તંદુરસ્તી માટે સાઈકલ શ્રેષ્ઠ વિકલ્પ

સાયકલીંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાધન છે એ આપણે સૌ જાણીએ છીએ અને શરીર વિજ્ઞાને એ સિધ્ધ કરેલી હકીકત છે. અત્યારે જેમ અમદાવાદ કે વડોદરા કે પૂના કે સુરત કે રાજકોટ મોટરબાઇકથી ભરચક છે એમ એક જમાનામાં એટલે બહુ દૂર નહીં પણ પચાસ જ વર્ષ પહેલાં સાયકલોથી ભરચક હતું. ત્યારે અમદાવાદમાં કાપડની મીલોના ભૂંગળા જીવતા હતા એટલે માનો કે રાતપાળી છૂટે ત્યારે કાળુપુર, રાયપુર, શાહપુર, દરિયાપુર વગેરે વિસ્તારો સાયકલસવારોથી ઊભરાતા.

ત્યારે બાઇક શરૂઆતમાં ઈંગ્લાંડથી ઈમ્પોર્ટ કરવી પડતી હતી. સાયકલ પણ ઈમ્પોર્ટ કરવી પડેલી. એવી ઈમ્પોર્ટ કરેલી બાઇક અમદાવાદમાં એકલા સ્વ. શાંતિભાઇ ખાંડવાળા પાસે હતી જે ખુલ્લાહાથે અમદાવાદના ગાંધીરોડ પર નીકળતા. પછી નેહરૂબ્રીજ થયો ત્યારે એ શાંતિભાઇ ખાંડવાળા નેહરૂબ્રીજ બે મિનિટમાં પસાર કરી નાખતા. એ જોઇને ટ્રાફિક પોલિસ ઈન્સ્પેકટરે બાઇકની પાછળ બેસાડી નેહરૂબ્રીજ પસાર કરવાનું કહ્યું પણ એ ઈન્સ્પેકટરે અડધેથી જ બાઇક પરથી નીચે ઉતારી દેવાની શાંતિભાઇને વિનંતી કરેલી.

https://thumbs.dreamstime.com/z/indian-man-riding-bicycle-narrow-streets-old-town-bun-bundi-rajasthan-india-36208656.jpg

ત્યારે સાયકલ ૧૨ રૂપિયા જેવી અત્યારે મામુલી લાગતી કિંમતમાં મળતી તો પણ એ લકઝરી ગણાતી. એ જ રીતે એ વર્ષોમાં ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઇ નામના એક ડૉકટર અમદાવાદમાં જાણીતા હતા. એ પણ સાયકલ ઉપર જ ફરતા. એમણે ઘણી સામાજિક પ્રવૃત્તિ અને જાહેર સુધારણા કરાવેલી.

એક જમાનામાં સમૃધ્ધિની નિશાની ગણાતી સાયકલને આજે સ્ટેટસ સિમ્બોલ નહીં પણ સ્ટેટસ ડીમોલેશન ગણાય છે. વિદ્યાર્થી સંતાનને માબાપ બાઇક ન અપાવે તો એ સાયકલ તો નહિ જ વાપરે. કેટલાક તો વળી સાયકલને સ્ત્રીનું કે છોકરીનું વાહન સમજે છે. ”સાયકલ છોકરાથી ફેરવાતી હશે ?” એવું તેઓ માને છે. શહેરમાં કે બહાર હાઇ-વે ઉપર રસ્તામાં ક્યાંય સાયકલ માંડ રડીખડી નજરે પડે તો !

જોકે ઉત્તરપ્રદેશ, બિહાર જેવા આર્થિક પછાત પ્રદેશોમાં સાયકલ ફેરવનારા ઘણા છે. ત્યાં તો ગરીબી એવી છે કે બે ભાઇ હોય તો એક સાયકલ ઉપર ડબલ સવારી કરીને તેઓ ધંધે જતા હોય છે.

