હાટ પાથરશું અને-
દષ્ટિમાં મલકાટ પાથરશું અને-
સ્પર્શમાં પમરાટ પાથરશું અને-
આ અગાસી પર પ્રતિક્ષા છે ઊભી,
આ નજરની વાટ પાથરશું અને-
ચેતના નિતાંત ટહુકી ઊઠશે,
પાંખમાં ચળકાટ પાથરશું અને-
છે મિલનની એક એવી ઝંખના,
ભીતરે તલસાટ પાથરશું અને-
સગપણો સૌ મઘમઘી જાશે ‘કિશોર’,
એક દિવસ હાટ પાથરશું અને-
(‘ધબક’) ના સૌજન્યથી, પાનું નંબર ૬૫
મોહિની ( ગઝલ સંગ્રહ )
ગઝલકાર: કિશોર મોદી
સંપાદક: કોકિલા રાવળ