પુસ્તક પરિચય – A Man Called Ove

photo credit: http://d28hgpri8am2if.cloudfront.net/book_images/onix/cvr9781476738024/a-man-called-ove-9781476738024_hr.jpg
photo credit: http://d28hgpri8am2if.cloudfront.net/book_images/onix/cvr9781476738024/a-man-called-ove-9781476738024_hr.jpg

 

સ્વીડીશ વાર્તાનું ઈંગલીશમાં થયેલું રૂપાંતર

સ્વીડીશ લેખક : Helmer Hannes Holm

ઈંગ્લીશ લેખક : Fredrik Backman

નાનપણથી એકલો ઉછરેલો, ખૂબ દુ:ખ સહન કરેલા Ove નામના માણસની વાર્તામાં તેના સ્વભાવનું વર્ણન દ્વારા તેનું ચિત્ર ખડું થાય છે.

ખાસ કરીને તેનો શિસ્તપાલનનો આગ્રહ, દુનિયા વિષે તથા આજુબાજુ રહેતા માણસો માટેનો અભિપ્રાય, વગેરે.

તેની વ્હાલી પત્નીના ગુજરી ગયા પછીનુ ડિપ્રેશન ને કારણે તેના આપઘાત કરવાના પ્રયાસો અફળ જાય છે. તેથી તેનું માનસ કડવાશથી ભરેલું રહે છે. પત્નીને શું ગમત તેના ખ્યાલથી અમુક કામનો નિર્ણય પોતાના મનની વિરુદ્ધ કરીને પત્નીની યાદમાં જીવન વિતાવતો હોય છે.

પાડોશમાં રહેતી ઈરાનિયન બાઈ તેને ડિપ્રેશનમાંથી બહાર લાવીને મરવાના વિચારને બદલે બીજાને મદદ કરવામાં જીવન જીવવું જરૂરી છે, અને ઓવેને બદલે છે.

આ વાર્તાની સરસ મૂવી બની છે, પણ વાંચવામાં વધારે રસ પડ્યો.

પુસ્તક પરિચય: The Girl on a Train

પુસ્તક પરિચય: The Girl on the Train

http://thetelegraph.com/wp-content/uploads/2016/06/web1_TheGirlontheTrainbookcover.jpg
http://thetelegraph.com/wp-content/uploads/2016/06/web1_TheGirlontheTrainbookcover.jpg

એક છૂટાછેડા લીધેલી દારૂડિયણ બાઈની રહસ્ય કથા છે. તે રોજ લંડન સીટીમાં ટ્રેન લઈને કામે જતી. તે દરમિયાન એક સ્ટોપ ઉપર એક સુખી જોડીને વરંડામાં કીસ કરતા કે કોફી પીતા જુએ. તેઓની તેને ઈર્ષા આવે અને દ્રષ્ય જોઈને ખુશ પણ થાય. એક દિવસ તે બીજા પુરુષને તેની સાથે બાથ ભીડતા જુએ છે. તે દ્રષ્ય તેનાથી ખમાણું નહી તેથી તેનો પીત્તો જાય છે.

બીજે દિવસે છાપામાં ખબર જુએ છે કે તે બાઈનું ખૂન થયું છે. એટલે તેને આ કોયડો ઉકેલવામાં રસ પડે છે. દારૂ પીધા પછી તેની યાદ શક્તિ ઓછી થઈ જાય. આખરે આ કોયડો કેવી રીતે ઉકેલાય છે તે માટે આ પુસ્તક વાંચો.

આ પુસ્તકની હમણાં મૂવી બની છે. પુસ્તકમાં વધારે વીગત સાથે ધીમી ગતી પણ છે. લંડનને બદલે મૂવીમાં ન્યુયોર્ક કામે જાય છે તેટલો ફરક છે.

લેખક: કોકિલા રાવળ, kokila@kesuda.com

Once we were brothers

પુસ્તક પરિચય: Once We Were Brothers, by Ronald Balsoncover-large

આ પુસ્તકની કહાની નો અંજામ અમેરિકામાં કાયદાની ગૂંચથી ઉકેલાય છે.

