જ્યારે લુસીલ બોગ્સ નામના વૈજ્ઞાનિક ૧૯૯૯માં નીધન પામ્યા ત્યારે પ્રકાશમાં આવ્યું કે ધરતીની પનોતી કેવી રીતે થઈ રહી છે. તેઓના વીલમાં લખતા ગયા કે મેં જે શોધ કરી તેને ચાલુ રાખજો અને આ જવાબદારી તેણે તેના ભત્રીજા જોસેફ જેનકીનને સોંપતા ગયા હતા. જોને તેઓ વીસેક વર્ષ પહેલા દાદીના ફ્યુનરલમાં મળ્યા હતા.

આ વીલ પ્રમાણે ભત્રીજો જોસેફને પોતાનો રુફરનો ધુમતો ધંધો છોડી અજાણ્યા સ્થળોએ એકલા નીકળવું પડ્યું.
પહેલા તો ફિલાડેલફિયાથી મોન્ટાના વકીલ પાસેથી વીલના કાગળિયા લેવા ગયા. તે પ્રમાણે તેને કાકીને ઘેરથી માર્ગદર્શનના કાગળિયા લઈ આગળ વધવાનુ હતું. સાથે દસ હજાર ડોલરનો ચેક ખર્ચા માટે મોકલેલો. કાકીનું ઘર પંદરસો માઈલ દૂર હતું. ત્યાં પહોંચ્યો અને કાગળમાં લેખેલુ આ કામ વરસમાં પુરૂ પાડીશ તો અડધો મીલિયન ડોલર તને મળશે અને આ સાથે બીજા વીસ હજાર ડોલર ખર્ચા માટે બીડુ છું. તેની સાથે એક કાર્ડ પણ હતું. તે પાછો ઘેર આવ્યો. પાછા તેને એકલાને બીજા છ વૈજ્ઞાનિકોને મળવાનું થયું. તેઓ સાથે બધું સમજીને ઘરે આવી પત્નીને સાથે લઈ કાર્ડના એડ્રેસ પ્રમાણે આગળ સફર કરે છે — કેનેડામાં બીજા વૈજ્ઞાનિકોને મળ્યા, ત્યાંથી સાઉથ અમેરિકામાં લીમા પેરૂના જંગલમાં રહેતા માણસને મળયાં.
કાકીના વીલ પ્રમાણે પગેરુમાં આગળ વધતાં ઘણા વૈજ્ઞાનિકોને મળ્યા બાદ તેને સમજાયુ કે…
- ધરતીનો આપણે ખુડદો વાળી રહ્યા છીએ.
- તેની ધન સંપતિ ખાણો વગેરેને ખાલી કરી રહ્યા છીએ.
- જંગલો કાપવા સાથે તેમાં વસ્તા વનના પશુ- પક્ષી મરે છે.
- પાણીમાં કોર્પોરેશનના કેમીકલ્સ નાખી બગાડી રહ્યા છીએ.
- આજે જે ગ્લોબલ વોર્મીંગ, ધરતીકંપ, સુનામી વગેરેને કારણે ધરતીનુ ધનોત પનોત થઈ રહ્યું છે. જે આજના સમયે આપણે અનુભવી રહ્યા છીએ.
- જો આપણે ધરતી અને માનવ જાતને બચાવવી હોય તો ધરતી સાથે સુમેળ સાધવો રહ્યો.
આ પુસ્તકને વાંચવાનું હું સૌને સૂચન કરૂ છું — તેઓની મુસાફરી આપણને છેવટ સુધી જકડી રાખે છે. આને આપણે સાહસ કથા તરીકે પણ ઓળખાવી શકીએ. બધા ઉંમરના લોકોને વાંચવા લાયક છે.
પુસ્તક: The Balance Point, Joseph Jenkins
: કોકિલા રાવળ, ફિલાડેલ્ફિયા, અમેરિકા, kokila.raval22@gmail.com