જીવન પગથારે – પુસ્તક પરિચય

નિરૂપમાબેને “ જીવન પગથારે “ નામનુ પુસ્તક તેમના પિતાશ્રીને ૭૫મા વર્ષે ભાવાંજલિ અને પરિવારને સ્નેહાંજલિ રૂપે પ્રગટ કર્યું છે. તેમના જીવન દરમિયાન બંગલાદેશ, ભારત, ફિલિપીન્સ અને અમેરિકામાં તેમણે વસવાટ કરેલો હતો.

પુસ્તકમાં તેમના મોસાળની વાતો રસભરી રીતે વર્ણવી, અને મા-બાપના સંસ્કાર તેમના જીવન ઘડતરમાં ઘણો ભાગ ભજવ્યો હોવાથી તેમના માટે રૂણ અદા કરી.

નાનપણમાં કાકા કાલેકરના પુસ્તકોના વાંચનથી પ્રભાવિત થયા હોવાથી તેમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. તેમના પ્રોતસાહનથી લખતા થયા.

અમદાવાદમાં  શ્રેયસમાં શિક્ષણ ક્ષેત્રે લીનાબેન સાથે કામ કરી અનુભવ લીધો.

નિરૂપમાબેને પ્રેમ લગ્ન કર્યાં હતા. તેમના પતિનો સાથ પણ સારો રહ્યો તેથી લગ્ન પછી વધુ ભણી શક્યા.

જ્યોતિમાસી અને મનુમાસા ડોક્ટર હતા અને તેમના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં પ્રેમપૂર્વક, સમય ફાળવી જરૂર પડે સલાહ સુચન આપતા. તેની વાતો પણ પુસ્તકમાં વણી લીધી છે.

નિરૂપમાબેને ધૂમકેતુની ટૂંકી વાર્તાઓનુ અનુવાદ કર્યું છે. તેમની સાથેના પત્રવ્યવહારનુ પુસ્તક ‘ વિદ્યાર્થીને પત્રો ‘ પણ પ્રકાશીત થયુ છે. 

અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી ભાષા પરના પ્રભુત્વ માટે તેમને દાદ આપવી ઘટે.  તેમના મુખે તેમના જીવનની વાતો સાંભળવી તે પણ  ળવી એક લ્હાવો છે.


પરિચયકાર : કોકિલા રાવળ

               

પુસ્તક પરિચય – The Best of Me

The Best of Me by Nicholas Sparks — આ નવલકથાની રચના ૧૯૮૪કેરોલાઈનાની હાઈસ્કુલમાં ભણતા એમાંદા અને ડોસનનીબંનેની જાત અલગ હતી. એમાંદા ઉંચા કુળની હતી અને પૈસાદાર કુટુંબમાં ઉછરેલી હતી. જ્યારે ડોસનનુ કુળ હલકુ ગણાતુ હતું. તેના બાપદાદા ખુની હતા પરંતુ તેનામાં એ સંસ્કાર ઉતર્યા નહોતા. ડોસન એકદમ શાંત અને નરમ હતો. એક ઉનાળામાં આ પ્રેમ પ્રસંગ પાગર્યો .

બંનેના અલગ રસ્તા થતા છૂટા પડ્યા. એમાંદા કોલેજમાં બહારગામ ભણવા જાય છે.  જ્યારે ડોસન ગરીબ હોવાથી કોલેજમાં ભણવા જઈ શક્યો નહીં.

ડોસનના બાપનો સ્વભાવ આકરો હતો. એકવાર ગુસામાં તેને ઘરમાંથી કાઢી મૂકયો તેથી તે એક કાર મીકેનીકને ત્યાં કામ શોધી ત્યાં ગરાજમાં રાતે પડ્યો રહેતો.મીકેનીકને છોકરા નહોતા એટલે તેને પોતાના છોકરાની જેમ રાખતો. એમાંદા વેકેશનમાં આવતી ત્યારે ડોસનને મળતી .

થોડા વખતમાં ડોસનને દરિયા વચાળે ઓઈલ રીગમાં નોકરી મળી. બંનેનુ મળવાનુ બંધ થાય છે.

