મુંગા શહેરની બર્ફીલી માનવાક્રુતિને
જીવન-લોઢ પર અત્યાચાર બુંદનો કાટ
કોઈના આશ-મિનારનાં ડગમગતા ખંડેર પર
આ મારું આ તારુંની આતશબાજીની વણજાર
સસલાએ કર્યો હતો પડકાર જંગરાજને
સર્જનહારના શરણે તોય સૌની છે લાજ
આશુકોની મુંગી મહોબત ના મંદ ધબકારે
લાગણીના ફુલની લાશને કુચલતો માનવ છે આજ!
રેખા શુક્લ (શિકાગો)