સહભાગી બગીચા

મહામારી ચાલતી હોવાથી દૂરથી આવતા શાકભાજી આવી શકતા નથી. સુપરમાર્કેટમાં પણ શાકની તાણ દેખાય અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

જેમ ૧૯૧૮ માં આજના જેવી હાલત થઈ ત્યારે સત્તાધારીઓએ જાહેર કર્યું હતું કે જ્યાં જમીન ખાલી દેખાય ત્યાં વાવો.  જમીન નહોય તો કુંડામાં વાવો. તેમ કરવાથી બધી પ્રજા સ્વાવલંબી થઈ હતી. તમે “વિક્ટરી ગાર્ડન” વીષે સાંભળ્યું હશે.  

હવે આપણો પણ તેવો સમય આવ્યો છે. આવો વિચાર મારી દીકરીના મિત્ર નેટને આવ્યો. તેણે તેના મિત્રો સાથે આ વાત વહેતી મૂકી. તેઓેએ અત્યારનાં સમયને અનુરૂપ નામ કો-ઓપ ગાર્ડન્ઝ રાખ્યું. આખા અમેરિકાથી ૨૦૦૦ લોકો જેટલાના તરત પ્રતિભાવ આવ્યા. મિત્રોનો સહકાર મળ્યો. હવે આ હીલચાલ શરૂ થઈ ગઈ છે…

  • જ્યાં પડતર જમીન હોય ત્યાં જઈને વાવણી કરવાની… 
  • જેની પાસે જમીન હોય, પણ બગીચાકામ નગમતુ હોય, કે શરીર ન ચાલતુ હોય, તેઓ પાડીશીને પોતાના બગીચામાં વાવવા દે. જે બગીચામાં ઉગે તે બધા માટે.
  • પડતર મકાનમાં વાવણી કરી હોય તો સ્થાનીક કોઈ પાણી પાવાની જવાબદારી લે. જેને ત્ત્યાંથી ખપ પૂરતુ જોઈતુ હોય તે લઈ જાય. તમને યાદ હશે નાનપણની દલા તરવાડીની વાર્તા —  કે ખેતરમાં રીંગણાં ઉતારવા ગયો ત્યારે રીંગણાંને પૂછે…રીંગણાં લઉ બેચાર? અને પોતેને પોતે જવાબ આપે…લેને દસબાર! તેવું પણ બને.

આ રીતે આખા અમેરિકાને ઓનલાઈન જોડ્યા અને બધાં નજીક આવ્યા છે. એકબીજાને મદદ કરે અને જેની પાસે બિયા હોય તે ઓનલાઈન પર કહે કે મારી પાસે બિયા ઘણા છે. એટલે તેના ક્ષેત્રમાં જે રહેતા હોય તે જઈને લઈ આવે. જેની પાસે સાધનો હોય તે સાધનો આપે. આમ બધાંએ મળીને ઝુંબેશ ઉપાડી છે.

આ વિચાર આપણાં ગાંધીજીના સ્વાવલંબી થવાના, વિનાબા ભાવેના ‘સર્વોદય‘ અને ‘ખેડે તેની જમીન‘ ને મળતા આવે છે, અને કટોકટીના સમયે આવકારદાયક છે…


લેખક: કોકિલા રાવળ

ફિલાડેલફિયામાં પર્યાવરણની પ્રવૃતી

મીનળ રાવળ પર્યાવરણની પ્રવૃતીમાં મશ્ગુલ છે. ૨૧ એપ્રિલે તેણે એંબલર નામના ગામમાં પૃથવી દિવસ માટે બીજાની હારોહાર એક ટેબલ ખુરશી રાખીને સૂર્ય ઉર્જાનો પ્રચાર કર્યો હતો.

તે આવી ઘણી પ્રવૃતિઓ કરે છે.

હાલમાં તે ગેસની પાઈપ લાઈન ફિલાડેલફિયા અને આજુબાજુના ગામ વચેથી પસાર ન થાય તે માટે તેણે ઝુંબેશ શરૂ કરી છે. કારણ કે ગેસ લાઈનનો અકસ્માત થાય તો ૩૫ માઈલના વિસ્તારમાં તેની અસર પહોંચે તેમ છે. તદઉપરાંત ખેતીવાડીને નુકશાન પહોંચે, પીવાનુ પાણી બગડે અને તેનાથી આવતી શ્વાસની માંદગી પણ આવે. ગવરમેંટ કુદરતી હોનારત માટે ગજ્જબનો ખરચો કરે છે. તેના બદલે સૂર્ય ઉર્જા અને પવન ચક્કીની શક્તિથી અબજો બચી શકે એમ છે. America is ready for 100% renewables.

