પુસ્તક પરિચય – The Rent Collector by Camron Wright

આ વાર્તા કંબોડિયાના એક મ્યુનીસીપાલીટીના ડંપસ્ટરની છે. ધણાં કુટંબોની તેમાંથી રોજી નીકળતી હતી. એક યુગલ ત્યાં રોજ ડબા- બાટલી અને પસ્તી વીણવા આવતું હતું. તેમાંથી તેનું ગુજરાન ચાલતું. તેને એક માંદલું બાળક પણ હતું. તેનો દવાનો ખરચો પણ અવાર નવાર થઈ જતો.

નજીકના વસાહતમાં તેઓ રહેતા હતાં. ઘરને ત્રણ દિવાલ હતી. ચોથી દિવાલને તાપડા થી ઢાંકતાં. તે દરવાજા તરીકે પણ કામ આપતું. આમ તાળા વગરનુ ઘર કાયમ માટે ઉઘાડું રહેતું. બધાં પાડોશીઓ એકબીજાનુ ધ્યાન રાખતાં. અને જરૂર પડે એકબીજાને મદદ પણ કરતાં.

ભાડાનો તકાડો કરવા દર મહિને એક બાઈ આવતી. એકવાર તે આ લોકોને ઘેર આવી ચડી ત્યારે તેણે જોયું કે મા દીકરાને સુવરાવતી હતી અને ડંપસ્ટરમાંથી મળેલી રંગીન ચિત્રોમાંથી વાર્તા ઘડીને કહેતી હતી. કારણકે તેને વાંચતાં આવડતું નહોતું. પેલી માએ બાઈને પૂછ્યું કે મને ઈંગ્લીશ શીખવશો ? તેનો આટલાે ઉત્સાહ જોઈને તેણે ટાઈમ અને હોમ વર્કની શરત નક્કી કરી. થોડા વખતમાં તો તે વાંચતા લખતા શીખી ગઈ. તેની વાંચવાની ભુખ વધતી ગઈ. પેલી બાઈ તેને પુસ્તકો લાવી આપતી અને બંને વચ્ચે ચર્ચા ચાલતી. આમ બંને વચ્ચે માયા બંધાણી. ઘણી વાર તેની પાસે થી ભાડું પણ ન લેતી.

બાઈને કેંસર થાય છે. તેના છેલ્લા દિવસોમાં તે પોતાને ગામ જઈને મરવાનું નક્કી કરે છે. પાછળ વીલ મૂકીને જાય છે. બધી મીલ્કત આ પતિ પત્નીને મળે છે.

આ નવલ કથા ધીરજ,આશા અને માનવતાનો સંદેશો આપે છે.

ખાસ તો ધીરે ધીરે તેને અક્ષર જ્ઞાન કેવી રીતે આપે છે અને દેશી ઉપચારથી તેના બાળકને કેવી રીતે સાજો કરે છે. આ પુસ્તકમાં કંબોડિયાનો ઈતિહાસ પણ વણી લેવાયો છે.


લેખક: કોકિલા રાવળ, ફિલાડેલ્ફિયા

Read about the documentary film, River of Victory, that inspired the book

પુસ્તક પરિચય: Forty Rules of Love by Elif Shafak

‘Forty Rules of Love’ પુસ્તક આપણને સુફીનો ધર્મ સમજાવે છે. એક બાઈ બધી રીતે સુખી છે. વર, ઘરબાર, ત્રણ બાળકો પૈસો બધું હોવા છતાં તેને જિંદગીમાં એકલતા અને ખાલીપણું લાગે છે કારણકે તેનો વર બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખતો હોય છે.

ખાલીપો પૂરવા તે કામ શોધે છે. તેને ૧૩મી સદીનુ manuscript ‘Rumi and Shams of Tabriz’ વાંચવાનુ કામ મળે છે. વાંચતા વાંચતા તે લેખક સાથે પત્ર વ્યવહાર શરૂ કરે છે. તેની સાથે e-mailથી પોતાની જિંદગીના સવાલો તથા મનની મુંજવણની વાતની આપ-લે કરે છે. દિલ ખાલી કરતાં કરતાં પ્રેમમાં પડી જાય છે. પછી મળવાનુ નક્કી કરે છે. આગળ શું થાય છે તે માટે પુસ્તક વાંચવું જરૂરી છે.

