પુસ્તક પરિચય — And The mountains Echoed

image: WIkipedia | https://en.wikipedia.org/wiki/And_the_Mountains_Echoed

આ નવલકથા ભાઈબેનના પ્રેમની છે. તેઓ અફઘાનમાં ગરીબીમાં ઉછરતા હતાં. ત્યાં તેના મામા આવીને ત્રણ વર્ષની બેનને સારી રીતે ઉછેરવા પૈસાદારને ઘેર લઈ જાય છે, જ્યાં પોતે કામ કરતો હતો. તે અઅવાર નવાર તે લોકોને પૈસા પણ મોકલતો રહેતો. પૈસાદારના ઘરમાં બાળક ન્હોતું એટલે છોકરી સારી રીતે ઉછરી રહી હતી. આ બાજુ તેનો ભાઈ આખી જીંદગીજરતો રહ્યો.

જ્યારે પૈસાદારનાઘરમાં વર- વહુ વચે જગડો થયો ત્યારે વહુ છોકરીને લઈને ત્યાથી નીકળી જાય છે. અને પેરીસ લઈજાય છે. થોડા વરસ ત્યાં રહીને સાનફ્રાન્સિસકો જાય છે. છેલ્લે મોટી થતા છોકરી ગ્રીક આઈલેન્ડમાં સ્થાઈ થાય છે.

જ્યારે પૈસાદાર માણસ મરી જાય છે ત્યારે બધી મીલ્કત છોકરીને નામે મૂકી મરી જાય છે. એટલે મામા છોકરીને શોધને તેને પત્ર લખે છે. જ્યારે છોકરી પાછી કાબુલ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે તેના સાચા મા-બાપ તો બીજા છે. એટલે શોધતી શોધતી ભાઈને મળવા જાય છે. ત્યારે ભાઈને અલઝામર થયો હોય છે. તે તેને ઓળખી શકતો નથી. આ વાર્તામાં બીજા સગાના સસબંધોની વાર્તા પણ જોડાય છે. બધાં સંબધોની ગંછણીઆપણને ઝકડી રાખે છે.


પુસ્તક પરિચય: કોકિલા રાવળ
પુસ્તક: And the Mountains Echoed
લેખક : ખલીદ હોસેઈની — આ લેખકની બીજી બે વાર્તા છે.

૧ . ‘ The kite Runner ‘ ની મૂવી બની છે.
૨ . ‘ A Thousand splendid suns ‘ વાર્તા છે.

Visiting Surka

A English translation of a visit to Surka, mentioned here.


Returning from our trip to Hathab, I was chatting away with our driver. When I asked what village he was from, he told us it was nearby, on our way back to Bhavnagar. And offered to show us his farm. We all agreed to go there.

As we headed to Surka, he filled us in… “We had 250 vigha of land between our four brothers, but the government bought most of it for Rs 12,000 per vigha, leaving four vighas between us four brothers. There were plans for a coal mine here. Each of us brothers ended up settling in Bhavnagar, doing odd jobs. When we get a day off, every week to 2 weeks, we return to the farm to keep it going. There’s enough bajra and peanuts to last us twelve months. From the bajra, we make rotla (bread), and from the peanuts, we get cooking oil. Cotton needs very little water, so we grow some of that for some side income…” By now, we were in Surka.

The village is home to thirteen families. They can marry their first cousins, so all of them are related somehow to each other. They take care of one another’s farms. Each home kept a buffalo for milk.

When we had decided to visit Surka, our driver had notified his family via mobile phone. By the time we arrived, the charpoy was pulled out for us to sit on. A comforter was spread on it. We were offered water first. Inside, the veiled daughter-in-law started the wood-burning clay stove and began preparing tea. Our driver’s mother, Ba, came and sat on the cot with us, engaging us in conversation. The driver and his son were out in the courtyard, spreading out the cotton harvest. Soon, the tea kettle and some saucers arrived. So everyone took a saucer and had some tea. With a buffalo at the house, the tea kettle seemed to be kept going all day long. There seemed to be no custom of keeping tea cups.

