જયંત મેઘાણી — ૧૦, ઓગસ્ટ ૧૯૩૮ – ૪, ડિસેમ્બર ૨૦૨૦

જયંતભાઈ મેઘાણીને સૌ ભાવનગરના લોકો તેમના નામથી જાણે છે. તેણે ઘણા અંગ્રેજી પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેઓ પ્રખ્યાત લેખક ઝવેરચંદ મેઘાણીના પુત્ર હતાં અને અમે બંને ભાવનગરનાં ઘરશાળામાં ભણ્યા.
મને મારા દેર રાજુ મહેતાએ તેમના ગુજરી ગયાના ખબર આપ્યા. હું ઘરશાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી તેની યાદ તાજી થઈ. તે વરસે જયંતભાઈ, ઉદયભાઈ ભટ અને હું સાથે મળીને “નાગરિક” નામનું ભીંત-પત્ર બહાર પાડતા. આ ભીંત-પત્રમાં અમે સમાજના ટુંકા સમાચારો ચિત્ર કામ સાથે મૂકતા.
૧૯૭૨થી જયંતભાઈએ ‘પ્રસાર’ નામની દુકાન શરૂ કરી. ત્યાં પુસ્તકો અને સંગીતની સીડીની સારી પસંદગી મળતી. પ્રસારમાં અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો રાખતા. હું ભાવનગર જાંઉ ત્યારે અચુક પ્રસારમાં જતી.
૨૦૦૫માં ‘અમે ભાનવગરનાં’ છપાવી ત્યારે જયંતભાઈએ ઘણી મદદ કરેલી તે કદી નહીં ભુલાય.
તેમનું પુસ્તક ‘વિચારોની વસંત’ના પહેલા પાને તેમનાં શબ્દોમાં…
“જગતનાં નામાંકિત શબ્દસ્વામીઓ અને બુદ્ધિવંતોનાં આ
સ્મરણીય કથનો મળ્યાં તેમ, કોઇ ગોઠવણી વિના,
મિત્રોને વંચાવવા અહીં વીણ્યાં છે.”
નીચે તેમનાં વિણેલા વિચહાર-પુષ્પો વાંચો…
લેખન કેવું હોવું જોઈએ?
પાંદડે ઠરેલા ઝાકળબિંદુ જેવું,
પુરાતન ગુફાના ભીંતચિત્ર જેવું,
વૃક્ષભીતર વસતાજીવનરસ જેવું.
–એમર્સન
પ્રવાસ એટલે?
ઘર છોડીને નીકળી પડવું એમ નહીં,
ઘર કરી ગયેલી ટેવો છોડવી તે.
–પૈકો આયર
ક્યારેક સફળ થવાની ચાવી મને મળી આવે છે
ત્યારે જ કોઈ તાળું બદલી નાખે છે!
અહીંએક માનવી સૂતો છે
જેનું નામ જળમાં કોતરાયું છે.
–કીટ્સ
( પોતાની ખાંભી પર કોતરવા માટે શબ્દો )
વિચારોની વસંત — વેરાયેલા થોડાં વિચાર-પુષ્પો
લેખક: જયંત મેઘાણી (પ્રસાર) ભાવનગર
સંપાદક: કોકિલા રાવળ