પોલેંડમાં નાઝીના સમયના અત્યાચારમાં ભાગ લીધેલાે એક માણસ જુલમ અને લૂંટ કરી અમેરિકામાં નામ બદલી અમન-ચમનથી રહેવા લાગે છે. કાયદેસર તે માણસ ઉપર દાવો માંડી તેનો ચુકાદો વકીલ લેખકે સારી રીતે આણ્યો છે.
જર્મન માને એકલે હાથે બાળકને ઉછેરવાની શક્તિ નથી એટલે નવ શીષુને જુઈસ કુટુંબના ઘરના પગથિયે મૂકી જાય છે. તે કુટુંબમાં તેના જેવડુંજ બાળક છે. બંને ભાઈઓની જેમ ઉછરે છે. નાઝીનો ઉપદ્રવ શરૂ થયો એટલે જર્મન મા યુવાન છોકરાને પાછો લેવા આવે છે. યુવાનને તેની સાથે જવાની ઈચ્છા નથી. પણ જુઈસ બાપ તેને સમજાવે છે કે તું જઈશ તો અમને બચાવી શકીશ. એટલે કમને છોકરો જર્મન સાથે ભળે છે. સત્તા ઉપર આવ્યા પછી તે કેવી રીતે બદલાય છે.

 

પ્રતિભાવ – ફરીથી અને મારગ વારતાનો

ભાવનગરમાં નવા બે પુસ્તકો પ્રકાશિત થયા: ફરીથી અને મારગ વારતાનો. તેનો પ્રતિભાવ અહીં.

253720161037540071.jpg

ફરીથી – મહુવાકર દંપતીનું સહિયારું સંવેદનશીલ પુસ્તક એટલે ફરીથી. બંને એ મળીને ૫૦ ટૂંકી વાર્તાઓ અલગ અલગ શૈલીથી લખી છે. જાણે રોજનીશીમાંથી વાર્તાઓનું સર્જન થયું અને પરિણામ રૂપે પ્રેમયુક્ત રસમય જીવનની લાણી થઈ. તેમના વાક્ય પ્રયોગોના થોડા દાખલા વાંચવાથી ખ્યાલ આવશે કે તેમણે કાઠિયાવાડી ભાષાને કેટલો ઓપ આપ્યો છે.

નસીમ મહુવાકર:

