Am I an American? Or a Gujarati?


Am I an American? Or a Gujarati? Or both?

watercolor: Kishor Raval

હું અમેરિકન છું કે ગુજરાતી? કે બન્ને?

I’ve been in the US for over 45 years. I thought I had assimilated. I thought I was an American.

આજે હું અમેરિકામાં પિસ્તાલિસ વર્શ છું. મને એમ કે હું અહિંયાની જ છું, અમેરિકન જ છું. 

In the five months since my mother died, I’ve wanted to hear my mother tongue, Gujarati. Knowing no Gujaratis locally, other than my mother’s friends, I began visiting them. Even assisting them as I would have my mother. 

માં ગુજરી તેના ૫ મહિનામાં મને માત્રુ-ભાષા સાંભળવાનું મન થાઇ છે. આજુ-બાજુમાં કોઇ ગુજરાતી ન ઓળખુ, સિવાઇ માંના મિત્રો, એટલે તેમને મળવાનું શરુ કર્યુ. તેમને મદદ કરવાનું પણ શરુ કર્યુ, જેમ માંને મદદ કરતી. 

Missing Gujarati food, which I’ve cooked on occasion, and mostly enjoyed at Mom’s kitchen, I’ve begun cooking for myself, sharing with her friends, who are now my friends. 

ગુજરાતી ખોરાકની ખોટ લાગી, જે હું ક્યારેક બનાવતી અને ઘણીવાર માંને ઘેર ખાતી. હવે મે મારા પોતા માટે રાંધવાનું શરુ કર્યુ છે, અને માંના મિત્રો સાથે લેવા-દેવાનું શરુ કર્યુ, કેમકે તે હવે મારા મિત્રો બન્યા!  

Considering climate change and carbon dioxide emissions from air travel, I’ve rarely allowed myself on a plane. This summer, I’ve visited London, where a lot of Mom’s side of the family emigrated from East Africa. The return after a 20 year hiatus surprised them all while I felt quite at home in their homes — Speaking Gujarati and eating classic Gujarati vegetarian foods. 

ક્લાઇમેટ ચેંજના ઇમિશન ધ્યાનમાં રહે એટલે મેં વર્ષોથી બહુ વિમાનની મુસાફરી નથી કરી. આ ઉનાળામાં, હું લંડન ઉપડી, જ્યા માંના ઘણા સગા ઇસ્ટ આફ્રિકાથી વસ્યા છે. ૨૦ વર્ષે પાછી આવી તે બધાને નવાઇ લાગી. મને તો તે બધાના ઘરમાં એકદમ ઘર જેવુ લાગ્યુ — ગુજરાતીમાં બોલવાનું અને શાકાહારી ગુજરાતી ખોરાક ખાવાનો.

Returning from London, I brought over Mom’s spices and pantry items, even her freezer items and merged them into my kitchen. This means I’m cooking new Gujarati foods, trying to use up the ingredients, while remembering Mom’s cooking. 

લંડનથી પાછી આવીને માંના મસાલા, કોઠારની ચિજો અને તેના ફ્રીઝરની ચિજો મારા ઘેર લઇ આવી. ચિજો ફેકવા કરતા કે ખોસી રાખવા કરતા વાપરવા મંડી છું, એટલે હવે હું નવીન ગુજરાતી રાંધુ છું. માં અને તેની રસોઇ યાદ કરતા રાંધુ તે મને સારુ લાગે છે. 

Gujaratis reading this may be surprised to learn that now, at age 60, I made for the first time…

  • Guvaar Dhokli (because she had guvaar in her freezer)
  • Sambhaar (to use up her sambhaar powder) and idli to go with the sambhaar
  • Bateka Powa (because she had powa in her pantry)
  • Rotli (to use up chapati flour)
  • Batekana Paratha (again, because I had chapati flour)

ગુજરાતી વાંચનારો ને નવાઇ લાગશે કે આજે, ૬૦ વર્ષની ઉમરે, મે આ ચિજો પહેલી વાર બનાવી… 

    • ગુવાર ઠોકળીનું શાક (કેમકે માંના ફ્રિજરમાં ગુવારનુ પેકેટ હતુ)
    • સાંભાર (કેમકે તેના માસાલામાં સાંભાર પાવડર મળ્યો)
    • ઇડલી (કેમેકે સાંભાર સાથે શું?)
    • બટેકા પૌઆ (કેમકે તેના કોઠારમાં પૌઆ મળ્યા)
    • રોટલી (ઘરમાં ડબ્બાઓ ભરીને લોટ મળ્યો)
    • બટેકાનાં પરાઠા (લોટ પુરો કરવાનો ને!) 

I’ve already gone and bought more powa. Soon, I may need to restock the chapati flour from the Desi grocery store. In my efforts to buy local, I remember repeatedly questioning Mom, asking why she couldn’t buy her flour from an American supermarket… what’s wrong with the flour here? Having made rotli myself, I understand why — the rotli is simply more tender. 

પૌઆતો પતી ગયા, ભાવ્યા, અને ફરી ખરીદવા પડ્યા. થોડા વખતમાં દેશી દુકાનથી રોટલીનો લોટ ખરીદવો પડશે. મેં માંને ધણી વાર પુછ્યું કે લોટતો અમેરીકન સુપરમાર્કેટમાં મળે, કેમ દેશી દુકાનમાં જવું? અહિંયાના લોટમાં શું ખોટ? આપળે તો “બાઇ લોકલ” માં માનવા વાળા ને. રોટલી પોતાના હાથે બનાવી ત્યારે સમજી — રોટલી વધુ કોમળ બને. 

