હાસ્યકાર તારક મહેતા — જન્મ: ૧૨/૨૬/૧૯૨૯ — મરણ: ૧/૦૩/૨૦૧૭

તારક મહેતાનાં શ્રધાંજલી વખતે જેજે લોકો બોલ્યા હતા તેનો સંગ્રહ આ પુસ્તક “સ્મૃતિ વિશેષ” તરીખે લેવાયેલો છે. તારકભાઇની દીકરી ઈશાની શાહ અને ગીની માલવિયાએ ૨૦૧૯માં ચિત્રલેખામાં મુખપૃષ્ટ અને ફોટાઓને પ્રદાન કર્યા હતા. આ પુસ્તકમાં જીવન દરમિયાન તેમના સંપર્કમાં આવેલા તેમના મિત્રો અને સગાઓએ શ્રધાંજલી અર્પેલી છે. તે દ્વારા તમને તેમનો બહોળો પરિચય મળશે. તેમનો સ્વભાવ સરળ અને મળતાવડો હતો. તેઓ કદી કોઈ માટે કટુ વચન બોલ્યાનથી.
તેમણે “ઉલ્ટા ચશ્માં”ની વાર્તાઓ ચિત્રલેખા માસિકના કોલમમાં શરૂઆત કરી. તારક મહેતાએ દુનિયાને “ઉલ્ટા ચશ્મા” અર્પીત કરીને ફાઈવ સ્ટારના બીરૂદને પામ્યા છે. તેમના પાત્રો બધાં તેમના મુંબઈના માળાના ચાલીના પત્રો છે.
અમે પણ મુંબઈની ચાલીમાં ૧૯૫૯ – ૧૯૭૫ સુધી રહ્યા. મને લગ્ન જીવનની શરુઆતમાં રસોઈ કરતા આવડતી ન્હોતી. મારા ખાસ અનુભવમા હું રસોઈ કરતા ચાલી-વાળા પાસેથી શીખી. અમે સૌ ચાલીમાં બેસી શાકભાજી સમારતાં અને અનાજ વીણતાં. છોકરાંઓ રમતા ત્યારે તેઓનું ધ્યાન રાખતા. કપડા પણ ચાલીમાં સુકવતાં.
“ઉલ્ટા ચશ્માં” ઉપરથી TVની સીરિયલ બની. આ સીરિયલ ટી.વી.માં હજી પણ ચાલે છે. તેનું હીંદીમાં રૂપાંતર પણ થયું છે. ખાસ કરીને ટપુડાના પાત્રમાં છોકરાનું પાત્ર અને તેના તોફાનો વધારે પ્રખ્યાત થયા છે. મેં આ સીરિયલો ભારતમાં ગઈ ત્યારે જોયા હતાં. આ સીરિયલ જે એક વાર જુએ તો તેને રોજ જોવા માટે તલપ લગાડે છે. બધાં પાત્રો સરસ પાઠ ભજવે છે.
આ પુસ્તક બહુ સરસ આત્મકથા રુપે બની છે.
સંપાદક: કોકિલા રાવળ
સુંદર અવલોકન….
LikeLike