કલાનો પરિચય

ચિત્ર અને શિલ્પ જેવી મૂંગી કળા નેત્રો મારફત ચિત્તમાં સંચાર કરે છે. તેની વાત કે કદર શબ્દોમાં પૂરી કહેવાનું મુશ્કેલ જ રહેશે. સાહિત્યનું વાહન શબ્દ હોવાથી તે શબ્દસૃષ્ટિમાં પૂર્ણ વિકાસ કરી શકે છે.

ફલાદેશ – નિર્દેશ – રંગ અને રેખાનાં આંદોલનો સમજવા તેની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની થોડી સાધના થવી જ જોઈએ. કલાના પરિચયથી કોઈ વસ્તુમાંથી સત્ ચિત્ આનંદ લેવાની શક્તિ તમને પ્રાપ્ત થશે.

 

 • તમારો આત્મવૈભવ વધી જશે.
 • તમને જીવનનું વિશાળ દર્શન થશે.
 • અનેક સ્થળે છુપાયેલું સૌંદર્ય દષ્ટિગત બનશે.
 • સંસારના ભંડકિયામાં કલાની બારી સુંદર ઉજ્જવળ પ્રકાશ આપે છે, જીવનને સહન કરવાની તાકાત આપે છે.
 • નજીવા લાગતા પદાર્થોને મૂલ્યવાન બનાવે છે.
 • માટીના લચકામાંથી બનેલી પ્રતિમા કે પાત્ર, ઘાટ, રંગ કે અલંકાર પામવાથી સુવર્ણ મ્હોરોનું મૂલ્ય પામે છે.
 • જમવાનો પાટલો અને દેવનું સિંહાસન એકજ પદાર્થનું બનેલા છતાં કલાએ તેમાં ભેદ બતાવ્યા છે.
 • દિલ્હી, આગ્રા, બનારસ, આબુ વગેરે નગરો કલાના પ્રતીકો સમાં છે માટેજ દેશપરદેશમાં કીર્તિ પામે છે.
 • કલાસજ્જીત ગૃહની ઈચ્છા કોને થતી નથી?
 • ઇચ્છા પાછળ રુચિના જ ભેદ છે, ઇચ્છા તો સૌને હોય છે અને ભેદ જાણવા હોય તો કલાનો પરિચય કરવો જોઈએ.
 • જગતમાં ચિરંજીવ ગણાતી વસ્તુઓમાં કલાકૃતિઓનું સ્થાન આગળ પડતું છે.
 • ભારતની કલા પ્રાચીન કલાકેનદ્રે અંજતા, સાંચી, ઈલોરા, નાલંદા ને બીજાં હજારો વર્ષોનું ગૌરવ ટકાવી રહ્યાં છે.
 • ગ્રીસ અને ઇટલી તેની પૂર્વકાળની કલાથી જ પંકાયાં છે.
 • કલા સ્વભૂમીના સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની પ્રતીક બને છે અને સ્વદેશનું મમત્વ સરજે છે.
 • વ્યકતિ અને સમાજ ઉભયને કલા શણગારે છે, સંસ્કારે છે, સજીવ રાખે છે.

લેખક: સ્વ. રવિશંકર રાવળ, પુસ્તક: કલાચિંતન

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ
જન્મ તારીખ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર
અવષાન ૯ ડિસેમ્બર અમદાવાદ ૧૯૭૭

દિનેશ દેસાઇનો આર્ટિકલ, મુંબઇ સમાચાર, ૪ જુલાઇ ૨૦૧૫

 bapu-pg1

 

bapu-pg2bapu-pg3

 

હમણા મહેન્દ્ર મેઘાણીએ દિધેલા પુસ્તકમાં એક બાપુની કણીકા મળી:

‘કુમાર’ માસિકના તંત્રી શ્રી રવિભાઇ (રાવળ)એ નિવેદન કર્યું  છે: “કોઇ અચોક્કસ મુદત સુધી ‘કુમાર’ મોકૂફ રહેશે.”

શા માટે? તંત્રી કહે છે— ઓગણીસ વર્ષની મહેનત પછી પણ ગ્રાહકસંખ્યા બે હજાર સુધી પહોંચી નહીં. કોઇની પાઇ ‘કુમાર’ માટે દાન તરીકે સ્વીકારી નથી. પણ છેવટે તંત્રીએ પોતાના યૌવન-જીવનનો નિચોડ આપી દીધો. આજે ખોખરી તબિયત આગેકદમ જવાની ના પાડી રહી છે.

પોતાનો પ્રહર પૂરો કરીને વિદાય લઇ જનારાઓ એમની એ વિદાય લેવાની હિંમતને ખાતર જ શાબાશીને પાત્ર બને છે. પોતાની ઉપયોગિતા પૂરી થયા પછી વ્યક્તિ કે સંસ્થા જૂની મૂડી ચાવતાં જીવે તો ઝાંખા પડે. ટાંગા ઢરડીને જીવવું, એ તો પામરતા છે. યુગદેવ પ્રત્યે સુજ્ઞોની તો એક જ પ્રાર્થના હોઇ શકે કે, અમને ઊજળા મોંની વિદાય લેવા દેજો, અમારા હાથને પહેલી ઝારી લાગે કે તુરત જ અમારા પર જવનિકા પાડજો.

‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણી: સ્મરણાંજલિ’, સંપાદક મહેંદ્ર મેઘાણી, લોકમિલાપ