ધરતીની આરતી પુસ્તકનુ નામ હોવાથી પહેલો વિચાર આપણને પર્યાવરણનો આવે. પરંતુ આ પુસ્તક ધણી બાજુને આવરી લે છે. સ્વામી આનંદ ખાલી પ્રાથમિક શાળામાં ગયેલા છતાં આટલા મોટા ચિતંક વિચારક અને સલાહકાર કેવી રીતે બન્યા તેની નવાઈ લાગે!
સ્વામી આનંદ દસ-બાર વરસની ઉંમરથી જ ઘરની બહાર એક સાધુથી અંજાઈને નીકળી પડ્યા હતા. તેની સેવા કરતા. પછી તો કાશીથી કન્યાકુમારી સુધીના સાધુઓનો પરિચય થયો. સ્વામી આનંદે બીજા સાધુઓને મારા પિતરાઈ તરીકે ઓળખાવીને સારા નરસા સાધુઓનો તફાવત વર્ણવ્યો છે.
પછી તો ગામેગામ ફરીને જેને ત્યાં ઉતર્યા હોય તેના અનુભવો પણ લખ્યા છે. ગાંધીજીના સમયના કાર્યકરોના કામની વાતો; જે કોઈ ઈતિહાસમાં પણ દર્શાવાઈ ન હોય, તેવી વાતોનોપણ ઉલેખ કરવામાં આવ્યો છે
આમ આ પુસ્તક તે જમાનાનો સારો ચિતાર આપે છે. સ્વામી આનંદના ગુજરી ગયા પછી મુળશંકર ભટ્ટે આ પુસ્તકમાં લખેલી વાતોનો સંગ્રહ કરીને છપાવી છે. આમ આ પુસ્તક તે જમાનાનો સારો ચિતાર આપે છે.
સંપાદક: મુળશંકર ભટ્ટ | લેખક: સ્વામી આનંદ | સંપાદક: કોકિલા રાવળ