ઘરશાળા ના વિદ્યાર્થી હોવું એટલે શું ?


એક જબરો અનુભવ થયેલો.

image source: Wikipedia

થોડાક સમય પહેલા જ્યારે Northeastમાં જવાનું થયું ત્યારે એક ટ્રેકિંગ નો પોઇન્ટ, મેઘાલયમાં ચેરાપૂંજીમાં હતો. ચેરાપૂંજીમાં વિશ્વ નો સર્વાંધિક વરસાદ પડે છે. અમારે એકદમ છેવાડાની હોટેલમાં રહેવાનું હતું. ચાલુ વરસાદે અમે ત્યાં પહોંચ્યા ત્યારે રાત થઈ ગયી હતી, એટલે આજુબાજુમાં સવારે નીકળવું એવું નક્કી કરીને સુઈ ગયા. સવારે આંટો મારવા હું વર્તુળાકાર રસ્તા પર નીકળ્યો ત્યાં મેં એક નાની બાળકી ને કૈંક ગાતા સાંભળી, મારા કાન ચમક્યા, મેં ફરી ધ્યાન થી સાંભળ્યું તો એ બાળકી ગુજરાતીમાં ગીત ગાતી હતી! બાપરે… હું તો એને જોવા રીતસર નો દોડ્યો, અહીંયા વળી કોણ ગુજરાતીમાં ગાવા વાળુ છે?

જોયું તો ચાર વરસ ની નાની બાળકી રમતા રમતા ગીત ગાતી હતી. મારા આશ્ચર્ય નો પાર ના રહ્યો, મેં એને ગુજરાતી માં પૂછ્યું કે બેટા તને આ કોણે શીખવાડ્યું, પણ તે સમજી નહીં, એટલે મેં ઇંગ્લિશ માં પૂછ્યું અને કહ્યું કે મારી દાદી એ. અને દાદી ક્યાં છે?

એની દાદી એ રિસોર્ટ ની માલિક હતી, અને ક્યાંક બહાર ગયેલી. મારી તો ધીરજ ના રહી, મેં બહાર જવાનું માંડી વાળ્યું. અને કેટલીય વાર ઓફીસ ના ચક્કર મારી આવ્યો. અને ઓફિસ માં કહી રાખ્યું કે મેડમ આવે એટલે તાત્કાલિક મને બોલાવે.

એ બાળકી, જે ગીત ગાતી હતી તે બીજું એકેય નહીં પણ આપણા મહેન્દ્રભાઈ જોશી ના બાલગીતો મા નું એક હતું!

image credit: Wikipedia

ઘણો સમય વીતી ગયો, હું બહાર પણ ચક્કર મારવા ગયો, પણ મન ના લાગ્યું. છે…ક સાંજે મેડમ આવ્યા ત્યારે ભાગતો ભાગતો ઓફીસ માં પહોંચ્યો. એકદમ ગોળ અને ગોરો ચહેરો, માંજરી આંખો… મેં સીધું પૂછ્યું કે આ બેબી ને બાળગીત તમે શીખવાડ્યું છે? તો મને પૂછ્યું કે તમે ગુજરાતી છો? મેં હા પાડી. ક્યાંથી? મેં કહ્યું ભાવનગર થી. ભાવનગર થી?! ઓ માય ગોડ!  હું પણ ભાવનગર થી! વિચારો.. આવો અચાનક આનંદ લાખો રૂપિયા આપતા પણ નથી મળતો હોતો.

એમનું નામ જ્યોતિ પારેખ, ઘરશાળા ના જ વિદ્યાર્થી. આપણા થી ચાર વરસ સિનિયર. નાગર કન્યા. ભારત નાટ્યમ માં રાજ્ય લેવલે અને પછી રાષ્ટ્રીય સ્તરે પર્ફોર્મન્સ આપતા. એક વખત રાષ્ટ્રીય સ્તર નાં youth festival દિલ્હી માં  મેઘાલય ના પિન્ટો સાથે ઓળખાણ થઈ. પંદર દિવસ સાથે રહેવાનું થયું અને ઓળખાણ લગ્ન સુધી પહોંચી ગઈ. પોતે નાગર , સખત વિરોધ, પિન્ટો મેઘાલય ના ખાસી જાતિ ના આદિવાસી, કોણ હા પાડે લગ્ન ની?  બહુ વિરોધ થયો, પણ જ્યોતિ ટસ ના મસ થયાં, ભાગી ગયા, 19 વર્ષે જ લગ્ન કરી લીધા.

