Am I an American? Or a Gujarati? Or both? હું અમેરિકન છું કે ગુજરાતી? કે બન્ને? I've been in the US for over 45 years. I thought I had assimilated. I thought I was an American. આજે હું અમેરિકામાં પિસ્તાલિસ વર્શ છું. મને એમ કે હું અહિંયાની જ છું, અમેરિકન જ છું. In the five … Continue reading Am I an American? Or a Gujarati?
Tag: નિબંધ
આપની પાસે ચંદ મીનીટો છ?
ઉત્તમ ગજરના "સન્ડે ઇ-મહેફીલ"માં 475 વાર્તા, કવિતા તથા ગઝલનો સંગ્રહ છે. તેમાંથી આ એક ફકરો તમને જરૂર રસ ઉપજાવશે. આપણને સૌને કોઇ સાંભળે તેવી આકાંક્ષા છે; બાળકથી માંડી મોટી ઉંમરને આપણે સાંભળતા શીખીએ અને સાવ પંદર મીનીટ જેટલો સમય આપ્વો. ખાસ કરીને આ કોવિદના સમયમાં, જ્યારે સૌ અકેલા પડી ગયા છે. આજ સવારના મારી દિકરી મીનળે … Continue reading આપની પાસે ચંદ મીનીટો છ?
વણમાગી સલાહ ‘ઓકવા’નો રોગ
મને ડાયાબીટીસ છે એવી પહેલી વાર ખબર પડી, પછી થોડા દીવસે એક મીત્રની પુત્રીનાં ચીત્રોનું પ્રદશશન યોજાયું હતું. તેના ઉદ્ઘાટન પછી આઈસક્રીમ આપવામાં આવતો હતો. મેં ‘ના’ પાડી. બાજુમાં બેઠલેા કવી લાભશંકર ઠાકર બોલી ઉઠ્યા: ‘આઈસક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવયું. એક વડીલ તરત જ મારે ડાયાબીટીસમાં શું કરવું અને શું ન કરવું એની … Continue reading વણમાગી સલાહ ‘ઓકવા’નો રોગ
સાહિત્યકારની ખુમારી
સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે. પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું … Continue reading સાહિત્યકારની ખુમારી
મારી દષ્ટિએ
મારી દષ્ટિએ આ ગુજરાતી ભાષાની છેલ્લી પેઢી છે. જે અહીં જન્મ્યા, ઊછર્યા એ બીજી-ત્રીજી પેઢીએ અહીં ગુજરાતી ભાષાનુ પૂર્ણવિરામ હશે. અહીંની નવી પેઢીને ગુજરાતી શીખવવાના જે પ્રયત્નો થયા છે તે ગેરમાર્ગે છે. વિદ્વાનનું માર્ગ-દર્શન લઈને પછી ગુજરાતી ભાષા શીખવવી જોઈએ. લંડનમાં ગુજરાતી શીખવવા પરીક્ષા વગેરે વ્યવસ્થા થઈ, પણ એ પ્રયત્નો કોલેપ્સ થયા. કારણ કે ગુજરાતી … Continue reading મારી દષ્ટિએ
સાલ મુબારક!
સૌ વાંચકોને અમારા સાલમુબારક! 2020ના વર્ષે પર્યાવરણ માટે મોડુ થાય તે પહેલા કાંઈ કરવાનુ પણ લઈએ. વૃક્ષારોપણ કરીએ, કે ટપકતા નળને સમા કરીએ, કે જમણવારોમાં કાગળ કે સ્ટાયરોફોર્મની જગ્યાએ થાળી-લોટો કે પત્રાવળા વાપરીએ, થેલીઓ ફરી વાપરીએ -- અને ઘરેથી નિકળતા થેલીમાં તરસ છિપાવવા નાનો પ્યાલો રાખવો. આવા નાના ફેરફાર તો આપણે સૌ કરી શકીએ. સાલ મુબારક!
પુષ્પ જેવો પરમાત્મા
કેટલાક નાજુક, સુગંધી પ્રસંગો ભેગા કરી તેના અર્ક સમાન મહેંકતી પળોની પાંદડી બનાવી લઉં...! સંસારનો તડકો-છાંયો ઝીલતા ઝીલતા તીખી, મીઠી પળોની પીંછી વડે તેમાં રંગ પૂરી દઉં.....! પછી જીવનરૂપી બાગમાં તે પુષ્પ રમતું મુકું તેવી મારા જાગૃત મનની મનછાં ખરી. મારું જીવન કુદરતના વિવિધ અનુભવોની એરણે ચડી તેના ભિન્ન ભિન્ન મિજાજ થકી જુદા જુદા રૂપ ધારણ કરી રહ્યું છે. … Continue reading પુષ્પ જેવો પરમાત્મા
એવી એક રાત હતી
રાતના બે વાગી ગયા હતા. કોણ જાણે કેમ પણ તે રાતે ઊંઘ નહોતી આવતી. હું બારી તરફ પડખું ફરીને પડી રહ્યો હતો. દૂર દૂર બેચાર તારા આછા ઝબકી રહયા હતા. બાકી આખું આકાશ કાળું ડિબાંગ હતું. અચાનક બાળપણની સ્મૃતિઓ ઊભરાવા લાગી: ‘ઘેર ભણાવવા આવતા છોટાલાલ માસ્તર... સંતાઈ જવાની રમત રમતી વખતે અંધારી ઓરડીના બારણા પાછળ … Continue reading એવી એક રાત હતી
ગોવા છાન છાન…
છાતીમ વૃક્ષો ફૂલોથી લચી પડ્યાં છે, આથી આખ્ખું ય ગોવા મ્હેક મ્હેક થઈ ગયું છે. અહીં જાણે નવેમ્બરમાં — દિવાળીની મોસમ સાથે વસંત બેઠી ન હોય! એમ, હવામાંય કેફ છે થોડો. જો કે હજી સમીરને મદીર કે અધીર કહી શકાય એવા રાગપરાગને પ્રસરવાની વાર છે. છતાં પાછી વળતી શરદના નીલા આકાશમાં રુદ્રપલાશનાં ઓસરતાં ફૂલો કેસરી … Continue reading ગોવા છાન છાન…
સુખ : ઉજાસનો ઉઘાડ
સુખ : ઉજાસનો ઉઘાડ કોઇ પ્રદેશ કે વસ્તુ નથી સુખ. એ તો આપણી લાગણી અને અભીગમનુ પ્રતીબિમ્બ છે. સુખ એટલે બીજુ કૈ નહી પણ રાજી થવુ. નાની બાબત કે મોટી, પોતાની કી બીજાની, આસપાસના માહોલની કે પ્રક્રુતીની, સારી બાબતથી સુખી થવાય છે. ત્રણ પ્રકારે સુખને મુલવી શકાય: માનસિક, દૈહિક, અને ભૌતિક. કોઇ પણ માણસે શારીરિક … Continue reading સુખ : ઉજાસનો ઉઘાડ