, એમની સાથે અને એમની જેમ રહીને, અને થોડા થોડા દિવસે ઘર બદલીને રખડતા મહેમાન તરીકે રહ્યા.
તેમના ‘પર્વોત્સવ’ પુસ્તકમાં દિવાળી નીમિતે લખ્યું છે.
- “આંખને રોશનીનો આનંદ મળ્યો”
- “જીભને મિષ્ટાનનો આનંદ મળ્યો”
- “કાનને ફટાકડાનો આનંદ મળ્યો”
- “દેહને નવા કપડાંનો આનંદ મળ્યો”
- “દેવ દર્શનનો આનંદ મળ્યો”
- “હાથનેભેટસોગાદનો આનંદ મળ્યો”
- “દિલને પ્રિયજનોના મિલનનો આનંદ મળ્યો”
- “આત્માને દિવાળીનો અનોખો, અનેરો ને સર્વ આનંદના પાયા સમો આનંદ મળ્યો”
- “મુક્તિનો આનંદ મળ્યો”
- “શ્રદધાનો આનંદ મળ્યો”
દિવાળીની એ મંગળ ભેટ લઈને હવે નવુ વર્ષ જીવન-ઉત્સાહથી શરૂ કરીએ.
વાચકમિત્રોને નુતનવર્ષાભિનંદન!
ફાધર વાલેસ — એપ્રીલ, ૧૯૨૫ થી નવેમ્બર ૨૦૦૦ — carlosvalles.com
સંપાદક : કોકિલા રાવળ (‘પર્વોત્સવ‘ ના આધારે)