એમાંદાના બાપને આ સંબધ મંજુર નહોતો. તેથી તેની ઉપર દબાણ કરી તેને પૈસાદાર ડોક્ટર સાથે પરણાવી.

ડોસન અને એમાંદા એકબીજાને ભૂલી નહોતા શક્યા. ડોસને લગ્ન ન કર્યા અને એમાંદાની યાદમાં જીવતો હતો. એમાંદા બધી વાતે સુખી હતી પરંતુ તેનુ લગ્ન જીવન પ્રેમ વીહોણુ હતુ. તેને ત્રણ બાળકો થયા પણ એક બાળક ગુજરી જતા તે અસ્વસ્થ રહેતી. વરસમાં બે ત્રણ વાર પીયર પહોંચી જતી. તે ગરાજના માલિકને મળતી અને ડોસનના સમાચાર પૂછતી.કોઈવાર તેને રસોઈ પણ કરી આપતી અને પોતાનુ મન ઠાલવતી.

મીકેનીક મરણપથારીએ પડ્યો ત્યારે તેણે બંને્ ઉપર પત્ર લખી વકીલને સોંપી રાખ્યા હતા. ફ્યુનરલ પત્યા પછી જ આ પત્રો સોંપવા તેવી ભલામણ કરેલી.

પચીસ વર્ષ પછી તેઓ મીકેનીકના ફ્યનરલમાં મળ્યા અને બે દિવસ સાથે ગાળ્યા.મીકેનીકની ઈચ્છા પ્રમાણે તેઓ અસ્થી પધરાવવા ગયા, જ્યાં મીકેનીક દંપતિ અવારનવાર જતા. જગ્યા રણિયામણી હોવાથી બંને અવાક થઈ ગયા. તેઓ પહેલા તો આખા ઘરમાં ફર્યા  અને કલ્પના કરી અને તેઓને ખ્યાલ આવી ગયો કે  મીકેનીકે શા માટે આ જગ્યા પત્ની માટે પસંદ કરી અને તેને સુંદર બગીચામાં દફનાવવામાં આવી.

ત્યાંથી તેઓ કમને છૂટા પડ્યા. ડોસનને ઘણાં વખતથી તેના ભત્રીજાઓ સાથે અણબનાવ હતો તેથી તે ગામમાં આવતો જ નહીં. ભત્રીજાઓને ખબર પડતા કે ડોસન ગામમાં ફ્યુનરલ અંગે આવ્યો હશે એટલે ડોસનનો પીછો કરી એક હોટેલમાં કોફી પીવા રોકાયેલા ડોસનને બંદૂકથી મારી નાખ્યો.

એમાંદાનો વર દારૂડિયો હતો બાકી તે સ્વભાવે સારો હતો.એમાંદા ફ્યુનરલમાં ગઈ હતી ત્યારે તેણે વધારે દારૂ ઢીંચ્યો અને ઘેર પહોંચવાની હાલતમાં નહતો એટલે દીકરાને  ફોન કરી બોલાવ્યો.

દીકરો બેનપણીને મળવા ગયો  હતો ત્યાંથી તે બાપને તેડવા નીકળ્યો.પાછા ફરતા કારનો અકસ્માત થયો . બાપને નાક ઉપર વાગતા લોહીલુહાણ હાલતમા હતો.દીકરાને છાતી ઉપર સખત ઈજા થઈ હોવાથી હોસ્પીટલમાં દાખલ કરવામાં  આવ્યો હતો.એમાંદાને ખબર પહોંચતા તે મારંમાર હોસ્પીટલમાં પહોંચી. ડોક્ટરના કહેવા પ્રમાણે તેને હાર્ટ ટ્રાન્સપ્લાંટની જરૂર પડી.

ડોક્ટરને તપાસ કરતા હમણાંજ કોઈનુ મૃત્યુ થયુ હતું તેવી ખબર પડી અને તે હાર્ટ દીકરાને બંધબેસ્તુ પણનીકળ્યુ. દીકરો ધીરે ધીરે સાજો થઈ ગયો. વરે દારૂ છોડવાનુ પણ લીધું.

ડોસને એકવાર એમાંદાને કહેલુ કે “I will give the best of me”. આ વાર્તાની મૂવી પણ બની છે, The Best of Me.