 • સૌરાષ્ટ્રના ભાવભર્યા નગરમાંથી મુંબઈ લગ્ન કરીને આવે છે. “મીઠા જળની માછલીને મધદરિયે મૂક્યા જેવો મારો ઘાટ મુંબઈમાં થયો.” (કોઈનું કોઈ)
 • હું ‘જયશ્રી કૃષ્ણ’ કહું અને ભાભી મને. “અમારા દિવસની હળવીફુલ શરૂઆત થાય.” (નિત્યકર્મ )
 • કરકસરે કરેલી “થોડીક બચત ખભે આવી.” (રહી ગયું)
 • “પણ ભાઈ, નિહાળમાં રઈને છોકરાંવ ભણાવે એવા માસ્તર તો ઘણા આવે ને જાય, પણ આખા ગામને નિહાળ બનાવે એવા મોભી તો તમે જ.” (મોભી)
 • દાદાના ગળે ડૂમો બાઝતો જતો હતો – “માસ્તર, તમે જાહોને ગામ નોધારું થઈ જાહે.” (મોભી)
 • જમણા હાથની આંગળી ગાદલાને અડકાડી. “ને પપ્પાનું અસ્તિત્વ મારામાં મહોરી ઉઠયું.” (એ… અડી ગઈ)
 • પપ્પાની ખુરશી પાસે જઈને ઉભી રહી. “મારી આંખો ધૂંધળી થઈને બંધ થઈ.” (હવે હું)
 • પપ્પાના ખોળામાં માથું ટેકાવીને ઊંઘી જાઉં . “મારું ને ભુરીનું બાળપણ પપ્પાની હુંફમાં સમેટાઈને મોટું થઈ ગયું.” (તાંસળી)
 • સાથે જમીને અમે હીંચકે બેઠા. “કેવલ, આ એકધારું દોડવામાં પાછળ કશુંક ચૂકી જવાયું છે, ચાલને ફરીથી એકવાર જુનો સમય જીવી લઈએ.” (હું પાછો વળ્યો)
 • તમને ખબર નથી મળ્યા? “ભાભીજીના શબ્દો અંધારી ગુફામાંથી છૂટેલા તીરની જેમ વાગ્યા.” (ન્હોતો)
 • મારી ઉપાધી હવે મેલી દ્યો. ને નફકરા થઈ જાવ. “આ ગળેલા ગાતર અમથાય તમારા વિના લાંબું નઈ વેંઢારે.” (ઉપાધી)
 • હું બંધનમાંથી છૂટી ગઈ. પણ મારે ક્યા છૂટા થાવું ‘તું? “તારી ગોવાળી તો મારા જીવતરનો ટેકો હતી” (બંધન)
 • મોબાઈલ ખીસામાં મૂકી દીધો ને બાઈકને કીક મારી.” ગોરંભાયેલા આકાશ નીચે પોતેય વરસી પડવા નીકળી પડ્યો.” (અધીર)
 • હળવેકથી ડીલીટનું ઓપ્શન દબાવી દીધું. આંખ બંધ કરી.” ભીનાશ ભરેલી બંધ આંખમાં એક વખત કોળેલો ગુલમ્હોર અકબંધ મળી આવ્યો.” (ગુલમ્હોર)
 • એણે હિંચકો અટકાવ્યો. આજે દિવસ જ ક્યાં ઊગ્યો? “ઘડિયાળના કાંટાને આંખોથી ધક્કા મારી-મારી ચલાવ્યાં ત્યારે તો માંડ રાત પડી. ઘર ને મન સૂમસામ.” (રજાનો દિવસ)

બંને જણા લઘુકથાઓના ગુરૂ છે. વાંચો ફરીથીમાં હરીશ મહુવાકરનાં દાખલા:

 • મોતીનો મણકો આપતા મારું મો પાટલો થઈ ગયું. મેં કહ્યું: ‘ હા હો હવે તો આપણા છોકરાઓને પણ મચ્છર કરડવા માંડ્યા.’ પળવારમાં અમે બંને મચ્છરોની પાંખે ઝુલી રહ્યા! (મચ્છર)
 • એ ગઈ એટલે એક શિક્ષક બોલી ઊઠ્યો : ‘ પણ સર, તમે તો… કેટલા મોંઘા કપ – રકાબી…’ “ભાઈ મારા, એની કિંમત કેટલી? કપ- રકાબી તૂટી જશે તો ચાલશે, પણ આ બે છોકરીઓના હૃદય કાયમ માટે તૂટી જશે તો એની કિંમત આપણે જિંદગીભર ચૂકવી શક્ત?” (કિંમત)
 • એકાદ-બે દિવસ ઘરે એટલે કે સીટીમાં હોય ને અઠવાડિયું દસ દિવસ બહાર-આઉટ ઓફ ડીસ્ટ્રીક હોય.
 • “એ હોય તો ધરપત રહેતી. બાળકો, સાસુ, સસરા, કોળી ઉઠતાં. નિર્જીવ વસ્તુઓય એમના હાથને પામે ને હું અવકાશી પંખી બની રહેતી.” (સૂરજમુખી)
 • જેવી એ રસોડામાં ઘૂસી કે બંદા બહાર. “ગોફણમાંથી વછૂટતા ગોળાની જેમ દાદર ઉતરવા માંડ્યો.” (ચિંતા)
 • “રખડું, નિસ્તેજ શિયાળાએ માંદલી સાંજને ઘરમાં વહેલી ધકેલી દીધી. ટાઢી બોળ સાંજે ધીમે પગલે દરેક ચીજ વસ્તુ ઉપર હાથ ફેરવી લીધો ને મારા બાળકોને ઘરમાં પૂરી દીધા.” (વામન વિરાટ)

