હાથ શાળ

હાથ શાળની બનાવટોની વસ્તુઓનો આધાર તેની પહોળાઇ ઉપર છે.

જો નાની શાળમાં પાતળો સુતરાઉ દોરાનો ઉપયોગ કરો, તો તેમાંથી

photo by kokila raval
nani shal, photo by kokila raval

બે-ત્રણ ઇંચ જેટલીજ પહોળાઇનુ વણી શકો. જેમાથી પટ્ટા જવું થાય. આ પટ્ટાને બાજુ બાજુમાં ગોઠવીને સાંધોતો પર્સ જેવી વસ્તુઓ બનાવી શકાય.

moti-shal
moti shal, photo by kokila raval

જો મોટી શાળ વાપરો તો જાડા સુતરાઉ દોરાનો ઉપયોગ કરાય. આમા ઊનનો ઉપયોગ પણ કરી શકાય. આ હાથ શાળથી ઘણી મોટી વસ્તુઓ બનાવી શકાય.

મેં આ શાળથી હોટ પેડ (જેની ઉપર ગરમ વાસણ મૂકી શકાય), પ્લેસમેટ (ટેબલની સાદડી), ગલ-પટ્ટો, ચશ્માનું ઘરવું, ચોપડીના પૂંઠાંનું કવર, થેલી, પર્સ વગેરે બનાવ્યા છે. જુઓ મારા નમુના…

આ બધું બનાવતી વખતે જુદા જુદા રંગના દોરાની ગૂંથણીથી જુદી જુદી ભાત પાડી શકાય.

એક ચિત્તથી ધ્યાન દઈને કામ કરવામાં આવે તો ભૂલની શક્યતા ઓ છી રહેશે.

આ બે ટેબલ-ટોપ શાળ બેતાવ્યા. ઘણા ઉભી શાળ પણ વાપરે.

photo by kokila raval
ubhi shal, photo by kokila raval

 

-કોકીલા રાવળ

કોર્નીંગનું કાચ મ્યુઝિયમ

અપ-સ્ટેટ ન્યુ-યોર્કમાં કોર્નીંગ ગામમાં આવેલું મ્યુઝિયમ છે. કોર્નીંગવેરનાં વાસણો તો બધા જાણે છે. પરંતુ અહીં તો આખો દિવસ ઓછો પડે તેડલી કાચની બનાવટો છે. મ્યુઝિયમ જવાનો રસ્તો ગામમાં પહોંચ્યા પછી સહેલાઇથી મળી જાય છે. કારણકે આપણને અગાઉથી જણાવવામાં આવ્યું છે કે લાલ પટ્ટા ઉપર ચાલો તો સીધા ત્યાં પહોંચી જશો. ચાલી ન શકે તેઓ માટે, અથવા વરસાદ-ઠંડીથી બચવા માટે શટલ બસ ગોઠવેલી છે.

કાચનું આખું વિજ્ઞાન રેતીમાંથી કાચ કેવી રીતે બને છે તે સમજાવામાં આવે છે. જેને યાદગીરી માટે કાંઇ નાની-સહેલી વસ્તુ જાતે બનાવવી હોઇ તો તેની પણ પ્રયોગશાળા છે. તમારી બનાવેલી વસ્તુ ફરવામાં તમને સાથે ન ફેરવવી હોય તો તેઓ અઠવાડિયામાં તમારાં ઘરે પહોંચતી કરે છે.

આ સાથેના ફોટાઓ ઉપરથી તમને થોડો ખ્યાલ આવશે કે ત્યાં શું શું બને છે. ખરીદી કરવી હોય તો તેની પણ મોટી દુકાન છે.
ખાવા પીવાની ઉત્તમ જગ્યા પણ ત્યાંજ છે. ગામમાં રહેવા માટે સારી હોટેલો પણ છે.

-કોકિલા રાવળ