પાછળ લાગ્યા હતા મારા ભાઈબંધો કેટલાય વખતથી. જવું જવું કર્યા કરતા પણ જઈ શકાતું નહોતું અને આખરે વીકએન્ડમાં અમે આવી પહોંચ્યા દીવના દરિયા-કિનારે. રેતાળ, સૂંવાળો કિનારો તમારા ક્ષુબ્ધ મનને શાંતિ આપી રહે. રમતિયાળ પવન વાળની ઝૂલ્ફોમાંથી નીકળી જાય ત્યારે અંદર ધરબાયેલી ચિંતા, પીડાઓ દૂર દૂર નીકળી પડે. ઠંડુ, આહલાદ્ક પાણી નિરાશાને સ્પર્શે ત્યારે તે પણ ઓગળી જાય. … Continue reading પપ્પાનો ચહેરો — લઘુકથા
Month: December 2020
પાન ખરોમાં પાન ખરેને
પાન ખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારેબાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે સામેની ફૂટપાથ ઉપર સૂતાં … Continue reading પાન ખરોમાં પાન ખરેને
ધરતીની આરતી — પુસ્તક પરિચય
ધરતીની આરતી પુસ્તકનુ નામ હોવાથી પહેલો વિચાર આપણને પર્યાવરણનો આવે. પરંતુ આ પુસ્તક ધણી બાજુને આવરી લે છે. સ્વામી આનંદ ખાલી પ્રાથમિક શાળામાં ગયેલા છતાં આટલા મોટા ચિતંક વિચારક અને સલાહકાર કેવી રીતે બન્યા તેની નવાઈ લાગે! સ્વામી આનંદ દસ-બાર વરસની ઉંમરથી જ ઘરની બહાર એક સાધુથી અંજાઈને નીકળી પડ્યા હતા. તેની સેવા કરતા. પછી … Continue reading ધરતીની આરતી — પુસ્તક પરિચય
કિશોરનીં યાદમાં — એકત્રીસ-લક્ષણો
કિશોર રાવળ -- ૮મી ડિસેંબર ૧૯૩૦ - ૧૧મી મે ૨૦૧૩ કિશોરને ગુજરી ગયાને સાત વર્ષ પૂરા થયા. તેમના મિત્રો અને સગાઓ સાથે વાત કરૂ ત્યારે સૌ તેને બહુ યાદ કરે છે. મને પણ રોજ સ્વપનામાં મળે છે. તેઓ હળવી વાર્તાઓનાં લેખક હતા અને ચિત્રકાર પણ. તેમની વાર્તા "એકત્રીસ-લક્ષણો" ડિસેંબર ૨૦૧૪માં “અમે ભાનવગરના ભાગ ૨” પુસ્તકમાં પ્રકાશીત થઈ હતી. … Continue reading કિશોરનીં યાદમાં — એકત્રીસ-લક્ષણો
જયંત મેઘાણીનીં યાદમાં
જયંત મેઘાણી -- ૧૦, ઓગસ્ટ ૧૯૩૮ - ૪, ડિસેમ્બર ૨૦૨૦ જયંતભાઈ મેઘાણીને સૌ ભાવનગરના લોકો તેમના નામથી જાણે છે. તેણે ઘણા અંગ્રેજી પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેઓ પ્રખ્યાત લેખક ઝવેરચંદ મેઘાણીના પુત્ર હતાં અને અમે બંને ભાવનગરનાં ઘરશાળામાં ભણ્યા. મને મારા દેર રાજુ મહેતાએ તેમના ગુજરી ગયાના ખબર આપ્યા. હું ઘરશાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી … Continue reading જયંત મેઘાણીનીં યાદમાં