Shams of Tabriz Dervish (ફરતો સાધુ) ફરતો ફરતો Rumiના ગામમાં આવે છે. Rumi અને Shamsના વિચારોની આપ-લે માં બંને વચે ઘનીષ્ઠ સંબંધ બંધાય છે. Rumi કથાકાર હોય છે. ક્યારેક કવિતાઓ પણ લખતો હોય છે. Rumi તેને ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપે છેં. આમ તો ફરતા સાધુને ક્યાંય ઠરી ઠામ થઈને ન રોકાવાય.પરંતુ બંને વચે ગુરૂત્વાક્રણના ખેંચાણ હોવાથી Shams ઢીલુ મૂકે છે. Rumiને છૈયાં છોકરા બધું હોય છે. ઘરમાં કોઈને આ વ્વસ્થા ગમતી નથી.

Shams સાથે રહીને Rumiને Forty Rules of Love સમજાવે છે. થોડાં વર્ષ સાથે રહે છે. એક રાત્રીએ Shamsનુ ખુન થાય છે. Rumiને આઘાત લાગે છે. તેને માટે ઝૂરે છે. ત્યારપછી તેની બધી ગઝલો લખાણી છે. જે આજે પણ બહુ પ્રખ્યાત છે…

પુસ્તક પરિચય: જીવન પંથે પ્રયાણ

 

ઋગવેદ અને ગાયત્રી બંને આદર્શવાદી મિત્રો હતાં. બંનેના સ્વભાવમાં સામ્યતા હોવાના કારણે તેમનો સંબંધ લગ્નમાં પરિણમે છે. સમાજને સુધારવાના તેઓને સ્વપ્ના હતા.

ઋગવેદ શરૂઆતમાં રિમાન્ડ હોમમાં નોકરી મેળવે છે; રિમાન્ડ હોમમાં રહેતા છોકરાઓ કોઈ સારા, સંસ્કારી, કે સદગુણવાળા નહોતા પરંતુ સમાજથી તરછોડાયેલા, માબાપ વિહોણાં, ગુનેગાર માનસવાળા,ભણતરથી વિમુખ અને વ્યસની, એવા બાળકોનો ત્યાં વસવાટ હતો. ઋગવેદે દરેકની જવાબદારી માથે ઉપાડી લીધી. રોજ રાત્રે બધાંની મુલાકાત લઈ તેઓને માર્ગદર્શન આપતો અને તેમની પ્રવૃતિથી માહિતગાર રહેતો. ત્યાં નાના ઉદ્યોગ શરૂ કરાવીને પૈસા કમાતા પણ શીખવે છે.

ત્યાર પછી તે ગુનેગારોનુ માનસ સુધારવા સુરતની જેલની નોકરી સ્વીકારે છે. તેથી તેને ગાયત્રીથી દૂર પણ રહેવું પડે છે. રજાઓમાં તેઓ એકમેકને મળે છે.

પહેલેજ દિવસે જેલની ગંદકી જોતા તેને “એવું લાગે છે કે આ પ્રાણીઓને રાખવાની કોઢ છેકે શું?” જેલમાં પણ સુધારા કરી પ્રેમપુર્વક સૌના મન જીતી લ્યે છે. સાથે સંઘર્ષો પણ ઘણા કરવા પડે છે. “દરેક સરકારી સંચાલનોમાં, આવીજ અરાજકતા જ જોવા મળે છે. સરકારી કચેરીઓ, સરકારી હોસ્પીટલો, સરકારી નાના દવાખાના, રિમાન્ડ હોમ, જેલો આ બધું સરકારીની બેદરકારી, કામચોરી અને કર્તવ્યનિષ્ઠાનો અભાવ જણાય આવે છે. સરકાર સુધારો કરવા કે ખર્ચ કરવા બજેટ વધારે મંજુર કરે પણ એ પૈસા સંસ્થામાં ખર્ચાવાને બદલે વહીવટકર્તાઓના ગજવામાં જાય છે, કર્મચારીઓને કાંઈ પડી જ નથી હોતી.”

ગાયત્રી સંગિની નામની સંસ્થા સ્થાપે છે. સ્ત્રીઓની સમસ્યાઓનો ઉકેલ લાવે છે. તે પણ ત્યાં નાના ઉદ્યોગો શરૂ કરીને બ્હેનોને પગભર થતા શીખવે છે. જુવાન છોકરીઓને સાચા માર્ગે ચડાવે છે. તેની સંસ્થા ખૂબ પ્રગતિ કરી પ્રખ્યાત પામે છે.

બંનેના કુટંબીઓ પણ તેમને સાથ આપે છે.

નવલકથાનો પ્રવાહ સરળતાથી વહે છે. સાથે આપણને જકડી પણ રાખે છે.


