ઉત્તમ ગજરના "સન્ડે ઇ-મહેફીલ"માં 475 વાર્તા, કવિતા તથા ગઝલનો સંગ્રહ છે. તેમાંથી આ એક ફકરો તમને જરૂર રસ ઉપજાવશે. આપણને સૌને કોઇ સાંભળે તેવી આકાંક્ષા છે; બાળકથી માંડી મોટી ઉંમરને આપણે સાંભળતા શીખીએ અને સાવ પંદર મીનીટ જેટલો સમય આપ્વો. ખાસ કરીને આ કોવિદના સમયમાં, જ્યારે સૌ અકેલા પડી ગયા છે. આજ સવારના મારી દિકરી મીનળે … Continue reading આપની પાસે ચંદ મીનીટો છ?
Category: essay
વણમાગી સલાહ ‘ઓકવા’નો રોગ
મને ડાયાબીટીસ છે એવી પહેલી વાર ખબર પડી, પછી થોડા દીવસે એક મીત્રની પુત્રીનાં ચીત્રોનું પ્રદશશન યોજાયું હતું. તેના ઉદ્ઘાટન પછી આઈસક્રીમ આપવામાં આવતો હતો. મેં ‘ના’ પાડી. બાજુમાં બેઠલેા કવી લાભશંકર ઠાકર બોલી ઉઠ્યા: ‘આઈસક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવયું. એક વડીલ તરત જ મારે ડાયાબીટીસમાં શું કરવું અને શું ન કરવું એની … Continue reading વણમાગી સલાહ ‘ઓકવા’નો રોગ
નવુ વર્ષ, નવા વિચારો
સૌ વાચકમિત્રોને મારા નુતનવર્ષાભિનંદન! નવા વર્ષને વધાવતા ગત વર્ષમાં આવેલા કોવિદને વિદાય મળે તેના વિચાર દવારા તેની બીજી બાજુ જોઈએ. દાખલા તરીકે આપણે તેના લાભ જોઈએ: આપણે થોડી વસ્તુથી ચલાવી લેતા શીખ્યા. ખોટી ખરીદીઓ બંધ થઈ એટલે પૈસા બચ્યા. વાહનો ઓછા થયા એટલે ખરચો બચ્યો. પ્લેનની મુસાફરી કરતા બંધ થયા. તેથી હવામાં સુધારો થયો. પર્યાવર્ણનની … Continue reading નવુ વર્ષ, નવા વિચારો
હિંદી અને અંગ્રેજ
પહેલી વખત મુંબઈ આવ્યો હતો. સાંજે ધોબી તળાવ પાસેના એડવર્ડ થિયેટરમાં ‘ એક જ ભૂલ’ નાટક જોવાના ઈરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો. પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ એડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી કંટાળીને પાછા ધોબી તળાવના ચોગાનમાં આવીને એક ટેકસી બોલાવી કહ્યું : “ એડવર્ડ થિયેટર લઈ લે.” ટેકસીવાળો સામે જોઈ … Continue reading હિંદી અને અંગ્રેજ
મારો ઝુમ-મિલનનો અનુભવ
ગયા અઠવાડિયે મેં ગુજરાતી વાર્તા-લેખનમાં ભાગ લીઘો. કોરોના વાયરસને લીઘે અમે ઓન-લાઇન દ્વારા મળ્યા. ત્રણ દિવસનો ઝુમ-મિલનનો કાર્યક્રમ હતો. બિજા સાહિત્યના કાર્યક્રમમાં ખાણી-પીણીની વ્યવસ્થા થાય. પરંતુ આ વખતે તો રસોઇ કે ચા-પાણિની સગવદ આપણા પોતાના રસોડામાંથી જ કરવાની હતી. મારાથી કાંઈ પૂર્વ તૈયારી ન થઈ શકી. મને આગલે દિવસે ચાર અંગ્રેજી અને ચાર ગુજરાતી વાર્તાઓ મળી. … Continue reading મારો ઝુમ-મિલનનો અનુભવ
બાર કલાક લંડન એરપોર્ટ ઉપર
અમેરિકાથી ભારત આવતા લંડનના એરપોર્ટ ઉપર બાર કલાકનુ રોકાણ હતુ. ત્યાર પછી બીજી કનેક્ટેડ ફ્લાઈટ લેવાની હતી. ઉતરતી વખતે પ્લેનમાં એનાઉન્સ થયુ કે જેને કનેકટેડ ફ્લાઈટ લેવાની હોય તેણે પર્પલ રંગના સાઈનને ફોલો કરવું. હું તો સાઈન જોતા જોતા ઉપડી. હું વજન ઉંચકીને થાકી હતી, એટલે જ્યાં ઈન્ફોરમેશનની સાઈન જોઈ, ત્યાં મેં દોઢા થઇને પૂછ્યું... કેટલે … Continue reading બાર કલાક લંડન એરપોર્ટ ઉપર
સાહિત્યકારની ખુમારી
સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે. પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું … Continue reading સાહિત્યકારની ખુમારી
મારી દષ્ટિએ
મારી દષ્ટિએ આ ગુજરાતી ભાષાની છેલ્લી પેઢી છે. જે અહીં જન્મ્યા, ઊછર્યા એ બીજી-ત્રીજી પેઢીએ અહીં ગુજરાતી ભાષાનુ પૂર્ણવિરામ હશે. અહીંની નવી પેઢીને ગુજરાતી શીખવવાના જે પ્રયત્નો થયા છે તે ગેરમાર્ગે છે. વિદ્વાનનું માર્ગ-દર્શન લઈને પછી ગુજરાતી ભાષા શીખવવી જોઈએ. લંડનમાં ગુજરાતી શીખવવા પરીક્ષા વગેરે વ્યવસ્થા થઈ, પણ એ પ્રયત્નો કોલેપ્સ થયા. કારણ કે ગુજરાતી … Continue reading મારી દષ્ટિએ
પુષ્પ જેવો પરમાત્મા
કેટલાક નાજુક, સુગંધી પ્રસંગો ભેગા કરી તેના અર્ક સમાન મહેંકતી પળોની પાંદડી બનાવી લઉં...! સંસારનો તડકો-છાંયો ઝીલતા ઝીલતા તીખી, મીઠી પળોની પીંછી વડે તેમાં રંગ પૂરી દઉં.....! પછી જીવનરૂપી બાગમાં તે પુષ્પ રમતું મુકું તેવી મારા જાગૃત મનની મનછાં ખરી. મારું જીવન કુદરતના વિવિધ અનુભવોની એરણે ચડી તેના ભિન્ન ભિન્ન મિજાજ થકી જુદા જુદા રૂપ ધારણ કરી રહ્યું છે. … Continue reading પુષ્પ જેવો પરમાત્મા
એવી એક રાત હતી
રાતના બે વાગી ગયા હતા. કોણ જાણે કેમ પણ તે રાતે ઊંઘ નહોતી આવતી. હું બારી તરફ પડખું ફરીને પડી રહ્યો હતો. દૂર દૂર બેચાર તારા આછા ઝબકી રહયા હતા. બાકી આખું આકાશ કાળું ડિબાંગ હતું. અચાનક બાળપણની સ્મૃતિઓ ઊભરાવા લાગી: ‘ઘેર ભણાવવા આવતા છોટાલાલ માસ્તર... સંતાઈ જવાની રમત રમતી વખતે અંધારી ઓરડીના બારણા પાછળ … Continue reading એવી એક રાત હતી