image credit: Wikipedia

પિન્ટો ને કોઈ ધંધો કે નોકરી કશું જ નહીં, મુંબઇ માં હોટેલ માં કામ કર્યું, ના ફાવ્યું તો મેઘાલય પાછા જતા રહ્યા. હોટેલ મેનેજમેન્ટ નો બંને એ કોર્સ કર્યો, ફરી મુંબઇ ગયા, થોડા વર્ષ રહ્યા, આ બાજુ પિયર વાળાએ તમામ સંબંધો કાપી નાખેલા, કોઈ જ સંપર્ક માં નહીં. થોડું કમાઈને ફરી મેઘાલય ગયા, ત્યાં નાનકડી હોટેલ શરૂ કરી અને પછી ધીમે ધીમે એક રિસોર્ટ સુધી એ સફર રહી. ખૂબ જ સંઘર્ષ કર્યો. પિન્ટો ખ્રિસ્તી એટલે એમના સમાજે પણ ના સ્વીકાર્યા. અને આ બહેન નાગર. ખ્રિસ્તી ના થયાં, પોતાનું એક કૃષ્ણ ભગવાન નું નાનું મંદિર બનાવ્યુ અને હોટેલ ઉપરાંત સમય મળે આજુબાજુના આદિવાસીઓ ને ભણાવવાનું કામ ઉપાડ્યું. કેટલાય વર્ષો વીત્યા, ભાવનગર નો કોઈ સંપર્ક નહીં.

એક વખત ચૂપચાપ ભાવનગર પહોંચી ગયા, અને જાણ થઈ મા-બાપ બંને દેવલોક પામ્યા હતા અને ભાઈ બહેન બધા જ અમેરિકા!  કેવો વજ્રઘાત થયો હશે! પોતાની એકની એક દીકરીને train કરીને પોતાના જ બિઝનેસ માં દાખલ કરી, અને હવે દીકરી અને જમાઈ એ બિઝનેસ સાંભળે છે. અને પોતે થોડા નિવૃત, થોડા પ્રવૃત રહે છે.

આજુબાજુના બધા બાળકો ને ગુજરાતી બાળગીતો આવડે છે! મહેન્દ્રભાઈ જોષી ના કેટલાયે બાળગીતો એમણે મને સંભળાવ્યા. પાંચ કલાક અમારી વાતો ચાલી, અને ઇન્દુબેન, હીરા બેન, સુમતીબેન, રંજનબેન, દાદા જેવા શિક્ષકો ને, અરે આપણા કડવી બેન ને પણ, યાદ કર્યા…

છેલ્લે, એક જ વાત એમણે કરી કે…

ઘરશાળા ની વિદ્યાર્થી  છું, કાઈ જેવી તેવી થોડી છું?

ત્યારે મનમાં પેલા દૂધ નું ઉદાહરણ યાદ આવ્યું. દૂધ નો રંગ સફેદ, એમાં બે ટીપાં લીંબુ ના નાખો, તો દહીં બને, અને તેમાંથી છાશ પણ બને, માખણ પણ બને, અને માખણ ને ગરમ કરો તો ઘી બને. પણ બધાય નો રંગ સફેદ. પોતાનો રંગ કોઈ છોડે નહીં. ઘરશાળા ના શિક્ષણ નો રંગ સફેદ, એના વિદ્યાર્થીઓ ના જીવન માં કેટલીયે મુશ્કેલી આવે, પોતાનો રંગ ના છોડે. પોતાનું કુળ અને મૂળ ના ભૂલે.

છુટા પડતા જેસિકા (જ્યોતિ બેન નું નામ જેસિકા થઈ ગયેલું) એ ભાવાશ્રુ સાથે કહેલું કે… ભાઈ, ફરીથી આવજો, હવે તમે જ મારા સ્વજન. એ મધુર યાદો સાથે એ પ્રવાસ ચિર: સ્મરણીય બની ગયો.


લૈખક: અજાણ્યાં
સંપાદક: લક્ષ્મણ રાધેશ્વર, ઘરશાળા વિદ્યાર્થી, ભાવનગર
સંપાદક: કોકિલા રાવળ, ધરશાળા વિદ્યાર્થી, ફિલાડેલ્ફિયા – આ edit કરતા મને અને મીનળને તો મેઘાલયનીં સ્ત્રીયા રાજ વિશે વાંચતા આનંદ થયો.


 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s