સેપ્ટા કરીને બસ લાઈનને પણ ઈલેક્ટ્રીક બસ કરવાની મથામણમાં છે. તેના માટે મોરચા પણ માંડે છે.

ઈલેક્ટ્રીક કાર વાપરનારની સુવિધા માટે શહેરમાં જુદા જુદા સ્થળોએ કારને ચાર્જ કરવાના સ્થંભ હોવા જોઈએ તે માટે મેયર સાથે વાટાઘાટ કરે છે.

મીનળ ઈલેક્ટ્રીક કાર અને બાઈસીકલ વાપરે છે. પોતાના ઘર ઉપર સૂર્ય ઉર્જા વાળુ છાપરૂં કરાવે છે.

ઘરમાંથી ગેસ લાઈન કઢાવીને ઈલેક્ટ્રીક લાઈન નાખી છે. સૂર્ય ઉર્જાનું છાપરૂં થશે પછી ઈલેક્ટ્રીકનુ બીલ પણ ઓછું આવશે.

દ્વિતીય સંસદ સભા

સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે ગઈકાલ તારીખ ૧૫મી એપ્રિલ ૨૦૧૮ના રોજ આયોજિત સાહિત્યસભામાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરાના અગ્રજ અને પ્રખર ભાષાંતરકાર શ્રી અશોક મેઘાણીએ તેમણે કરેલા વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યના અનુવાદોમાંથી ચયન કરેલા કેટલાક અંશોનું પઠન કર્યું હતું.

photo: Girish Vyas

સાહિત્ય સંસદના કોષાધ્યક્ષ સુશ્રી કોકિલા રાવલનાં નિવાસે ફીલાડેલ્ફીયા ખાતે આયોજિત સભામાં પ્રારંભે સાહિત્ય સંસદના મહામંત્રી શ્રી નંદિતા ઠાકોરે સૌ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ સાહિત્ય સંસદના અન્ય મહામંત્રી શ્રી સુચિ વ્યાસે અતિથિ વક્તા શ્રી અશોક મેઘાણીના વ્યક્તિત્વ અને કર્તૃત્વનો પરિચય કરાવ્યો હતો.

રાષ્ટ્રીય શાયર, ઉદ્દાત માનવ અને વિશ્વશ્રેષ્ઠ અનુવાદક સ્વ. ઝવેરચંદ મેઘાણીના અનુવાદોના અધ્યયન પરથી એવું અચૂક પ્રતીત થાય કે એમના પુત્ર શ્રી અશોક મેઘાણીને સહજસાધ્ય એવું અનુવાદનું અભ્યાસમૂલક કૌશલ્ય એમના જિન્સમાં તો આવ્યું જ હશે પરંતુ એ કસબને હસ્તગત કરવા અશોકભાઈએ આપબળે પણ અથાક પરિશ્રમ કર્યો છે. સર્જનક્રિયામાં મૂળભૂત રીતે આવશ્યક એવી પ્રતિભા અને જન્મગત સંસ્કાર એ અશોક મેઘાણીને પ્રાપ્ય હોવાથી સાહિત્યિક કૃતિઓમાં પ્રતિપાદિત સંદર્ભ અને પરિવેષ કારયિત્રી પ્રતિભાને સહજતાથી સમજાય છે. કલા કૌશલ અને વિજ્ઞાનની પૂરક એવી અનુસર્જનાત્મક કલાના ધારક અશોક મેઘાણીએ અનેક પુસ્તકોનાં અનુવાદ કર્યા અને એમાં એમણે સીમાચિહ્નરૂપ કામ કર્યું છે પરંતુ કાકાસાહેબ કાલેલકરના પુસ્તક “હિમાલયનો પ્રવાસ” નો અશોકભાઈએ અંગ્રેજીમાં તરજુમો કરીને વિશ્વપ્રવાસીઓ માટે ઉત્તમ ભેટ ધરી છે. મહદઅંશે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરતા અશોક મેઘાણીએ રાજમોહન ગાંધીનું દરબાર ગોપાલદાસ વિષેનું એક પુસ્તક “પ્રિન્સ ઑફ ગુજરાત” નો પ્રથમ વાર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પણ અત્યંત નિખાલસતાથી તેઓ કહે છે કે ગુજરાતીમાં તરજુમો કરવાનું કામ થોડુંક કઠીન બની રહ્યું. અનુવાદકળા મૂળભૂત રીતે માનવ એકતા અને વ્યક્તિચેતનાથી એ વિશેષ વિશ્વચેતનાની સક્રિય સંવાહક છે.

