મહાબળેશ્વરમાં રાતે

પ્રકૃતિ પ્રશાંત. ગાઢાંધકાર ઓઢી રસ્તો સૂનો. નિબિડે વિહંગ. ન કલરવ. હું જ સુણું મારો પગરવ. ગીતપંકતિ સરે... અજાણ પર્ણે તરે... ન પાછી ફરે. કવિ : ઇન્દ્ર શાહ પુસ્તક અને સંપાદક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી