
અતૂટ એક કાચા સૂતરનો તાંતણો.
હાં રે ઓલી લોઢાની બેડિયુંય તૂટે,
અતૂટ એક કાચા સૂતરનો તાંતણો.
હાં રે ઓલી સોનાની સાંકળી વછૂટે,
અતૂટ એક કાચા સૂતરનો તાંતણો.
હાં રે દુરબળિયાંને બળિયાં શું બાંધે,
અટૂત એક કાચા સૂતરનો તાંતણો.
કવિ: જુગતરામ દવે
સંપાદક: મહેન્દ્ર મેઘાણી ( ગીત એક ગાયું ને વાયરે વાવ્યું… ) ના સૌજન્યથી .
સંપાદક: કોકિલા રાવળ