ઉત્તમ ગજરના “સન્ડે ઇ-મહેફીલ”માં 475 વાર્તા, કવિતા તથા ગઝલનો સંગ્રહ છે. તેમાંથી આ એક ફકરો તમને જરૂર રસ ઉપજાવશે. આપણને સૌને કોઇ સાંભળે તેવી આકાંક્ષા છે; બાળકથી માંડી મોટી ઉંમરને આપણે સાંભળતા શીખીએ અને સાવ પંદર મીનીટ જેટલો સમય આપ્વો. ખાસ કરીને આ કોવિદના સમયમાં, જ્યારે સૌ અકેલા પડી ગયા છે.
આજ સવારના મારી દિકરી મીનળે ભાઇને ઘેર જઇ બીલાડીને ખવરાવવાની જવાબદારી લીધી. ફક્ત ખવરાવવાનું નહીં, પણ પંચર મીનીટ તેની સાથે રમવાનું. લાગે છે કે બીલાડી, કુતરા, ગાય વગેરેને પણ કોઇ પંપાળે, તેમની સાથે વાત કરે, થોડો સમય આપે તેવી જરૂરિયાત છે.
અમેરીકાથી એક બુઝુર્ગ મીત્રના ફોન નીયમીત આવ્યા કરે છે. એમની ઉમ્મર 72 વરસની છે. છેલ્લે વાર્તાલાપ દરમીયાન એમણે કહ્યું: ‘હવે તબીયત લથડતી જાય છે. બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. એક વાર મોર્નીંગ વૉક માટે ગયો હતો, ત્યારે બેલેન્સ ગુમાવવાથી પડી ગયો. હાથે ફ્રેકચર થઈ ગયું. દીકરા–વહુએ આગ્રહ-પુર્વક સુચના આપી છે કે હવે એકલા બહાર જવાનું બંધ. ઘરના સભ્યો બધા સર્વીસ કરે, એટલે આપણા માટે સમય કેવી રીતે કાઢે? (અવાજમાં બચાવ હતો કે એમના પ્રત્યેની ફરીયાદ… નક્કી કરવાનું લગીરેય મુશકેલ ન હતું.)
લેખક: શશિકાંત શાહ — પુસ્તક: માણસ નામે
સંપાદક: ઉત્તમ ગજર, સન્ડે ઇ-મહેફીલ, ફેબરૂઆરી ૨૦૨૧
સંપાદક: કોકિલા રાવળ, કેસુડા, માર્ચ ૨૦૨૧