નવલકથાકાર: Nicholas Sparks

પુસ્તક પરિચય: કોકિલા રાવળ.

                                 

નવરાત્રીના ગરબા

 

This past week, a lovely book came my way via Whatsapp. Titled “ચાંદો ઊગ્યો ચોકમાં”, the collection of garba songs is delightful. Download the entire book, or order a print copy from the publishers.

 

Here’s a classic one…


Kokila Raval

પુસ્તક પરિચય–  Lunch with Buddha

ઓટો નામના માણસની પત્ની ગુજરી ગઈ પછી તે બહુ નીરાશ રહેતો હતો. તેની બહેન ભાઈને આ પરિસ્થિમાંથી કાઢવા ન્યુયોર્કથી સીયાટલ સુધીનો પ્રવાસ ગોઠવે છે. બહેન નોર્થ ડાકાોટાથી તેના વર અને છ વર્ષની દીકરી સાથે સીયાટલ એરપોર્ટ સીધા મળવાના હતા. ઓટોના બે બાળકોને વેકેશન હોવાથી સાથે જોડાણાં. આવતા સત્રમાં તેઓ ઘર છોડી કોલેજ જવાના હતાં એટલે તેને વધારે એકલાપણું લાગી રહ્યું હતું . 

સીયાટલમાં બે દિવસ સાથે રહયા પછી તેઓ વોશીંગટન સ્ટેટમાં આવેલી વહેતી નદીમાં અસ્થી પધરાવવા કાર રસ્તે  ઉપડાયા. ત્યાર પછી બનેવીના મિત્રને એક જુની ટ્રક નોર્થ ડાકોટા પહોંચાડવાની હતી એટલે બહેન બધાં બાળકોને લઈને ત્યાંથી છૂટી પડી. 

સાળો બનેવી નવસો માઈલની મુસાફરીમાં જાત જાતના અનુભવો મેળવતા આનંદ કરતા અઠવાડિયા પછી પાછા કુટંબ સાથે ભેગા થયા.

બનેવી બુદ્ધના ધર્મ ઉપર પુસ્તકોનો લેખક હતો અને તેના વ્યાખ્યાનો માટે પ્રખ્યાત હતો. મુસાફરી દરમિયાન બનેવીના રમુજી સ્વભાવના કારણે દરેક પ્રસંગે ઓટોને હળવાશથી બુદ્ધના સિદ્ધાંતોથી જિંદગી જીવવાની કળા શીખવતા તેનુ મન હળવું કર્યું.


નવલકથાકાર: રોનાલ્ડ મેરૂલ્લો — Ronald Merullo, Lunch with Buddha

નોંધ: બીજા બે પુસ્તકોના નામ —Breakfast with Buddha and Dinner with Buddha

સંપાદક: કોકિલા રાવલ


 

The Sound of Gravel (પુસ્તક પરિચય)

રૂથ તેની માની ચોથી બાળકી હતી.અને નવાબાપના બેતાળીસમાં તેનો નંબર ઓગણચાલીસમો હતો. તેઓના બાપ દાદા ચુસ્ત મોરમન ધર્મ પાળતા અને બહુ પત્નીમાં માનતા. બધા અંદરોઅંદર લગ્ન પણ કરતા. તેઓ મેક્સીકોના નાના ગામમાં ખેતીવાડી કરી જીવન ચલાવતા. તેઓના ઘરમાં વીજળી કે પાણીની વ્યવસ્થા નહોતી. જે સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે તેને સ્વર્ગ મળશે તેવી માન્યતા ધરાવતા.  રૂથના કાકા ધર્મના  અધિપતી થવા માટે તેના બાપની હત્યા કરે છે. મા બીજા ધાર્મીક માણસ સાથે લગ્ન કરે છે. 

રૂથ જ્યારે બાર તેર વર્ષની થાય છે ત્યારે તેને નવાે બાપ છેડતી કરવાની શરૂઆત કરે છે. નવા બાપની બીજી પત્નીઓ પણ નજીક રહેતી હોય છે. રૂથ જયારે તેઓની છોકરીઓ સાથે રમતી હોય છે ત્યારે તેને બીજી છોકરીઓ દ્વારા ખબર પડે છે કે તેઓ ને પણ  તેવો અનુભવ થયો છે.

