વિનોબા ભાવે ચેતનવંતા અને ધાર્મીક હતાં. તેમના સ્વાનુભવ દરેક ભારતિય જનને અસર કરશે. દસ વર્ષની ઉંમરે તો તેણે ઘર છોડ્યું હતું અને આ જીવન બ્રહૃમચારી રહેવાનો નિર્ણય લીધો હતો. વિનોબાને જ્યારે ગાંધીજીનો પરિચય થયો ત્યારે તે તેની પ્રવૃતિમાં જોડાયા. 1940માં ગાંધીજીએ વિનોબા ભાવેને બ્રીટિશ રાજ સામે સત્ત્યાગ્રહ કરવાનો આગ્રહ કર્યો.
ભારતને સ્વતંત્રતા મળી પછી વિનોબા ભાવેએ ભુદાનની ચળવળ શરૂ કરી. વીસ વર્ષના ગાળામાં આખા ભારતમાં ફરીને તેણે ગરીબ પ્રજા માટે પૈસા ઉઘરાવ્યા. તેમણે આખી દુનિયાના ધાર્મિક પુસ્તકોનુ પઠન કર્યુ; ગાંધીજીનાો શાંતિ અને અંહિંસાનો પ્રચાર પણ કર્યો. તેમણે છ આશ્રમો પણ સ્થાપયા હતા. અને બહુ સાદાઈથી જીવન ગુજાર્યુ હતું.
આજના સદર્ભમાં કહું તો આજે આપણે લોકડાઉનનુ બીજુ વરસ ભોગવી રહ્યા છીએ. તે ઉપરથી મને વિચાર આવ્યો અને કોવિદ વિષે સાંભળવા તથા વાંચવાથી પણ ઘણું જાણવા મળે છે. આપણે પર્યાવરણને ઘણીરીતે બગાડી રહ્યા છીએ. તેને સુધારીએ તો કોવીદના સંકજામાંથી નીકળી શકીએ. ખાલી રસી મૂકાવશું તો દર વરસે તે નવીરીતે અમીબાની જેમ પેદા થશે. અને નવાને નવા રસીઓના પ્રકારો શોધવા પડશે. તેને મૂળમાંથી કાઢવા માટે આપણે સૌ કારણો સમજીએ.
વિનોબા ભાવેની થોડી પણ રીત આપણે અપનાવી શકીએ તો ઘણો ફેર પડશે.
- પૈસાદારોના ઘરો મોટી જમીનો ઉપર હોય છે. તેની ઉપર ખાલી ઘાંસ જ ઉગાડે છે. ત્યાં આપણે તેની રજા લઈને ફળ અને ફુલોના ઝાડ વાવીએ.
- ખાલી પડેલા પાટિયા દેવાઈ ગયેલા અમેરિકામાં ઘણાંઘરો પડેલા છે. ત્યાં આજુબાજુ રહેનારા લોકો સાથે મળીને ફળ,ફુલ તથા શાકભાજી વાવીએ. અને તેઓને પાણી પાવાની પ્રવૃતિ સોંપીએ.
- અરણિય જમીન વધારીએ. અને આદીવાસી લોકોને તે જમીન સોંપી તેને તે જમીનની માલિકી સાથે કામ કરવાની મંજુરી આપીએ.
આ પ્રવૃતિ સિવાય બીજી ઘણી રીતે પર્યાવરણને સુધારી શકીએ.
હીંદી-ઇંગલિશ અનુવાદક: Marjorie Sykes ~ માર્જરી સ્યેકાસ ~ Moved By Love, the memoir of Vinoba Bhave ~ now available to read online.
હીંદી લેખક: કાલિંદી
ભાવાનુવાદ: કોકિલા રાવળ