વિશ્વસંસ્કૃતિના વિસ્તાર- પ્રસારમાં અનુવાદનું અત્યંત મહત્વનું યોગદાન રહ્યું છે. જોકે કઠીન અને જટિલ એવું અનુવાદકાર્ય કરતી વેળાએ અનુવાદકે સર્જનાત્મક કક્ષાએ અસાધારણ ભૂમિકા ભજવવાની હોય છે અને એવી આ સર્જનક્રિયામાં મૂળભૂત રીતે આવશ્યક એવી પ્રતિભા અને જન્મગત સંસ્કાર એ અશોક મેઘાણીને પ્રાપ્ત છે.

મૂળ કૃતિમાં અભિપ્રેત સંદેશ કે અર્થને અત્યંત અડોઅડ રહીને તેમજ એના અર્થ અને એની શૈલીને વફાદાર રહીને એમણે કરેલા અનુવાદ એથી જ તો વિશ્વસનીય અને પ્રશંસનીય બન્યા છે.

સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની આ સભામાં ગુજરાત લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકાના અધ્યક્ષ શ્રી રામ ગઢવી, ખૂબ જાણીતા લેખક મધુ રાય, મુંબઈ થી પધારેલા કવિ હિતેન આનંદપરા, જાણીતા સી.પી.એ અને ફ્રેન્ડસ ઑફ ફિલાડેલ્ફીયાના શ્રી દેવેન્દ્ર પીરની વિશેષ ઉપસ્થિતિ હોવા ઉપરાંત મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

સભાના અંતે શ્રી કોકિલા રાવલે આભાર પ્રદર્શિત કર્યો હતો.


લેખક: વિજય ઠક્કર, લખ્યા તારીખ: April 18,2018 @ 3.30 AM

ફિલાડેલફિયાના સમાચાર – કવિ હિતેન આનંદપરા અને ભાગ્યેશ જહા

photo: Girish Vyas

દેવેન્દ્રભાઈ પીરને ઘેર હિતેનભાઈ આનંદપરા અને ભાગ્યેશભાઈ જહાએ કવિતાઓની સરવાણી વહાવી હતી. સૌ મિત્રોને તેનો લ્હાવો મળ્યો.

હિતેનભાઇના પુસ્તકો જુઓ, અહિંયા. અને ભાગ્યેશભાઈ જહાના પુસ્તકો અહિંયા.

ત્યાર પછી ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.

ફિલાડેલફિયાના સમાચાર- દ્વિતીય સંસદસભા ઓફ નોર્થ અમેરિકા

પહેલી બેઠક ડિસેંબરમાં સુચીબેન વ્યાસને ઘેર આયોજીત થઈ હતી. રાહુલભાઈ શુક્લ તેના મુખ્ય વક્તા હતાં. સંસદસભા શરૂ કરવાનું સુચન કનુભાઈ સુચકનું હતું.

દ્વિતીય બેઠક કોકિલા રાવળને ઘેર ૧૫મી એપ્રિલે રાખવામાં આવી હતી. ૩૦ ભાવકો ઉપસ્થિત હતા. મુખ્ય વક્તા અશોકભાઈ મેઘાણી હતા. તેમણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરેલા થોડાં પુસ્તકોની ઝલક આપી હતી. ત્યાર પછી શું ગ્રહણ કર્યું તે પ્રદર્શીત કરવા માટે ભાવકોને એક એક મીનીટ આપવામાં આવી હતી.

photo: Girish Vyas

ભોજનના વિરામ પછી સૌના આગ્રહને વશ થઈ નંદિતાબેને (જે કવિ, ગાયક અને સંગીતના ઢાળ બેસાડનાર તરિકે પ્રચલિત છે) થોડાં ગીતો ગાયા. પ્રખ્યાત કવિ હિતેન આનંદપરા પણ અમારા નસીબે ત્યાં હાજર હતાં. તેમણે પણ કવિતાનો લાભ આપ્યો. ગીરીશ વ્યાસે પણ હળવી બે કડીઓ ગાઈ સંભળાવી. આમ રંગે ચંગે અને સૌની મદદ સાથે સંસદ સભા પૂરી થઈ.