આર્થીક મદદ લેવા રૂથની મા બાળકો સાથે મેક્સીકોની બોર્ડર ક્રોસ કરી અવારનવાર આવન જાવન કરતી હોય છે. બાપ બીજા નાના મોટા કામ પણ કરતો હોય છે.નવા બાપનેનજીકમાં પાેતાની કામ કરવાની જગ્યા હતી ત્યાંથી વીજળીનુ કનેકશન ઘર માટે નાખે છે. એક વખત જ્યારે બહુ વરસાદ પડતો હોય છે ત્યારે રૂથના નાના બે ભાઈઓ વરસાદમાં રમવા નીકળે છે ત્યારે વાયર બરાબર ઉંડા ડાટ્યા ન હોવાથી બંને ભાઈઓને શોક લાગવાથી મરી જાય છે. તેને બચાવવા જતા તેની મા પણ મરી જાય છે. રૂથને બહુ આઘાત લાગે છે.

રૂથને અમેરિકા વધારે પસંદ હોય છે.  તે વિચાર કરતી થાય છે કે જે ધર્મમા તે જન્મી છે તે તેને માટે નથી. અને તે તેના ભાઈબહેનોની જિંદગી વિષે પણ ચિંતા કરતી હોય છે.

આ વાર્તા રૂથની દશ્ટીએથી કહેવામા આવી છે. શાંતિ અને પ્રેમ માટે હિંમતથી બધાં ભાઈબહેનને કેવી રીતે અમેરિકા પલાયન કરે છે અને તેઓને સ્થાઈ કરે છે. તે દીલચશ્પ કહાની  આપણને છેક લગી જકડી રાખે છે.

ઝીણી ઝીણી વીગતથી લખાયેલી આ વાર્તા જાણે ચલચિત્ર જોતા હોઈએ તેમ લાગે. સાથે રોજનીશીમાંથી લખાયેલી પણ લાગે. લેખિકાનુ આ પ્રથમ પુસ્તક છે. તેની યાદ દાસ્તાનમાથી લખાયેલી આ સત્યઘટના છે. 


લેખિકા: રૂથ વોરનિઅર (Ruth warnier)

પુસ્તક પરિચારક: કોકિલા રાવળ.

પુસ્તક પરિચય — Still me

છોકરી અપંગ માણસની સેવા કરતી હોય છે તેઓ બંને પ્રેમમાં પડે છે. માણસ જાણે છે કે આગળ ભવિષ્ય નથી એટલે

Image credit: jojomoyes.com

તે નીરાશ થઈને આપઘાત કરે છે. તેના સબંધ દરમિયાન તેણે ઘણી શીખામણો આપી હોય છે જે તેને ભવિષ્યની મુશ્કેલીઓમાં કામ આવે છે. એમાની એક શીખામણમાં તને શું બનવુ છે. તારી જાતને ઓળખી મનગમતુ કામ શોધી કાઢજે.

પછી તે બીજાના પ્રેમમાં પડે છે તે દરમિયાન તેનો ભત્રીજો ન્યયોર્કમાં પૈસાદાર કુટુંબમાં એક વર્ષની નોકરી કરવા બોલાવે છે. તે સાહસ કરીને નવા અનુભવ લેવા ઉપડે છે. રોજ તેના પ્રેમીને ઈ-મેઈલ કરતી રહે છે.

એરપોર્ટથી માંડીને રોજે રોજના અનુભવો અને લંડનમાં પોતાની નાનકડી દુનિયા સિવાય કંઈ જોયેલુ ન હોવાથી અચરજ પામે છે.

તેનુ કામ માનસિક તાણ અનુભવતી નીરાશ બાઈને સાથ આપવાનુ હોય છે. પૈસાદાર સમાજમાં ફરવાથી તેને ઘણું જાણવા મળે છે પણ તેમાં તેને ગુંગણામણ થતી હોય છે. તેને બધું ઓપચારીક લાગે છે. તે હંમેશા લંડન સાથે સરખામણી કરતી રહે છે. ત્યાં તેના દાદા ગુજરી જાય છે ; વણ કહેલી વાતો, અને મરતી વખતે સેવા ન કર શકી તેનો અફસોસ થાય છે. તે અઠવાડિયાની રજા લઈને ઉપડે છે.

ફ્યુનરલમાં આગલા પ્રેમીને મળે છે. વચમાં દરિયાપારના સહવાસને લીધે અને બંનેના કામના બોજાને લીધે થએલી ગેર સમજ દૂર થાય છે.

નવલકથાના અંતમાં તેને મળવાની અધીરતાનુ પળેપળનુ વર્ણન સુપરે છે.છેલ્લે વિચાર કરે છે કે મેં આખી જીંદગી બીજાની સેવા કરી છેં હવે મારે મારી રીતે જીવવું છે.

પૈસાદાર લોકોના જીવન, તેના સબંધો, તેને શા માટે છ મહિનામાં પાછું જવું પડે છે અને તેના ન્યુયોર્કના અનુભવો વાંચવા માટે જીણવટભર્યા વર્ણન કર્યાં છે.


પુસ્તક પરિચય: કોકિલા રાવળ
પુસ્તક: Still Me
નવલકથાકાર: Jojo Moyes ( #1 best selling author of “Me before you “)

પુસ્તક પરિચય — And The mountains Echoed

image: WIkipedia | https://en.wikipedia.org/wiki/And_the_Mountains_Echoed

આ નવલકથા ભાઈબેનના પ્રેમની છે. તેઓ અફઘાનમાં ગરીબીમાં ઉછરતા હતાં. ત્યાં તેના મામા આવીને ત્રણ વર્ષની બેનને સારી રીતે ઉછેરવા પૈસાદારને ઘેર લઈ જાય છે, જ્યાં પોતે કામ કરતો હતો. તે અઅવાર નવાર તે લોકોને પૈસા પણ મોકલતો રહેતો. પૈસાદારના ઘરમાં બાળક ન્હોતું એટલે છોકરી સારી રીતે ઉછરી રહી હતી. આ બાજુ તેનો ભાઈ આખી જીંદગીજરતો રહ્યો.

જ્યારે પૈસાદારનાઘરમાં વર- વહુ વચે જગડો થયો ત્યારે વહુ છોકરીને લઈને ત્યાથી નીકળી જાય છે. અને પેરીસ લઈજાય છે. થોડા વરસ ત્યાં રહીને સાનફ્રાન્સિસકો જાય છે. છેલ્લે મોટી થતા છોકરી ગ્રીક આઈલેન્ડમાં સ્થાઈ થાય છે.

જ્યારે પૈસાદાર માણસ મરી જાય છે ત્યારે બધી મીલ્કત છોકરીને નામે મૂકી મરી જાય છે. એટલે મામા છોકરીને શોધને તેને પત્ર લખે છે. જ્યારે છોકરી પાછી કાબુલ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે તેના સાચા મા-બાપ તો બીજા છે. એટલે શોધતી શોધતી ભાઈને મળવા જાય છે. ત્યારે ભાઈને અલઝામર થયો હોય છે. તે તેને ઓળખી શકતો નથી. આ વાર્તામાં બીજા સગાના સસબંધોની વાર્તા પણ જોડાય છે. બધાં સંબધોની ગંછણીઆપણને ઝકડી રાખે છે.


પુસ્તક પરિચય: કોકિલા રાવળ
પુસ્તક: And the Mountains Echoed
લેખક : ખલીદ હોસેઈની — આ લેખકની બીજી બે વાર્તા છે.

૧ . ‘ The kite Runner ‘ ની મૂવી બની છે.
૨ . ‘ A Thousand splendid suns ‘ વાર્તા છે.

પુસ્તક પરિચય – Two Lives by Vikram Seth

વિક્રમ શેઠનુ ‘Two Lives’ પુસ્તક દેશ અને જાતિય ભેદની પ્રેમ કહાની છે અને આપણને જકડી રાખે છે .

વિક્રમ શેઠના શાંતિકાકા ૧૯૩૦માં ભારતથી જર્મની દાંતના દાક્ટર થવા ગયા. ત્યાં યહુદી કુટુંબમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા. જ્યાં ઘરની દિકરી સાથે તે પ્રેમમાં પડ્ડેયા.

image: https://en.wikipedia.org/wiki/Two_Lives_(non-fiction)

થોડાં સમયમાં હીટલરની નાઝી પાર્ટી યહુદીને વીણી વીણી પધ્ધતિસર ગેસ ચેંબરમાં મોકલ્યા. ત્યાં બીજું વિશ્વ યુધ્ધ શરૂં થાયું, અને તેમાં શાંતિકાકાની ભરતી થઇ. લડાઇમાં તે દરમ્યાન તેની ઉત્તરઆફ્રિકા, મીડલ ઈસ્ટ અને મોન્ટે કસીનોમાં નીમણુક થઇ — એ યુદ્ધમાં તેનો જમણો હાથ ખડી પડ્યો.

બાકીનું ભણતર ઈંગલાંડ, કેલિફોર્નિયા, અને ચાઈનામાં પૂરૂં કરી લંડનમાં પ્રેકટીશ શરૂં કરી. શરૂઆતમાં હાથની તકલીફ હોવાને કારણે બીજાના મદદનીશ તરિકે કામ કર્યું. પછી ઘરમાં જ પોતાનું દવાખાનુ ખોલ્યું.

તેની પ્રેયસી જ્યારે લંડન આવી ત્યારે તે કોઈને ઓળખતી ન હોવાથી શાંતિકાકા સાથે રહેવા લાગી. બે વર્ષ પછી તેઓએ લગ્ન કર્યાં.

વિક્રમ શેઠ પોતે જ્યારે ઈંગલાન્ડ ભણવા ગયા ત્યારે કાકી સાથે પરિચય થાયો. તેને કાકા-કાકીની માયા બંધાણી. આ વાર્તા કાકીના ગુજરી ગયા પછી લખાણી. કાકીના જર્મન રહેતા મિત્રોની સાથે થયેલો પત્રવ્યવહારનો ઘણો ઉલેખ છે. બાકી કાકાનો ઈનટરવ્યુ કટકે કટકે લેધો. વિક્રમ શેઠ પોતાનો અનુભવ પણ ઉમેરે છે.

કાકીના ગુજરી ગયા પછી કાકા દસ વર્ષે મર્યા. તેની માંદગીનો અનુભવ સરસ રીતે આલેખાયો છે. પાછળથી કાકા વીલ બદલાવિ. તેની વિક્રમ શેઠના મન ઉપર થતી અસર ખાસ નોંધ પાત્ર છે.


પુસ્તક પરિચય લેખક: કોકિલા રાવળ

પુસ્તક પરિચય – The Inheritance Of Loss by Kiran Desai

જેમુભાઈ પટેલ નામના જજનો જાહોજલાલીનો સમય પૂરો થાય છે.નીવૃત થયા પછી શાંતિમય જિંદગી પસાર કરવા માટે કાંચનચંઘાના તળેટીમાં આવેલા કાલીમપોંગના ગામમાં સ્થાયી થાય છે. તેનો રસોયો અને મટ નામની કુતરી પણ સાથે રહેતા હોય છે.

એક દિવસ ઓચિંતાની તેની પૌત્રી સાઈ અનાથ આશ્રમમાથી તેમની સાથે રહેવા આવે છે. જજની શાંતિની જિંદગીમાં થોડો ખળભળાટ થાય છે. સાઈ રસોડામાં રસોયા સાથે વાતો કરવા પહોંચી જાય. જજને બહુ બોલવાની ટેવ નહીં . રસોયો જુનો હતો. સાઈ કુટંબની વાતો પૂછે એટલે રસોયો મીઠું મરચું ભભરાવી રસપૂર્વક વાતો કરે.

https://en.wikipedia.org/wiki/The_Inheritance_of_Loss

રસોયાનો દીકરો બીજુ અમેરિકા વગર કાયદેસર ગયો હોય છે. તે જુદી જુદી રેસ્ટોરેન્ટમાં ગ્રીન કાર્ડ વગર કામ કરતો હોય છે.