પહેલાં તો ટપાલી કે છાપાના ફેરીયા સાયકલ લઇને જ ફરતા પણ આજે છાપાના ફેરીયા અને પોસ્ટના ટપાલી પણ મોટર-બાઇક ઉપર ફરવા લાગ્યા છે. છાપાના માલિકો જૂના અથવા મોટા એજન્ટો સાયકલ લઇ આપતા હતા અને પોસ્ટમેનને સરકાર સાયકલ આપતી. ત્યારે ટેલિગ્રામ તાર હતા એ તાર ટેલિગ્રામ લઇ જનારને ટેલિમેનને પણ સરકાર સાયકલ આપતી. આજે તો ટપાલ અને ટેલિગ્રામ રહ્યા નથી અને કુરીયર આવી ગયા છે તો કુરીયરવાળા પણ મોટર-બાઇક વાપરે છે.

એક સાયકલ ચેમ્પીઅન પૂનાની શોભા ખોટે હતી. એ શોભા ખોટેને ત્યારના મહાન દિગ્દર્શકોમાંના એક અમિય ચક્રવર્તીએ અભિનેત્રી બનાવીને ”સીમા” નામની એક શ્રેષ્ઠ ફિલ્મ બનાવેલી. એમાં પણ શોભા ખોટેને સાયકલ ચેમ્પિઅન બનાવેલી. એ ફિલ્મમાં મહાન અભિનેતા બલરાજ સહાની હતા. એના ગાયનો આજે પણ ૬૦-૭૦ વર્ષ પછી પણ ટી.વી. પર સાંભળી જોઇ શકાય છે. એનું (૧) ”તૂ પ્યાર કા સાગર હૈ” (૨) કહાં જા રહા હૈ, (૩) બાત બાતમેં રૂઠોના, (૪) એક ગુડીયા કી લંબી કહાની વગેરે. એમાં નૂતન સમર્થ હીરોઇન હોય છે અને આ સાયકલ ચેમ્પીઅન શોભા ખોટે એની બહેનપણી.

૧૯૬૦-૬૨માં ૧૫૦-૨૦૦ રૂપિયામાં મળતી સાયકલ આજે ૩૦૦૦-૪૦૦૦થી ૨૦,૦૦૦-૪૦,૦૦૦ સુધીની કિંમતમાં મળે છે.

હવે તો સાયકલની રેસ થાય છે. ૧૦ કી.મી.થી ૧૦૦ કી.મી. અથવા હાઇવે પરની અથવા ઓબ્સેકલ રેસ થાય છે. સાયકલ પરદેશમાં અને વિદેશમાં પર્યટન કરવા નીકળનારા છે, છતાં સાયકલનું ડીવેલ્યુએશન થએલું છે.

સાયકલ સરવાળે મોંઘી પણ પડતી નથી. એક વાર ખરીદી લીધા પછી ખર્ચો જ નહીં. પંચર પડે અથવા ટાયરોમાં હવા ઓછી થાય તો જાતે જ એનો ઈલાજ કરી શકાય. એની રીંગ, આરા જ્યારે બગડે ત્યારે પંદર-વીસ વર્ષે બદલવા પડે. એને ઘંટડી અને ડાયનેમો બત્તી ન હોય તો પણ ચાલે.

ચાલવાની કસરત કરતાં સાઈક્લિંગની કસરત વધુ ફાયદાકારક

સાયકલ એટલે તંદુરસ્તી સુધારવા અને જાળવવાનું ઉત્તમ સાધન. દા.ત. શરીરને જાડું થવા દેવું ન હોય અથવા જાડાપણું ઉતારવું હોય તો સાયકલીંગ કરો.

Photo credit: http://s3.india.com/wp-content/uploads/2014/07/salman-khan-cycle.jpg
Photo credit: http://s3.india.com/wp-content/uploads/2014/07/salman-khan-cycle.jpg

એટલે જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકો કહે છે કે નિયમિત સાયકલીંગ કરવાથી ચામડી રેડિએશનની ખરાબ અસરોથી બચાવે છે. એટલે ચહેરા ઉપર વધતી ઉંમર દેખાતી નથી.

હાર્લેસ્ટ્રીટના ડર્મેટોલોજીસ્ટ ડૉ. ક્રિસ્ટોફર રોવલેન્ડ કહે છે કે સાયકલીંગના કારણે બ્લડ સરક્યુલેશન ઝડપી થાય છે. ચામડીના સેલ્સને વધુ ઓક્સીજન અને બીજા પોષક તત્ત્વો મળે છે. શરીરના ઝેરી તત્ત્વો સહેલાઇથી બહાર નીકળી જાય છે.