લેખક: કોકિલા રાવળ

ફિલાડેલ્ફિયાનાં સમાચાર – ગ્રીડ્સ ડાયસ્પોરા એવોર્ડ

૧૦મી ઓક્ટોબરનાં બપોરનાં ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી પન્નાબેન નાયકને માન આપવા એકઠા થયેલા લોકોએ ઉજવી. મુખ્ય વક્તાઓમાં પ્રોફેસર પ્રદ્યુમન ચૌહાણ, નવીનભાઇ શાહ, બાબુભાઇ સુથાર, મધુ રાય, કિશોરભાઇ દેસાઇ, બળવંતભાઇ જાની, રામભાઇ ગઢવી અને નટુભાઇ ગાંધી હતા.

સુચીબેન વ્યાસનાં હાથે પન્નાબેનને શાલ ઓઢાડી. રાહુલ શુક્લએ સંચાલન કર્યુ. મિનાબેન તથા આકાશ શુક્લએ સાતેક મિનિટની વિડિઓ-કલિપ બતાવી. જેમા ફિલ્મિ ગિતોમાં રાજ કપુર અને પન્નાબેનની જોડી બનાવી અને બધાને હસાવ્યા. રાહુલ શુક્લએ વચ્ચે વચ્ચે ધણી જોક્સ કરી. ટુંકમાં, પન્ના કે નામ પર પન્નાકી તમન્ના આનંદથી અને હાસ્ય ભરપુર ઉજવાણી.

એવોર્ડ સ્વિકારીને પન્નાબેને આભાર દર્શન કર્યુ, જે તમે અહિં સાંભળી શક્શો.

Gardi Award to Panna Naik function flyer

ફિલાડેલ્ફિયાના સમાચાર

કોકિલા રાવળ

અહિંયા ભારતિય ટેંપલમાં હમણા ગણેશ ઉત્સવ ઉજ્વાયો. વ્યવસ્થા ganeshબહુ સારી હતી. વોલંટિયરો (સ્વયમ-સેવકો) દિલથી કામ કરતા હતા. રોજ
જુદા જુદા પ્રોગ્રામ પણ થતાં હતા. ભારતના બધી જાતના લોકો ભાગ લેતાં હતા. સંગીત, નૃત્ય, ડાયરો, મારવાડી ઠુમરી, વાયોલીન અને બોલીવુડના ગીતો. અમે તો ગુજરાતી અને હિંદી પ્રોગ્રામમા હતા; મરાઠી અને બંગાળી ભાષામાં પણ હતા.

આ ઉપરાંત રવિવારના સવારે ગણપતિનો લગ્ન મહોત્સવ ઉજવાયો. રોજ સાંજે ત્યાંજ જમવાની વ્યવસ્થા હતી.

બીજા સમાચારમાં ફિલાડેલ્ફિયાનું નામ દુનિયામાં ઝળકી ગયુ. ઝવેરચંદ મેધાણીની કવિતાના શબ્દોમાં અહીં પોપ ફ્રાંસિસની પધરામણીએ જે વાતાવરણ સર્જયુ છે તેના પડઘા પાડે છે.

people-for-popeવિરાટ-દર્શન

બાજે ડમરુદિગંત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી,
દેશદેશેથી લોક, નરનારી થોકેથોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.

દેતાં ડગ એકતાલ, નિરભયતાની મશાલ
લઇને કંગાલ કેરી સેના આવે,
દેખો! રે કાલ કેરી સેના આવે…

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી ગિરિવરથી, સુંણી સાદ આવ્યાં
અમે નુતન શક્તિને ભાન, ગાતાં શ્રધ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

શંાતિકૂચ

આ ઉનાળામાં મેં મીનળ સાથે શાંતિકૂચની સભામાં હાજરી આપી. તેઓએ કાયદામાં રહીને કેવી રીતે શાંતિકૂચ કરવી તેની સૂચનાઓ આપી. તેના અનુસંધાનમાં સવાલ જવાબ કરી સૌને બરાબર સમજણ આપી. આ વખતની સભા પર્યાવરણ ઉપર હતી.