Soon, the news spread that there were guests visiting. Someone returning from a funeral came straight to see us. Ba introduced us all. It was suggested that we get a tour of the village. Within a couple of streets, we quickly reached the village limits. During the tour, three other homes opened up to us, each offering us a saucer of tea.

We got to see how they harvested and stored rainwater. By then, Ba met up with us. And added to the stories, saying with pride, “I was the president of the village water supply. This tank was the first we built for the village.”

Having had so much tea, we asked about their toilet. We learned of the new toilet built recently for the whole village, paid for by the government. I must say that it was quite clean. Here, we noticed a tall tamarind tree heavy with fruit. Seeing this, I was reminded of my childhood, sucking on the sour fruit. There are some trees we never get to see in America.

We came back to the cot and Ba picked up the thread of our conversation, offering us the latest news… “The government of Gujarat now wants to dig for coal here. We have been asked to evacuate the village. All 15 villages got together, with our cows, buffalos, goats, children, women and men when the government came with their machines. We demanded to get today’s price for the land before we moved off it.”

Twenty years ago, the government had bought land from these people to dig a coal mine. The law is that if there is no excavation in twenty years, the land should be returned to the people.

“Next month there’s a wedding in our family. Please do come then for the festivities. You know that we wouldn’t be ordering anything from outside. We’ll start with newly formed clay stoves, and make ladoo, dal, bhatt, ringanabateka shaak and bhajiya…” We left, promising to return next month.


Translation: Meenal Raval

છેલ્લી વિદાય

kabar
original watercolor by Kishor Raval

જ્યારે જિંદગીમાં એવી માંદગી આવે કે જેનો કોઈ ઉપાય ન હોય ત્યારે નળીઓથી જીવવા કરતા મોતને સ્વીકારવું આવકારદાયક છે.

ડોકટર કબોર્કિયનના લેખમાં તેણે એકલે હાથે થોડા દાખલા બેસાડી સાબિત કરી બતાવ્યું.

વધુ માહિતી માટે વાંચો: મુઠ્ઠી-ઉચેંરો-ડૉક્ટર

 

રેતીનું ઘર

બેબી રેતીનું ઘર બનાવવામાં મશગૂલ હતી.

પતિ-પત્ની સૂનમૂન ભવાનીમાતાના ઊછળતા દરિયા કિનારાને તાકી રહ્યાં. સામે માત્ર અફાટ ખારો-ખારો જ દરિયો. દરિયાનું એક મોજું એને કંયાયનુ ક્યાંય ઢસડી ગયું.IMG_1227

એણે હળવેકથી બારણાંને સ્પર્શ કર્યો . સ…સ … હે…જ ધક્કો માર્યો ને બારણું ખૂલ્યું. એ અંદર પ્રવેશ્યો. એ તાકી રહ્યો. આ એનો બેઠક રૂમ. આગળ વધ્યો. આ એનો બેડરૂમ. એ રોમાંચિત થયો. સુહાગરાત… બેબીનો જન્મ… ને એ મધુર સ્મરણોમાં લીન થઈ ગયો. રીડિંગરૂમમાં ધકેલાયો. આ એના પ્રિય ટેબલ ખુરશી. પ્રિય પુસ્તકો ને પ્રિય લેખકો, ટાગોરની તસવીર, કણ્વ મુનિનો આશ્રમ ને શકુંતલાનું મોટું ચિત્ર એ એની પ્રિય દુનિયામાં ખોવાઈ ગયો.

હજુય એ ઓરડા જોઈ રહ્યો હતો. બા-બાપુજીનોય જુદો ઓરડો હતો. બા-બાપુજી જ સાચું ઘર હતાં ને.

થોડી વારે બેબી પાપ્પા નો હાથ ખેંચીને ‘પોતાનું ઘર’ બતાવવા લઈ ગઈ. એ આનંદમાં આવી ગઈ હતી.

એક મોજું આવ્યું ને બેબીનું ઘર …

એક મોજું આવ્યું ને એક પછી એક બા-બાપુજી ગયા ને સાથે પોતાનું ય ઘર…

બેબી ચીસ પાડી ઊઠી. ઘર… મારું ઘર… પપ્પા! મારું ઘર… કરતીક વધુ રડવા લાગી. એ ક્યાંય સુધી હીબકાં ભરતી રહી…

એને પણ લાગી આવ્યું …

બેબીને સમજાવવું વ્યર્થ હતું કે રેતીનું ઘર તો …

એની આંખો પણ દરિયો બની ગઈ હતી …


લેખક: હરીશ મહુવાકર
નવચેતનમાં પ્રસિદ્ધ પામેલી
‘અમે’ પુસ્તક નસીમ મહુવાકર અને હરીશ મહુવાકરનુ સજોડે ટૂંકી વાર્તાઓનું સર્જન છે.
બંનેની વાર્તાઓ દિલને સ્પર્શી જાય તેવી છે.

મારૂં સ્વર્ગ

વસંતે કિશોરકુંજમાં ટહુકા કરૂં
મારૂં સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

ગ્રીષ્મમાં લીલી હરિયાળી માણું
મારૂ સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

પાનખરમાં રંગીન દુનિયા માણું
મારૂં સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

હેમંતમાં ઘરમાંથી બર્ફીલી દુનિયા નિહાળું
મારૂ સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

એકજ અરજ ઈશ્વર કને
કે સજા કર મને અહીં
મારૂં સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે.

કોકિલા રાવળ, ૨૦૦૨

નદી મારા એકલાની છે?

ગાંધીજી સવારે વહેલા ઊઠે. ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું. તે માટે પાણીની નાની લોટી પિકદાની પથારી પાસેજ રાખેલા હોય તે વડે ત્યાં જ પતાવે.

મોહનલાલ પંડયા કહે: બાપુ, પાણીનો તોટો છે? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?

ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું: મારૂં મો તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહી એ કહોને?

પંડયાજી કહે: એ તો છે જ ને!

ગાંધીજી: તો પછી વાંધો કયાં છે? તમે લોટે લોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મો પર પાણી ચોપડોછો. હું પાણી વડે મો બરાબર સાફ કરૂં છું. આટલું પાણી પૂરતું છે.

પંડયાજી: પણ નદીમાં આટઆટલું પાણી છે ને….

ગાંધીજી: નદીનું પાણી કોને માટે છે? મારા એકલા માટે છે?

પંડયાજી: સૌને માટે છે. આપણા માટે પણ છે….

ગાંધીજી: બરોબર, નદીનું પાણી સૌ – પશુ, પંખી, માણસ, જીવજંતુ સૌને માટેછે. મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું જરૂર હું લઉં. પણ વધારે લેવાનો મને હક નથી. સહિયારી મિલકતમાંથી ખપ કરતા વધારે આપણાથી લેવાય?

ગાંધી ગંગા, મહેંદ્ર મેઘાણી

ઓટલો

ઓટલો

ઘરના આંગળણીયાની બહાર મારો રે આવાસ
એકલો અટૂલો હું ભલે, રાખું છું. મોટો પરિવાર
પ્રભાતે રવિદેવ આવે, નાનકડા ભૂલકાં ભાથું લઈ આવે
મોટા શિશુઓ રમીને થાકતા, વિસામો ખાવા આવે

બપોરે જમવા જાય, મારે સદાય ઉપવાસ, પ્રેમરસથી પેટ ભરાય
ડોસીઓને વહુવારુ, વાતોના સ્વાદિષ્ટ વડાએ પીરસે
મારૂં મોં ભરાય, પણ એમાં પાણી ના આવે લગાર
મારે ના સ્વાદનો નાદ, વાતો -ઉમંગથી પેટ ભરાય

થાક્યા પથિકો બપોરે આવે, બેસીને ભાતું થાય
દસ ડગલા છેટી પરબડી, પાણી પી ઓડકાર થાય
બપોરે ડોસીઓ ભેગી થાય, પાન ને છીંકણીની લહાણી થાય
ઘરની ને ગામની વાતું થાય , એ તો ઓટલા પરિષદ કહેવાય!

