ગઈ કાલે રાતે સપનામાં તમે મૂકી ગયા હતા મારા ઓષ્ઠદ્વય પર કુંવારા ચુંબનની એક કુંવારી કળી...! સવારે ઊઠીને જોઉં દર્પણમાં તો... પારિજાતની સૌરભના ઢગલે-ઢગલામાં દટાયેલી હું... ! કવિયત્રી: જયશ્રી વિનુ મરચંટ પુસ્તક અને સંપાદક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી