શીત યુદ્ધ / સ્થાન

ઝાકળ જોડે લડે તડકો, સ્થાન પોતાનું લેવા. લેખક : ઉદય બી. શુકલ ( ‘કવિતા’ )ના સૌજન્યથી સંપાદક : કોકિલા રાવળ   તને વરસાદમાં ભીંજાતી જોઈ મારી ભીતર ઊગી ગયું લીલુંછમ્મ ઘાસ! લેખક : રમેશ પટેલ ( કવિતા )નાસૌજન્યથી સંપાદક : કોકિલા રાવળ  

હાઈકુ

  ઊડ્યું એક જ પંખી ને કંપી ઊઠ્યું આખુંય વૃક્ષ ~ ઊપડી ટ્રેન- ફરફરી ના શક્યો ભીનો રૂમાલ. ~ અંગ સંકોરી પોઢ્યું છે પતંગિયું પુષ્પ પલંગે. ~ કિચૂડકટ- બારણું ખૂલ્યું,ધસી આવ્યો તડકો. ~ છાબડીમાંનાં પારિજાત, વીણેલાં પરોઢ ગીતો. કવિયત્રી: પન્ના નાયક

ગંગા

સવળી ગંગા સ્વર્ગે થી ગંગા વારસોએ ઉતારી પૂર્વજો તર્યા. અવળી ગંગા સ્વાતંત્ર્ય ગંગા પૂર્વજોએ ઉતારી વારસો તર્યા. લેખક નટવરલાલ બૂચ, છેલવેલલુના સૌજન્યથી, પાનુ ૧૨૬

સુખચતુષટમ્

આજની હાસ્યરસથી ભરપુર ૭ હાયકુ નટવરલાલ બૂચનીં "છેલવેલ્લુ"માં મળી સુખચતુષટમ્, નટવરલાલ બૂચ પહેલું સુખ તે પેટસફાઈ, બીજું સુખ નિત મળે મીઠાઈ; ત્રીજુ સુખ અજ્ઞાને ભર્યા , ચોથું સુખ નીંદરમાં મર્યા. “છેલવેલલુના સૌજન્યથી" લેખક: નટવરલાલ બૂચ વિરહાઈકુ સપ્તકમ્ ૧ પળ્યાં પિયર; સૂનું ઘર તમારી સ્મૃતિસભર. ૨ સ્વપ્નિલ નિદ્રા; તમરાંના ઝંકાર ઝબકી જાગું. ૩ પાચનાં ડંકા પડીપડી જગાડે; … Continue reading સુખચતુષટમ્