સંચાર છે કલ્પનાઓ તર્કનો શૃંગાર છે. સ્વપ્ન દેખે જે નયન, ફનકાર છે. એષણાં વિચલિત કરી ધબકે હૃદય થનગને મકસદ બની મલ્હાર છે. સાધના છે જ્ઞાનની સંજીવની, ચેતનામાં જ્ઞાનનો ભંડાર છે. સ્નેહબંધન ચિત્તને ચંદન કરે, લાગણીનો રક્તમાં સંચાર છે. મા, પિતા, સાથી, ગુરૂની … Continue reading સંચાર છે ~ પ્રેમનો સંસાર ~ ૨ ગઝલ
Tag: ગઝલ
સફળતા જિંદગીની
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી; ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની, પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી. મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર, મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી. તમે મારાં થયા નહીં તોયે મારાં માનવાનો છું, કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમળમાં … Continue reading સફળતા જિંદગીની
વરસાદ આવે છે
હું સાદી ભાષામાં તમને કહુ? વરસાદ આવે છે. અદ્લ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે. બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી? સહારો છોડીને ચાલો સહુ, વરસાદ આવે છે. ગગનવાળાની પાસે માગું છું એક વાદળું કે જે વરસતું હોય ને ગાતો રહું 'વરસાદ આવે છે.' સવારી વીજ પર, ઢોલીડા ગર્જન, બારાતી ફોરાં; બનાવી … Continue reading વરસાદ આવે છે