બ્રિસ્ટોલ યુનિવર્સિટીના નિષ્ણાતો કહે છે કે જેઓ સાયકલીંગ કરે છે એમનામાં ખાદ્ય પદાર્થોની મૂવમેન્ટ ઝડપી થાય છે.

સાઈક્લિંગ કેન્સર – હૃદયરોગ – અનિદ્રાથી દૂર રાખે છે

એ જ યુનિવર્સિટીના ગેસ્ટ્રો એન્ડોલોજીસ્ટ ડૉ. એમના રાયુમુન્ડો કહે છે કે સાયકલીંગ આંતરડાના કેન્સરની શક્યતા ઘટાડે છે અને હાર્ટ રેટ વધારે છે. શ્વાસ ઝડપથી ચાલે છે જે ઈન્ટેસ્ટાઇન માટે ફાયદાકારક છે.

વળી સાયકલીંગ ઈમ્યુન સેલ્સને સક્રિય કરે છે અને ઈન્ફેકશન સામે લડવાની શક્તિ વધારે છે.

સેન્ટ જ્યોર્જ હાસ્પિટલ લંડન ચીફ ડાયટિશિયન કેથ કોલિન્સ કહે છે કે જેઓ અઠવાડિયાના ૫ દિવસ ૨૦ જ મિનિટ સાયકલીંગ કરે છે તેઓ ઘણાં રોગોથી બચી જાય છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકો કહે છે કે જેઓ અનિદ્રાના રોગી છે તેઓ દરરોજ ૨૦થી ૩૦ મિનિટ સાયકલ ચલાવે તો તેમને ઊંઘ સહેલાઇથી આવી જશે અને એક કલાક મોડા ઊઠે એવી ઘાટી ઊંઘ આવશે.

લોફ બ્રો યુનિવર્સિટીના સ્લીપ રિસર્ચ સેન્ટરના પ્રો. જીમ હોમનું કહેવું છે કે સાયકલીંગ જેવી સામાન્ય એક્સરસાઇઝથી આપણું સરકેડિયન રિધમ (શરીરચક્ર) સમતોલ થાય છે અને સ્ટ્રેસ હાર્મોન કોર્ટીઝોન અસર વગરનું થઇ જાય છે. એથી ઘસઘસાટ ઉંઘ આવે છે. સાયકલીંગથી અનિદ્રા જેવી બિમારી દવા લીધા વિના દૂર થઇ જાય છે.

સાયકલીંગ જેવી શારીરિક પ્રવૃત્તિથી વાસ્ક્યુલર હેલ્થ સુધરે છે. એની સીધી અસર સેક્સ્યુઅલ શક્તિ ઉપર થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે ૫૦-૬૦ વર્ષની ઉંમર પછી સેક્સ ઊર્જા ઘટતી નથી.

કેન્સરનો ભય કે શક્યતા જે કસરતોથી નથી રહેતી એમાં સાયકલીંગની કસરત શ્રેષ્ઠ છે. ફિર્નિશ સંશોધકો કહે છે કે દરરોજ ૩૦ મિનિટ સાયકલ ચલાવવાથી કેન્સર દૂર ભાગે છે. મહિલાઓ દરરોજ સાયકલ ચલાવે તો બ્રેસ્ટ કેન્સરથી એ બચી જાય છે.

Photo credit: http://cdn.theatlantic.com/static/mt/assets/international/indiabikes-banner.jpg
Photo credit: http://cdn.theatlantic.com/static/mt/assets/international/indiabikes-banner.jpg

આપણે ઘરમાં જેટલું ઓક્સીજન લઇએ છીએ એ કરતાં દસગણું ઓક્સીજન સાયકલીંગથી મળે છે. વળી સાયકલીંગ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ મજબૂત કરે છે અને ફેફસાની શક્તિ પણ વધારે છે જેથી શરીરને સારી એનર્જી મળે છે.