મારગ વારતાનો, હરીશ મહુવાકર – વર્ણન શક્તિ અજબ. નિરીક્ષણ શક્તિ ગજબ.IMG_0638

 • ‘ઘા’ વાર્તામાં રીંગણાનું વર્ણન વાંચો. “જુવાન જોધ કન્યકા જેવી રીંગણી માગશરની ઠંડીમાં સ્થિર ઉભી હતી. આઠમની ચાંદની રીંગણાના રૂપને ચમકાવી રહી. પાંદડા પર પડતો ઉજાસ ખેતરને અનોખું રૂપ આપતો હતો. કૂણા માખણ જેવા રીંગણા લટકી રહ્યાં હતા, ચમકી રહ્યા હતા. કોરેકોરા ખાઈ જવાનું મન થઈ જાય. એકદમ કાળા- કાળા. ક્યાંક ક્યાંક આછો ગુલાબી છાંટો. દાનાની નજર સામે તગતગતું એક મોટું રીંગણું ઝૂલી રહ્યું એની સામે દાંતિયા કરતું હોય તેમ! રીંગણું વધુ ઝુલવા માંડ્યું…” (ઘા)
 • “‘જાવ , અડતા નંય,છણકો કરતા લીલકીએ કહ્યું. ‘ એમ તો તો… પછી તો ચાંદનીનું અજવાળું નીતરતું રહ્યું – રાતભર. (ચાંદનીનું અજવાળું)
 • એક પતંગિયું પાંખો ફફડાવતું આવી રહ્યું હતું. બંનેએ એ જોયું એ એમની સાવ લગોલગ આવીને બેસી ગયું. રૂપાળું પતંગિયું હતું. સમીરને થયું કે એને પકડી પાડે. અપેક્ષાનેય થયું કે એ પણ એને હાથમાં લઈ લે. પણ એમણે પતંગિયાને બેસવા દીધું. એમણે કોઈ પ્રયત્ન કર્યો નહી. એમને ખબર હતી કે પતંગિયાને પાંખો હોય છે…. (પતંગિયાને પાંખો હોય છે.)
 • “છેવટે મેં પરેશને એન્જીન બનાવવાનું નક્કી કરી લીધું. હું ડબ્બો બન્યો. જ્યાં જ્યાં પરેશ ગયો ત્યાં ખાનગીમાં હું એની પાછળ ગયો. સૂક્ષ્મ નોંધ લેવા માંડ્યો દરેક બાબતની. રવિવારની સુધ્ધા નોંધ લીધી. શિક્ષક વિશે પૂછપરછ કરી. તેનેય ફોલો-અપ કર્યો. પછવાડેની બારીઓમાં આછી-પાતળી તિરાડ જોઈ શકાય. આંખો ત્યાં મંડાઈ ને ત્યાં ફાટી જ રહી! વીજળીનો જોરદાર કડાકો જાણે શરીરમાંથી આરપાર નીકળી ગયો. હોંશ ગુમાવવાની અણીએ હતો. મુઠ્ઠી વાળીને દોટ મૂકી. નજર સામે કાળા-લાલ-લીલા વલયો જ વલયો… હું દોડી રહ્યો હતો. બળબળતી રેતીમાં જાણે! માથે ભુખાળવી સમડીઓ મારા પર ત્રાટકવા ચકરાવા લઈ રહી.” (પ્રતિઘાત)

અષ્લિલતા દાખવયા વગર આ વિષય પર હિંમત કરી ‘પ્રત્યાઘાત ‘ નવો દોર આપે છે.

Chestnut Street by Maeve Binchy

 

મીવ બીંચી આયરલેંડના પ્રખ્યાત લેખક થઈ ગયા. ૭૨ વર્ષની ઉંમરે ૨૦૧૨માં ગુજરી ગયા. આ એમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. એમના ગુજરી ગયા પછી તેના વરે (Gordon Snell) પ્રકાશિત કરી છે.

photo by Amazon
photo by Amazon

આખા પુસ્તકની વાર્તાઓ Chestnut Street ઉપર રહેતા પાડોશીઓની છે. જુદા જુદા વિષય લઈને આ વાર્તાઓને આવરી લેવામાં આવી છે. જેમાં મા-બાપ અને છોકરાઓનો સંબધ, વર અનેવહુનો સંબધ, જૂના તથા નવા મિત્રો વિષેની વાતો, પ્રદેશ જઈ વસેલા છતાં દૂરથી કરેલો પ્રેમ, આશા રાખ્યા વગરનો પ્રેમ, લાંબા સમય પછી ઘનિષ્ઠ થતો સંબધ કે તૂટી જતો સંબધ, વગેરે.

આ લેખકે બીજી ૧૭ જેટલી નવલકથાઓ લખેલી છે.

The Space Between Us

The Space Between Us, by Thrity Umrigarspace-between-us

થ્રીટી ઉમરીગરનું આ પૂસ્તક ૨૦૦૬માં પ્રસિધ્ધ થયું.

પારસી શેઠાણીની સાસુનું બહુ જોર ચાલતુ. વર માવડિયો હતો. તે શેઠાણીને મારજુડ પણ કરતો. આ બધી દિલની વાતો ખોલવા માટે તે નોકરાણી આગળ મન ખોલતી. નોકરણી બધું સમજી શકતી હતી. તેઓ બંનેને સારુ ભળતુ હતું. નોકરાણીને ત્યકતા છોકરી અને પૌત્રીને ઉછેરવાનો ભાર હતો. આમ બંનેની વાર્તા સંમાતરે ચાલે છે. છેલ્લે શેઠાણી શા માટે નોકરાણીને છુટી કરે છે તે જાણવા આ પૂસ્તક વાંચો. નોકરાણીની દ્રષ્ટીએ લખાયેલુ આ પૂસ્તક ઉંચ નીચ જાતનાં સમાજમાં આજની તારીખે પણ ક્યાં સ્થાન છે તેની ઉપર પ્રકાશ પાડે છે.

આ વાર્તા બંને પાત્રોને સરસ રીતે ઉપસાવે છે. છેલ્લે સુધી રસ જળવાઈ રહે છે.

-કોકિલા રાવળ

I Know Why the Caged Bird Sings

કોકિલા રાવળ
caged-bird

વાંચવા જેવું પુસ્તક.

માયા અેંજલો અેક પ્રખ્યાત આફ્રિકન અમેરિકન કવિ તથા લેખક હતા. તેઅો ગયા વર્ષે ગુજરી ગયા,

આઠ વરષની નીર્દોષ બાળા હતી ત્યારે તેની ઉપર બળાત્કાર થયેલો. તેની સોળ વર્ષ સુધીની આત્મકથા છે. તેનો અડધો ઉછેર તેની દાદીમાઅે કરેલો. ગોરા લોકો ગુલામીનો બહિસ્કાર થયા પછી પણ કેવી રીતે વર્તતા હતા અને તેના અનુભવોની વાતો બાળસહજ માનસથી લખી છે. તેને વાંચવાનો પણ બહું શોખ હતો. ભાષાની કરામત અને નવા શબ્દ પ્રયોગો ઉપર આફ્રીન થઇ જવાય તેવું પુસ્તક છે!

તેણે બીલ ક્લીન્ટન ચૂંટાયા તે દિવસે અેક કવિતા સંભળાવી હતી. માર્ટીન લુથર કીંગ સાથે પણ તેણે કામ કરેલું.

ભાષાની કરામત ઉત્તમ છે. તેઓ ગયા વર્ષે ગુજરી ગયા છે. કવિ તથા લેખક બંને હતા.

me before you

કોકિલ રાવળ

પુસ્તક પરિચય -Me Before You by Jojo Moyes

me_before_you

વાંચવા જેવુ અને અનુવાદ કરવા જેવું પુસ્તક.

એકનું કથન જીન્દગી જીવવા જેવી છે તેમ છે.

બીજાનું કથન જીન્દગી કેવી રીતે જીવવી તેમ છે.

મોટર સાયકલના એક્સીડન્ટ પછી વ્હીલચેરમાં આવી ગયેલો જુવાન અને તેની સેવિકાની વાર્તા છે.