નોર્થ ડાકોટાથી મોટા ભાગનું ક્રુડ ઓઇલ ટ્રેનથી ફિલાડેલ્ફિયા પહોંચે છે. જે ફિલાડેલ્ફિયાના મધ્યમાંથી પસાર થાય છે. જો ટ્રેનનો અકસ્માત થયો તો જ્યાંથી ટ્રેન પસાર થાય છે તેની આજુ બાજુ રહેતા ૭ લાખની વસ્તીને નુકશાન પહોંચવાની શક્યતા છે.

કેનેડામાં નાનકડા ગામમાં અકસ્માત થયો ત્યારે ૪૭ માણસો મરી ગયા. તેની વાત પણ થઇ. આ ઓઇલમાંથી કાર ચલાવવા માટે નો ગેસ બનાવી પરદેશને વેંચવાની વાત ચાલે છે. આપણા કુવા ખાલી કરવાની જરુર નથી. સાચવીને વાપરવાની જરુર છે.

પીવાનું પાણી, શાક-ભાજી વગેરે ખાવા પીવા લાયક ન રહે અને રોગચાળો ફાટી નીકળે તે બધી વાતનો પણ વિચાર કરવો ઘટે.

ત્યાર પછીની સભામાં પણ મીનળ મને તાણી ગઇ. કેનેડામાં જે ૪૭ માણસો મરી ગયા તેને માન આપવા ફ્યુનરલ પ્રોસેશન કાઢવાનું હતું.

green-umbrella
છત્રી શણગાર – કોકિલા રાવળ

પહેલાનાં જમાનામા કબ્રસ્તાનમાં વધુ ઉભા રહેવું પડે ત્યારે વરસાdecoratingદ-તડકાથી બચવા માટે છત્રી ઓઢવામાં આવતી હતી. એનુ અનુકરણ કરી છત્રીઓ
શણગારવાનું નક્કી કર્યું. પોટલક માટે એક-એક વાનગી અને સાથે એક-એક છત્રી લઇ સૌ ભેગા થયા. વાતોના ગપાટા મારતા બધાએ છત્રીનાં શણગાર કર્યા. થોડા ભાઇ-બેનો બેનર ઉપર લખાણ અને ચીત્રામણ કરતાં હતાં. પાર્ટી થઇ ગઇ.

હવે આવ્યો શાંતિકૂચનો સમય. એક પાર્કમાં સૌ પોત-પોતાનું ભાતુ લઇને છત્રી સાથે હાજર થયા. છાપાના રીપોર્ટર આવ્યા. બેન્ડ-વાજા વાળા આવ્યા. ફોટાઓ ઝડપાયાં. પોલિસની પણ હાજરી હતી.

બબેની કતારમાં બધા બેનર અને જુદા જુદા લખાણ સાથે છત્રીઓ ઓઢી ગોઠવાઇ ગયા. આગળ “ગ્રાની granny-peace-brigadeપીસ બ્રીગેડ” વોકર, લાકડી અને વ્હીચેરવાળા હતા. બાળકોને ખભ્બા ઉપર ચડાવેલા બાપાઓ પણ હતા.invest-green-energy બેંડ વાજા નગારા વગાડતા બધાં બ્રીજ ઉપર થઇને બીજી બાજુ સુધી ગયા. નીચેથી ઓઇલ ટેંકની ટ્રેઇનો પાર્ક કરેલી હતી. બ્રીજ ઉપરથી ફિલાડેલ્ફિયાની સ્કાય લાઇન દેખાતી હતી. band

પ્રોસેસન સહીસલામત પાછું ફર્યું. જાઝની મંડળી આવી સંગીતના સૂર રેલાવી સૌને થનગનાટ કરાવી ગઇ. બાળકો ફુગ્ગા લઇ દોડા દોડી કરતાં હતા. બરફના ગોળા મફતમાં વહેંચાણાં. આપણે તો ચા, થેપલા બાંધી ગયા હતા. ઉજાણી થઇ ગઇ.

જૂની આંખે નવા ચશ્મા જોયા. અને તાપમાં છત્રી ઓઢવા કામ પણ આવી…