લેખિકા: સરલા વ્યાસ, પુસ્તક: જીવન પંથે પ્રયાણ

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (પુસ્તક પરિચય)

photo: Kokila Raval

નટવર ગાંધીનુ નાનપણ સાવરકુંડલા જેવા નાના ગાંમમાં વીત્યું. તેમનો કોલેજનો અભ્યાસ મુંબઈમાં થયો . ભણતા ભણતા પાર્ટટાઈમ નોકરી ટ્યુશન વગેરે કર્યા. મુળજી માર્કેટમાં ગુમાસ્તાની નોકરી કરી. લગ્ન પછી નાની ઓરડી માટે ડિપોઝીટના પૈસા નહોતા. ત્રણ ત્રણ મહિને કાયદા પ્રમાણે સેનેટોરિયમ બદલવી પડી. અંતે ઉધાર પૈસા લઈને ઓરડી ભેગા થાય છે. ટ્યુશનવાળા શેઠની મદદથી મેનેનેજરની નોકરી મળે છે. નાની ઓરડીમાં પાર્ટીશન કરી નાનાભાઈને ભેગો રાખવો પડે છે.

અંતે તેનો ભાઈબંધ સામેથી ટીકિટ મોકલી તેને અમેરિકા ના અલાબામા સ્ટેટમાં બોલાવે છે. થોડો સમય ભાઈબંધ સાથે રહી તેના માર્ગદર્શન હેઠળ આગળ વધે છે. કોલેજ કેંપ્સમાં પાર્ટટાઈમ કામ કરતા કરતા આગળ પી. એચ. ડી. ની ડીગ્રી મેળવે છે. પ્રોફેસર તરિકેની નોકરી ત્યાં મળી જાય છે. વર્ષને અંતે વહુને ભારતથી તેડાવે છે. પછી તો શીક્ષણ ક્ષેત્રે બીજા બે ત્રણ સ્ટેટમાં નોકરી કરે છે.

ત્યાર પછી વોશીંગટનમાં “અમેરિકન કોંગ્રેસની ‘વોચડોગ’ એજન્સી જનરલ ઓફિસમાં એકાઉન્ટિંગ ઓફિસમાં ટેક્સ પોલિસી અને એડમિનિસ્ટ્રશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ત્યાં જ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી ૨૦૦૦થી ૨૦૧૪ સુધી સંભાળી. એ હોદાની રૂએ વોશીંગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતાં. અમેરિકન કરવેરા અને નાણાકિય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણાં એવોડર્સથી બહુમાન થયું છે. આંતરાષ્ટ્રિય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે ૧૯૯૬માં એમને ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ પણ એનાયત થયો છે. વધુમાં ગાંધીની સાવરકંડલાથી અમેરિકાની રાજધાની વોશીંગ્ટન સુધીની જીવનયાત્રા અને વોશીંગટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી. એફ. ઓ. તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત આ આત્મકથામાં થઈ છે.”

હજી તેમને જન્મભૂમી માટે લગાવ છે. જ્યારે જ્યારે ભારત જાય ત્યારે બધાં સગા સંબધીઓ ને મળવા સાવરકંુડલાથી મુંબઈ સુધીની સફર કરે છે. ઘણાને આર્થીક રીતે મદદ કરે છે. સાવરકુંડલામાં સ્ત્રીઓની હોસ્પીટલને મોટુ ડોનેશન આપ્યુ છે.

ગુજરાતી ભાષા માટે પ્રેમ હોવાથી તેમણે ઘણાં સોનેટ લખ્યાછે. તેમના પુસ્તકો ‘ઈન્ડિયા ,ઈન્ડિયા’, ‘અમેરિકા, અમેરિકા’ અને ‘પેન્સિલવેનિયા એવન્યૂ ‘ છે.

ભારતે તેની શરૂઆતની કારકીર્દીમાં કદર ન કરી પણ અમેરિકાએ તેને ઘણી તક આપીને તેની કાર્યશક્તિની કદર કરી.

પુસ્તક પરિચય લેખિકા: કોકિલા રાવળ


પુસ્તક: એક અજાણ્યા ગાંધીની આત્મકથા
લેખક: નટવર ગાંધી, natwargandhi.com

પુસ્તક પરિચય: The Art of Hearing Heartbeats

The Art of Hearing Heartbeats, a novel by Jan-Philipp Sendker

જુલિયાના પપ્પા એક સવારે પલાયન થઈ જાય છે. ઘણી તપાસ કર્યા પછી પણ લાપત્તા હોવાથી કોયડાનો ઉકેલ આવતો નથી…

થોડાં વર્ષ પછી જુલિયાને માળિયામાં પત્તરાની ટંકડી ખોલતાં એક પ્રેમપત્ર મળી જાય છે. સરનામુ બર્માનુ હતું…

