વાવેલું તરત નજરે ન પડે. ઊગે ત્યાર ખબર પડે. ઘણી વખત ઊગી નીકળ્યું હોય પણ નજરે ન ચડ્યું હોય એમ બને જ છે ને ! મારા ભણાવવાની બાબતમાં આવું બન્યા કરે છે પણ અત્યારે નજરે પડ્યાની વાત છે ! ‘આપણે કામ કરતા હોઈએ તે સ્થળે કેટલાક શિષ્ટાચાર પાળવા જોઈએ. તમે વિદ્યાર્થીઓ છો. તમારું કામ ભણવાનું … Continue reading લઘુકથા — થમ્સ અપ
Category: short story
લેડી વિથ અ ડૉટ
રાજીવ અને અલ્પા હંમેશની જેમ બે ગાડી લઈને શનિવારની પાર્ટીમાં ગયાં હતાં. રાજીવ જમીને વહેલો નીકળી જાય. અલ્પા છેલ્લે સુધી મદદ કરાવીને નીકળે. પાછા ફરતાં અલ્પાને યાદ આવ્યું કે ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે. રાતના સાડા અગિયાર થયેલા. એણે ચોવીસ કલાક ખુલ્લા રહેતા ‘શોપ રાઇટ’ સુપરમાર્કેટના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી. અલ્પાએ જોયું કે … Continue reading લેડી વિથ અ ડૉટ
પપ્પાનો ચહેરો — લઘુકથા
પાછળ લાગ્યા હતા મારા ભાઈબંધો કેટલાય વખતથી. જવું જવું કર્યા કરતા પણ જઈ શકાતું નહોતું અને આખરે વીકએન્ડમાં અમે આવી પહોંચ્યા દીવના દરિયા-કિનારે. રેતાળ, સૂંવાળો કિનારો તમારા ક્ષુબ્ધ મનને શાંતિ આપી રહે. રમતિયાળ પવન વાળની ઝૂલ્ફોમાંથી નીકળી જાય ત્યારે અંદર ધરબાયેલી ચિંતા, પીડાઓ દૂર દૂર નીકળી પડે. ઠંડુ, આહલાદ્ક પાણી નિરાશાને સ્પર્શે ત્યારે તે પણ ઓગળી જાય. … Continue reading પપ્પાનો ચહેરો — લઘુકથા
કિશોરનીં યાદમાં — એકત્રીસ-લક્ષણો
કિશોર રાવળ -- ૮મી ડિસેંબર ૧૯૩૦ - ૧૧મી મે ૨૦૧૩ કિશોરને ગુજરી ગયાને સાત વર્ષ પૂરા થયા. તેમના મિત્રો અને સગાઓ સાથે વાત કરૂ ત્યારે સૌ તેને બહુ યાદ કરે છે. મને પણ રોજ સ્વપનામાં મળે છે. તેઓ હળવી વાર્તાઓનાં લેખક હતા અને ચિત્રકાર પણ. તેમની વાર્તા "એકત્રીસ-લક્ષણો" ડિસેંબર ૨૦૧૪માં “અમે ભાનવગરના ભાગ ૨” પુસ્તકમાં પ્રકાશીત થઈ હતી. … Continue reading કિશોરનીં યાદમાં — એકત્રીસ-લક્ષણો
દુશ્મન,એક લઘુકથા
‘હું કંટાળી ગઇ છું.’ મંજુએ કટાણું મોં કરીને ચોખવટ કરી : ‘આવી ગંધ તે કોણ વેઠે નિત ઊઠીને? તમે ભલે ને કકળાટ કરતા ફરો. સાંજે પાછા આવશો ત્યારે તમારું આ આસોપાલવ...’ કેતનને આગળના શબ્દો નહીં જીરવાય એમ સમજી એણે વાક્ય અધૂરું છોડી દીધું. બધા ‘પેન્ડ્યુલા’ રોપતા હતા, એ દિવસોમાં કેતન દેશી આસોપાલવ લઇ આવેલો. મંજુએ … Continue reading દુશ્મન,એક લઘુકથા
મધ – લઘુકથા
ઇષ્ટી એટલે નિજાનંદ, નિજી જગત, પોતાનો ખંડ, પોતાનું ટેબલ. એની બૂક્સ અને નાની મોટી કામની નકામની અનેકાનેક વસ્તુઓની વચ્ચે તે હોય. નવરાશે કાનમાં ઇયરફોન ચોંટાડે, કમ્પ્યુટરમાં ડેવિલ્સને હરાવે ને વધારે સમય મળે ત્યારે એવેંજર્સ કે અમેરીકન ગાયક વ્રુંદને હાજર કરે. અગીયારમાં ધોરણમાં તે આવી છે. તેથી મોટા ભાગે તેને કોઇ કામ ચિંધે નહિ. અલબત્ત એ … Continue reading મધ – લઘુકથા
કેસૂડા — લઘુકથા
મન ખેંચી રાખતા હતા આ કેસૂડાં. સ્મિત નીકળ્યો ત્યારે ગુલમહોર ઊભા હતા પોતાનો અસબાબ ઉનાળે ખુલ્લો કરી. શહેરમાં પોતાના ઘર પાસેના આ કેડેથી નીકળતા હૈયુ વાદળની માફક હળવું થઇ ગતિ કરી રહ્યું. પરિવારને લઇ એ નીકળી પડ્યો નજીકની ટેકરીઓ પર. શહેરની બહાર નીકળતા વૃક્ષસૃષ્ટિ નજરે આવવા લાગી. પાછોતરો શિયાળો એનું રૂપ ધરી ઊભો હતો કોઈ … Continue reading કેસૂડા — લઘુકથા
કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા... પંચમ જ્યોર્જ ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની … Continue reading કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ
સ્વાર્થ
“કેતુ... એ કેતુ...“ મીરામાસીની બુમ સંભળાઈ. અત્યારે જ પાછા આવ્યા હોવા જોઈએ. એમનુ કાયમ આવું જ. લાંબો સમય એમના એકાદ ભાઈને ત્યાં રહીને આવે. પાછા ફરે ત્યારે એમની જેવુ એકલવાયુ ઘર પણ ખાલીખમ હોય. પાણીનું ટીપુય ન મળે. આવે કે તરત મારા નામની કાગારોળ મચાવે. "એ આવી માસી...“ “પાણીનો જગ લેતી આવજે...“ “જગ નહિ, ઘડો … Continue reading સ્વાર્થ
પ્રેમની પ્રતીક્ષા
પચાસ વર્ષ પહેલાની આ વાત છે, જ્યારે સ્વીડનના એક ગામમાં એક જુવાને ભવિષ્યમાં પોતાની થનાર પ્રિયતમાને આલંગીને ચુંબન આપી કહેલુ કે “હવે થોડા દિવસમાં જ પાદરીના આશીર્વાદથી આપણે એક થશું અને આપણો ઘરસંસાર શરૂ કરશું.“ તેની પ્રિયાંએ સ્મીત સાથે કહેલુ કે “આપણા સંસારમાં શાંતિનુ સામ્રાજય હશે, કારણકે હું તમારા સિવાય જીવી નહીં શકુ.“ આ જુવાન … Continue reading પ્રેમની પ્રતીક્ષા