Though I’ve stopped crying, I awake each morning with a thought or a dream about Mom. And a little sad that I can’t just call her. At times, I find myself thinking in Gujarati. I have therefore have decided to revive Kesuda, Dad’s online Gujarati magazine from 1999 till 2007 that Mom turned into a blog from 2015 till 2021. I’ll try to write bi-lingual posts like this from time to time, where I travel in search of Mom and the Gujarati in me. 

મારુ રડવાનું ઓછું થયુ છે, પણ રોજ સવારે ઉઠું ત્યારે સપનામાં કે વિચારમાં માં આવે. પછી યાદ આવે કે હું તેને ફોન ન કરી શકુ, ત્યારે જરાક દુખી થઇને દિવસ શરુ કરુ. કોઇક વાર, મારા વિચારો ગુજરાતીમાં આવે છે. એટલે મેં કેસુડા (પપાનું મેગેઝિન અને મમીનો બ્લોગ) ફરી શરુ કરવાનું નક્કી કર્યુ. હું ક્યારેક આવા બે-ભાષામાં લખવાની કોશીશ કરિશ, જેમા હું માં અને ગુજરાતની શોધમાં ફરિશ. 


Written by Meenal Raval, with a push from Nasim Mahuvakar

4 thoughts on “Am I an American? Or a Gujarati?

  1. હું ગુજરાતી અમેરિકા માં ૫૨ વર્ષથી રહુંછું
    મારી ૨૦ વર્ષથી પરણેલી કે જે ૪૯ વર્ષની ઉંમરનીછે તે દીકરીએ મને પહેલીવાર ચાર દિવસ પહેલા તેના ઘરે સાંજના વાળુ માટે બોલાવી અને મગની રસાવાળી દાળ , ભાખરી અને બટાકાનું કોરું શાક કરીને જમાડી. મારી દિકરી ૨૦ વર્ષથી અમેરિકનને પરણી ને હવે સ્વતંત્ર જીવન જીવેછે.
    તેને માંનું રસોડું હવે યાદ આવ્યું
    બને ત્યાં સુધી મારી સાથે ગુજરાતીમાં વાત કરવા પ્રયત્ન કરેછે.
    આ છે અમેરિકન જિંદગી .
    ડોલર ઝુમખાવાલા
    કેમ્પહીલ પેન્સિલવેલીયા અમેરિકા

    Like

  2. For those who can’t read Gujarati, here is the above comment in English.

    I’m a Gujarati living in America for 52 years.

    My daughter, 49 years old and married for 20 years, for the first time, 4 days ago, invited me to her house for dinner and fed me magni rasaavaali dal, bhaakhri and dry bataakanu shaak. My daughter has been married to an American for 20 years and now lives independently.

    Now she remembers Mom’s kitchen. She tries to speak in Gujarati with me. This is American life.

    Dolar Zumkhaavaalaa
    Camphill Pennsylvania, America

    Like

  3. દોલરબેન — આ જુદિ રિતે જોઇએ તો? “ગ્લાસ હાફ એમ્ટિ કરતા ગ્લાસ હાફ ફુલ” તો સામભળ્યુ હશે.

    Dolar-ben — Could we can look at this differently? You must have heard the phrase “glass half empty or glass half full”.

    મારી મા કાંઇ ફેકતિ નહિ, તેમ જ દિકરી. આ પોસ્ટમાં જુઓ કોઠારનિ ચિજોની વાત કરી, પણ તેના કપડા, સંગીત, પુસ્તકો કાંઇ ફેકાતું નથી, જે હું પહેરું છું, સાંભળું છું અને વાંચવાની કોશીષ કરું છું.

    My mother didn’t throw out anything, and her daughter is the same. I wrote on this post that I couldn’t get rid of anything in Mom’s pantry, but I also could not dispose of her clothes, her music and her books. I’m now wearing her clothes, listening to her music and attempting to read her books.

    માંને પ્રેમથી ઘરે બનાવવાનુ ગમતુ, તેમ જ દિકરી. મને પહેલા નવીન બનાવવાનો શોખ, હવે ગુજરાતી ખોરાખનું મન થાઇ છે. માં હજુ દિકરીમાં જીવે છે તેની આનંદ કરીએ. માંને પણ આનંદ થયો હો’ત.

    Mom showed her love by cooking at home, and her daughter is the same. I used to like trying new recipes. Now, I yearn for Gujarati foods. Mom lives on in her daughter, and it is good to see this. Mom would have enjoyed this also.

    કેટલાઇ મને કહે છે કે હું માંના કપડા પહેરું અને ગુજરાતી બોલુ ત્યારે માં રુમમાં હોઇ તેવું જ લાગે છે! માં દિકરીમાં જીવે છે, અમેરિકામાં પણ!
    So many have told me that when I wear Mom’s clothes and speak Gujarati, it feels as though Mom is in the room! Mom lives on in the daughter, even in America!

    મીનળ રાવળ, ઇગલવિલ પેન્સિલવેનિઆ
    Meenal Raval, Eagleville Pennsylvania

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s