રવિશંકર રાવળ
૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર — ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ
અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી હોવાથી તેનો ગૌરવ લઈએ છીએ.
-કોકિલા રાવળ

‘અમારા ચિત્રકારો : તેમની જાહેર કદર’ એવા મથાળાથી ‘વીસમી સદી’માં તારાપોરને ત્યાં પાડેલો મારો ફોટોગ્રાફ હાજીએ છાપ્યો. તેની સાથે લખ્યું કે, શ્રી રવિશંકર રાવળને ઉત્તમોત્તમ ચિત્ર માટે પહેલી પંક્તિનું ઈનામ ‘ સોનાનો ચાંદ’ મળ્યો, તે માન મેળવનાર પહેલા ગુજરાતી શ્રી રાવળ જ છે. તે માટે ગુજરાતે અભિમાન ધરાવવાનું છે. અમારા અંત:કરણના આશીર્વાદ છે કે શ્રી રાવળની શક્તિ દિન પ્રતિદિન પ્રગતિ પામે ને ભારતના અખૂટ સાહિત્યની ખૂબીવાળાં સુંદર ચિત્રો તેમના હાથે પ્રગટ થાય.’
એ કાળે ગુજરાતી સમાજમાં કે ગુજરાતી વર્તમાનપત્રોમા ચિત્રકળાના સમાચાર માટે કોઈ પ્રકારની જિજ્ઞાસા-કુતૂહુલ પણ નહોતાં. ગુજરાતમાંથી સુવર્ણચંદ્રક પહેલી જ વાર મેળવનાર યુવાન માટે તે કંઈ ગણનાપાત્ર સિદ્ધિ હોય તેવું કોઈને લાગ્યું નહોતું. માત્ર અઠવાડિક ‘ગુજરાતી’ પત્રના સમાચાર વિભાગમાં એક ફકરો હતો અને ગુજરાતનું ગૌરવ સદાયે હૈયે ધરતા રણજિતરામે આ પ્રસંગને ગુજરાતી અસ્મિતાનું દ્યોતક ગણી અભિનંદન આપતો જાહેર પત્ર છપાવ્યો હતો. ઉપરાંત તેમણે મારા પિતાશ્રીને પણ આ બાબત ખુશાલી દર્શાવતો પત્ર લખ્યો હતો. મારા કુટુંબમાં પણ કોઈને તેના ખાસ ઉમંગ જણાયો નહોતો. બધાના મનમાં ‘આથી વળ્યું શું?’ એવો જ ભાવ જાગતો. પણ એ સારૂ હતું તેથી હું ઘમંડથી બોલ્યો.
પુસ્તક: ગુજરાતમાં કલાના પગરણ, પાનું ૨૪૯, જયશુખલાલ મહેતાનાં લેખમાંથી
પ્રકાશીત: કલારવી ટ્રસ્ટ
સંપાદક: કોકિલા રાવળ