ગુજરાતી કહેવતો

  લક્કડ કા લાડુ ખાવે વો ભી પસ્તાવે, નખાવે વો ભી પસ્તાવે. ભેંસ ભાગોળે, છાશ છાગોળે, ઘરમાં ધમાધમ. છાશમાં માખણ જાય ને બૈરી ફુવડ કહેવાય. વાંઢાને ઘેર વલોણું નહિને અપાસરે ઢોકળા નહિ. સુતારનું મન બાવળિયે. દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે. ધોબીનો કુતરો નહીં ઘરનો નહીં ઘાટનો. ગરજ સરી એટલે વૈદ વેરી. બ્રાહ્મણ ફેરા ફેરવી … Continue reading ગુજરાતી કહેવતો

ગાંધીજીના વિચારો

સ્ૃષ્ટિ આપણી જરૂરિયો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન કરે છે અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે. સત્ય હકાર છે, અહિંસા નકાર છે. સત્ય વસ્તુનું સાક્ષી છે, અહિંસા વસ્તુ છતાં તેનો નિષેધ કરે છે. સત્ય … Continue reading ગાંધીજીના વિચારો

ગિજુભાઈ બધેકાની વિચારયાત્રા

આપણને સમજીજાય છે તમે આખી દુનિયાને ઠગી શકશો,પણ તમારા બાળકને ઠગી શકશો નહીં. તમે આખી દુનિયાને આંજી શકશો, પણ તમારા બાળકને આંજી શકશો નહીં. તમે તમારું ચારિત્ર્ય ઈશ્વરથીએ છૂપું રાખી શકશો,પણ તમારા બાળકથી છૂપું રાખી શકશો નહીં. કુદરતે એમને કોણ જાણે કેવીએ શક્તિ આપી છે કે તેઓ તમને જાણી જ જવાનાં. તેઓ તરત સમજી જાય … Continue reading ગિજુભાઈ બધેકાની વિચારયાત્રા

સુવાક્ય

લાગણીની ભાષા દિલ જીતી લે છે. અધિકારની ભાષાથી બીજાના દિલમાંથી સ્થાન ગુમાવી દેવું પડે છે. જ્ઞાતિ નહી, ચારિત્રથી વ્યક્તિ સમાજમાં ઊંચો ગણાય છે. જૂઠા માણસો મોટાભાગે વધુ જોરથી બોલતા હોય છે. હિંમત એ વિજય અને ભય એ જ પરાજય છે. કીડો કાપડને ખાય છે, આળસ ઉત્કર્ષને ખાય છે. અધૂરા જ્ઞાનનો અહંકાર વધુ ખરાબ છે. દંભ … Continue reading સુવાક્ય

વધુ કહેવતો

  ગાંડી ડાહીને શિખામણ આપે. નબળો ધણી બૈરી ઉપર શૂરો. કડવું ઓસડ મા પાય. મેલોઘેલો માડીનો, છેલછબીલો લાડીનો. છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર ન થાય. જમણમાં લાડુ સગપણમાં સાઢુ. બાપ તેવા બેટા વડ તેવા ટેટા. રાજાને ગમી તે રાણી છાણા વીણતી આણી. છાશ લેવા જવી અને દોણી સંતાડવી. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મો ધોવા … Continue reading વધુ કહેવતો

રવિશંકર રાવળની યાદમાં – સોના નાવડી

જન્મ તારીખ: ૧ ઓગસ્ટ ૧૮૯૨, ભાવનગર અવષાન: ૯ ડિસેમ્બર ૧૯૭૭, અમદાવાદ "૧૯૨૦માં ગુરુદેવ ટાગોર અમદાવાદમાં આવ્યા ત્યારે ક્ષિતિમોહન સેને ગુરુદેવનું મૂળ બંગાળી કાવ્ય 'સોના નાવડી' ગાઈ સંભળાવેલું તેનો સાર 'સંસારનો દેવતા મનુષ્યના વ્યક્તિત્વને સંઘરતો નથી. પણ તેની સાધના વિશ્વના નિર્વાહમાં યોજી દે છે' તે મારા મનને ચોટ મારી ગયો. ત્યારથી મેં કળાની સાધના માટે કોઈ … Continue reading રવિશંકર રાવળની યાદમાં – સોના નાવડી

સુવાક્યો

સુવાક્યો ૧. શરીર પાણીથી, મન સત્યથી,આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે. ૨. જો હ્રદયમાં કોઈના માટે જગા હશે તો ઘરમાં આપોઆપ થશે. ૩. સો વીંછીના ડંખ કરતા પણ એક કડવા વેણની ચોટ વધુ લાગતી હોય છે. ૪. જગતમાં પરિવર્તન ઇચ્છતા હો તો શરૂઆત જાતના પરિવર્તનથી કરો. ૫. આંખ જુએ તેને દ્દશ્ય કહેવાય, હ્રદય જુએ … Continue reading સુવાક્યો