સાંજે થાકેલો વટેમાર્ગુ આવે, થાક ઉતારી વિસામો લે ને
સાંજના પવનની લહેરખી સાથે, આનંદે મારા ખોળામાંય
રાતના ઘરના મોભીઓ આવી, કરે એકમેકને રામરામ
અલકમલકની વાતો કરતા પોતાની બડાશો હાંકતા!

પોતાના હુંકાર, અભિમાન, તેમાં કોણ ચઢિયાતો થાય?
ક્રોધ , લોભ, વેરના કડવાં ગીતો, સાંભળીને હું ખળભળી જાતો,
મારે તો મૌનવ્રત , સાંભળીને હૈયું વલોવાય કાંંય ના કહેવાય
સલાહ, સૂચન ના અપાય, હું એકલો અટૂલો નિરાધાર!

‘સ્પંદન’ના સૌજન્યથી, હંસા શાહ

દરિયો 

અનીલ જોશીની “ઓરાં આવો તો વાત કરીએ” પુસ્તકમાંથી

દરિયો

દરિયો બનીને હું તો પડઘાતો નીકળું પથ્થરને અડકું તો રેતી

રેતીના કણકણમાં સળવળતો ઘૂઘવાટ એકલતા સાંભળી લેતી.

ભૂખરી દિશાઓના ધુમ્મસિયા વાયરે ઓસરતો જાય અંધકાર

ઊછળતાં મોજાંની કારમી પછાડના પરપોટે ફૂટતું સવારman-riding-wave

ઘૂઘવતા તડકાની સોનેરી લ્હેરખી વિખરાતું ફીણ જોઇ રે’તી

દરિયો બનીને હું તો પડઘાતો નીકળું પથ્થરને અડકું તો રેતી.

અંધારે અજવાળે ડૂબતો રહું ને મારા, અંતરમાં ખળભળે બળાપો

તરનો રાખે રે મને નાનકડો સાવ પેલા ખારવાના ગીતનો તરાપો.

અફળાતી કાય મારી નભમા સમાય ના! વરસીને ઝરણું થઇ વ્હેતી

દરિયો બનીને હું તો પડઘાતો નીકળું પથ્થરને અડકું તો રેતી.

ઘાત ગઇ

કોકિલા રાવળ

હું સત્તરેક વર્ષની હોઇશ ત્યારનો આ બનેલો બનાવ છે. ત્યારે અમે લીમ્બીમાં (મલાવી, આફ્રિકા) રહેતા હતા. ત્યાં છઠ્ઠા ધોરણ સુધીનુંજ ભણતર હતું. ત્યારે ત્યાં બ્રીટીશનું રાજ હતું. ઈંગ્લીશ શીખવું જરુરી હોવાથી હું અને મારી મોટીબેન મીસીસ ડાલ્વી, એક ખ્રિસ્તી આંટી, પાસે ટ્યુશન લેવા જતા.

એકાદ માઇલ દૂર તેનું ઘર હતું ત્યાં બપોરના સમયે અમે ચાલતા ચાલતા જતા. રસ્તામાં કાર રીપેરીંગનું એક ગરાજ આવતું. બે દેશી ભાઇઓ આ ગરાજ ચલાવતાં. ગામમાં તેની છાપ દારુડિયા તરીકેની હતી એટલે અમે તેનાથી બહુ ડરતા. જ્યારે તે ગરાજ પાસેથી અમે પસાર થઇએ ત્યારે અમે નીચુ જોઇ ઝડપથી ચાલતા. અમને ખબર હતી કે તેઓ અમારી સામે તાકી તાકીને જોયા કરે છે. આમ તો બીચારા એકલા-અટુલા પરદેશમાં આવી પડેલા મહેનતું માણસો હતા.