પરડ્યુ યુનિવર્સિટીનું એક સંશોધનનું નિષ્કર્ષ છે કે સાયકલીંગ હૃદયરોગની શક્યતા ૫૦ ટકા ઘટાડી દે છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનું કહેવું છે કે લોકો જો નિયમિત સામાન્ય સાયકલીંગ કરે તો દર વર્ષે હાર્ટએટેકથી થતા ૧૦ હજાર જેટલા મરણ ન થાય.

મિશિગન યુનિવવર્સિટીના પ્રોફેસરો કહે છે કે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમ્યાન શરુના મહિનાઓમાં હળવું સાયકલીંગ કરે તો બાળકના જન્મ સમયે કષ્ટ ઓછું પડે. રોયલ કોલેજ ઓફ ઓબસ્ટેટ્રીશિઅન એન્ડ ગાયનેકોલોજીસ્ટની પ્રોફેસર પેટ્રીક ઓબેયન કહે છે કે ગર્ભવતી જો ધીમું સાયકલીંગ કરે તો માતા અને શિશુ બન્ને માટે ફાયદાકારક છે.


Kaushik Amin, 201-936-4927, kaushikamin@hotmail.com

  • Chairman, Gujarat Foundation Inc.
  • Event Management, Activity Coordination, Compliances for Adult Day Care Centers.
  • nritribune.com, South Asian Media Network Inc.
  • Read my columns Jagrut Jivan, Anantni Khojmaa and Desh ane Duniya in Gujarat Darpan Monthly.
  • Listen to my live talk show “Chhel Chhabilo Gujarati” on radiodil.com every Saturday 12pm to 2pm.

હાસ્યના લાભો

હાસ્ય-ચિકિત્સા વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય છે.

આદર્શ કસરત એટલે જેમાં એરોબિક વિભાગ, સ્નાયુનો વિભાગ અને સાંધાનો વિભાગ આવે.

  1. એરોબિક વિભાગમાં તમારા હ્રદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા વધે. જાણીતી બધી કસરતો જેવી કે ચાલવું, દોડવું, ધીમી ગતિએ દોડવું (જોગીંગ), સાઇકલ ચલાવવી, તરવું, હલેસા મારવા, પર્વતારોહણ, દાદરો ચઢવો – ઊતરવો, અને હોકી, ફૂટબોલ, ટેનિસ, બેડમિંટન વગરે એરોબિક કસરતો ગણાય. આ કસરતો કરતી વખતે તમારા હ્રદયની અને ફેફસાની ગતિ વધે અને રુધિરાભિસરણ કરનારી રક્તવાહિનીઓની ક્ષમતા વધે. ત્રીસ (૩૦) મિનિટના સમયગાળા માટે આ કસરતો કરવાની હોય છે. આ દરમિયાન તમારા શરીરને ખૂબ ઓકસિજન મળે.
  2. સ્નાયુના વિભાગમાં જૂની અખાડાની કસરતો અને નવી હેલથ-કલ્બની કસરતો આવે જે ફક્ત પાંચ (૫) મિનિટ વોરમ-અપ કસરત તરીકે એરોબિક કસરત શરૂ કરતા પહેલા કરવાની છે.
  3. સાંધાના વિભાગની કસરતો એટલે આસનો જે એરોબિક કસરતના અંતે પાંચ (૫) મિનિટ માટે કરવાની છે.
  4. તમારી તંદુરસ્તી અકબંધ રાખવા માટે ચાલિસ (૪૦) મિનિટનો સમય ગાળો ઉપરની ત્રણે કસરતના વિભાગ માટે રાખવાનો છે.
  5. હાસ્ય થેરેપીની કસરત વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય, કારણ હાસ્ય પ્રાણાયામ અને હોલ-બોડી કસરતોમાં એરોબિક, સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગની કસરત આવી જાય છે.

ડો મુકુન્ચદ મહેતા, આરોગ્ય પુસ્તિકા: ૧, હાસ્યચિકિત્સા, પાનુ ૧૧-૧૨

ચલો મારી સાથે… ક્રષ્ણનગર લાફિંગ ક્લબ, સાયંશાખા, સવારના ૬:૩૦!