સાઈને ગણિત અને વિજ્ઞાન શીખવવા માટે જ્ઞાન નામના કોલેજ ગ્રેજ્યુએટને માસ્તર તરીકે રાખવામાં આવે છે. તેઓ બંને એકબીજાના પ્રેમમાં પડે છે. છોકરો નેપાળી હોય છે.

નેપાળ જ્યારે સ્વતંત્ર થવા માટે ચળવળ શરૂ કરે છેત્યારે નેપાળી યુવાનો સાથે જ્ઞાન મોરચામાં જોડાય છે.

જજ, કુતરી,રસોયો ,બીજુ, સાઈ અને જ્ઞાન બધાંનુ અંતમાં શું થાય છે તે જાણવા માટેપુસ્તક વાંચવા જેવું છે.નેપાળી ઈતિહાસને વણી લેતુ પુસ્તક છે. લેખિકાનું ઝીણવટ ભરેલું વર્ણન પણ રસદાયક છે.

 


લેખક: કોકિલા રાવળ, ફિલાડેલ્ફિયા

પુસ્તક પરિચય – The Rent Collector by Camron Wright

આ વાર્તા કંબોડિયાના એક મ્યુનીસીપાલીટીના ડંપસ્ટરની છે. ધણાં કુટંબોની તેમાંથી રોજી નીકળતી હતી. એક યુગલ ત્યાં રોજ ડબા- બાટલી અને પસ્તી વીણવા આવતું હતું. તેમાંથી તેનું ગુજરાન ચાલતું. તેને એક માંદલું બાળક પણ હતું. તેનો દવાનો ખરચો પણ અવાર નવાર થઈ જતો.

નજીકના વસાહતમાં તેઓ રહેતા હતાં. ઘરને ત્રણ દિવાલ હતી. ચોથી દિવાલને તાપડા થી ઢાંકતાં. તે દરવાજા તરીકે પણ કામ આપતું. આમ તાળા વગરનુ ઘર કાયમ માટે ઉઘાડું રહેતું. બધાં પાડોશીઓ એકબીજાનુ ધ્યાન રાખતાં. અને જરૂર પડે એકબીજાને મદદ પણ કરતાં.

ભાડાનો તકાડો કરવા દર મહિને એક બાઈ આવતી. એકવાર તે આ લોકોને ઘેર આવી ચડી ત્યારે તેણે જોયું કે મા દીકરાને સુવરાવતી હતી અને ડંપસ્ટરમાંથી મળેલી રંગીન ચિત્રોમાંથી વાર્તા ઘડીને કહેતી હતી. કારણકે તેને વાંચતાં આવડતું નહોતું. પેલી માએ બાઈને પૂછ્યું કે મને ઈંગ્લીશ શીખવશો ? તેનો આટલાે ઉત્સાહ જોઈને તેણે ટાઈમ અને હોમ વર્કની શરત નક્કી કરી. થોડા વખતમાં તો તે વાંચતા લખતા શીખી ગઈ. તેની વાંચવાની ભુખ વધતી ગઈ. પેલી બાઈ તેને પુસ્તકો લાવી આપતી અને બંને વચ્ચે ચર્ચા ચાલતી. આમ બંને વચ્ચે માયા બંધાણી. ઘણી વાર તેની પાસે થી ભાડું પણ ન લેતી.

બાઈને કેંસર થાય છે. તેના છેલ્લા દિવસોમાં તે પોતાને ગામ જઈને મરવાનું નક્કી કરે છે. પાછળ વીલ મૂકીને જાય છે. બધી મીલ્કત આ પતિ પત્નીને મળે છે.

આ નવલ કથા ધીરજ,આશા અને માનવતાનો સંદેશો આપે છે.

ખાસ તો ધીરે ધીરે તેને અક્ષર જ્ઞાન કેવી રીતે આપે છે અને દેશી ઉપચારથી તેના બાળકને કેવી રીતે સાજો કરે છે. આ પુસ્તકમાં કંબોડિયાનો ઈતિહાસ પણ વણી લેવાયો છે.


લેખક: કોકિલા રાવળ, ફિલાડેલ્ફિયા

Read about the documentary film, River of Victory, that inspired the book