મીસીસ ડાલ્વી ભણાવવા કરતાં અમારી પાસે કામ કરાવવામાં મહા હુશિયાર હતા. તેમને ખાવાનો બહુ શોખ હતો. આપણું ખાવાનું તેને બહુ ભાવતું. તેના ઘરની પાછળ એકાદ એકર જેટલી જમીન હતી. તેમાં તેણે ઘણી જાતના શકભાજી વાવેલા. તે શરીરે બહુ ઝાડા હતા, એટલે મને આ લઇ આવ અને પેલુ લઇ આવ કરીને શાકભાજીની વાડીમાં દોડાવે. મારી બેનને રસોઇ કરવાનો બહુ શોખ હતો. તેને ભણવામાં ઓછો રસ હતો. તેની રસોઇના વખાણ થાય એટલે તે હોંશે હોંશે રસોઇ કરી આપતી. આમ થોડા વખતથી ચાલતુ હતુ.

અમે મીસીસ ડાલ્વીને ત્યાં જતા હતા તે દરમ્યાન ઉનાળો હોવાથી દર રવીવારે અમારું કુટુંબ મિત્રો સાથે બે ત્રણ કાર લઇને ભાતા પોતા લઇને ફરવા નીકળી પડતા.

એક વખત અમે લીકુબ્લા નદીએ ગયા હતા. આજુ બાજુ મોટા પથ્થરો હતા. ઝરણામાથી પાણી ભરાઇ કુંડ જેવુ થતું હતું. પાણીમાં બધા છબછબિયા કરતાં હતાં. હું ઉંચી હતી એટલે મને થયું કે હું ડોક સુધી પાણીમાં જઇ શકું. મને તરતાં ન્હોતું આવડતું. શોલો ચડ્યો એટલે હું તો આગળ વધી. ડોક સુધી પાણીમાં કુદકા મારતી હતી. ત્યાં પગ નીચાણવાળા પાણીમાં પહોંચી ગયો અને મારા માથેથી પાણી ફરી વળ્યું.

Photo of Likhubula Lake, credit: http://www.sid-thewanderer.com/2014/10/mount-mulanje-trek--likhubula-falls.html
Photo of Likhubula Lake, credit: http://www.sid-thewanderer.com/2014/10/mount-mulanje-trek–likhubula-falls.html

હું મુંજાઇ ગઇ. હવે હું આમાંથી બચીશ નહીં તેનો ખ્યાલ આવી ગયો. એટલે બધાંને યાદ કરીને મનમાં અલવિદા કહેવા માંડી. બધાની સાથે કિશોરને પણ અલવિદા કરી દીધી. છેલ્લે ભગવાન પાસે મારી જીંદગીમાં કાંઇ ભુલચુક થઇ હોય તો માફી પણ માગી લીધી. બે ચાર વાર પાણીની સપાટી ઉપર આવી. હાથ ઉંચા કરવા માંડી. પગ તળિયાને અડતા ન્હોતા. ત્યાં સામેના પથ્થર ઉપર પેલા બે ભાઇઓ પણ ઉજાણી કરવા બેઠેલા. તરત તેમાંથી એકે પાણીમાં ધુબાકો માર્યો. તે મને બચાવવા આવી રહ્યો હતો. કહેવત છે ને કે ડુબતો માણસ તરણાને પણ પકડે. હું તો જેવો તે નજીક આવ્યો તેવો તેને વળગી પડી.

ડુબવાના પ્રસંગ પછી જ્યારે મીસીસ ડાલ્વીને ત્યાં અમે જતાં ત્યારે પેલા ગરાજ આગળથી પસાર થતાં. તે વખતે અચુક હું હાથ ઉંચો કરીને તેઓને મીઠું સ્મીત આપતી. તેઓ તો તેટલાથી જ બહુ ખુશ હતા અને મને સામુ સ્મીત આપતા.

કોણ કહે છે કે દારુડિયા સારા નથી હોતા!