જુલિયા સારી નોકરી છોડી વ્હાલા પપ્પાનો પત્તો મેળવવા પહાડોની વચ્ચે વસેલાં બર્માના એક નાના ગામમાં પહોંચી જાય છે…

પપ્પા નાનપણમાં આંધળા હતા. જુવાન થતાં તેને એક અપંગ છોકરી સાથે પ્રેમ થાય છે. છોકરી તેની આંખો બને છે. આંધળા હોવાને કારણે તેની શ્રવણશક્તિ ખીલી હતી. તે છોકરીના ધબકારા તથા બીજા ઘણાં બારિક અવાજો સાંભણી શકતાં…

તે અમેરિકા કેવી રીતે આવે છે અને નવી જીંદગીમાં ગોઠવાય છે તેની આ નવલકથા છે. જે બે દેશને રહસ્યમય ગુંથી લ્યે છે.

 

પુસ્તક પરિચય: The Blood of Flowers

photo: Kokila Raval

વાંચવા જેવુ પુસ્તક.

સત્તરમી સદીની આ વાર્તા દંતકથામાં આવતા lsfahan (Persia) શહેરની છે.

છોકરીની નાની ઉમરમાં બાપ ગુજરી જાય છે. ગામડેથી મા-દીકરી શહેરમાં કાકાને ત્યાં જાય છે. તે જમાનામાં દાયજા (davari)ની પ્રથા હતી. બાપ જીવતા હતાં ત્યારે કાકા સાથે વરસો સુધી સબંધ ન્હોતો. કાકા તેને નોકરની જેમ રાખે છે. દાયજાના પૈસા ભેગા ન કરી શકવાથી તેના લગ્ન થઈ શકે તેમ નથી.

કાકા શાહના રાજ્યમાં જાજમ (carpet) બનાવવાના ડિઝાયનર હતાં. તેની સાથોસાથ મદદ કરતાં કરતાં તે પોતે તેમાં પારંગત થઈ જાય છે. તેને જાજમની ગુથણી કરતાં તો નાનપણથી આવડતું હતું.

મોટી થતાં તેને પૈસાદાર માણસ સાથે (contract marriage) મુદતિયા લગ્ન થાય છે,જે દર ત્રણ મહિને પૈસાના સોદા સાથે સહી સીકા કરીને થાય. પોતાના મરજી વિરૂધના લગ્નમાંથી નીકળવા પોતે સામે ચાલીને લગ્ન ફોક કરે છે. કાકા મા-દીકરીને કાઢી મૂકે છે. તેઓ બીજા ગરીબ દંપતીને ત્યા આશરો મેળવે છે. પૂરૂ થતંુ નહોવાથી તેને ભીખ માગવાનો વારો આવે છે. પછી કેવી રીતે પોતાની મેળે પોતાના માન ગૌરવ અને મોભાવાળી જીંદગી પોતે બનાવે છે…

લેખક: Anita Amirrezvani

પુસ્તક પરિચય: Kokila Raval, કોકિલા રાવળ, kokila@kesuda.com

પુસ્તક પરિચય – A Man Called Ove

photo credit: http://d28hgpri8am2if.cloudfront.net/book_images/onix/cvr9781476738024/a-man-called-ove-9781476738024_hr.jpg
photo credit: http://d28hgpri8am2if.cloudfront.net/book_images/onix/cvr9781476738024/a-man-called-ove-9781476738024_hr.jpg

 

સ્વીડીશ વાર્તાનું ઈંગલીશમાં થયેલું રૂપાંતર

સ્વીડીશ લેખક : Helmer Hannes Holm

ઈંગ્લીશ લેખક : Fredrik Backman

નાનપણથી એકલો ઉછરેલો, ખૂબ દુ:ખ સહન કરેલા Ove નામના માણસની વાર્તામાં તેના સ્વભાવનું વર્ણન દ્વારા તેનું ચિત્ર ખડું થાય છે.

ખાસ કરીને તેનો શિસ્તપાલનનો આગ્રહ, દુનિયા વિષે તથા આજુબાજુ રહેતા માણસો માટેનો અભિપ્રાય, વગેરે.

તેની વ્હાલી પત્નીના ગુજરી ગયા પછીનુ ડિપ્રેશન ને કારણે તેના આપઘાત કરવાના પ્રયાસો અફળ જાય છે. તેથી તેનું માનસ કડવાશથી ભરેલું રહે છે. પત્નીને શું ગમત તેના ખ્યાલથી અમુક કામનો નિર્ણય પોતાના મનની વિરુદ્ધ કરીને પત્નીની યાદમાં જીવન વિતાવતો હોય છે.

પાડોશમાં રહેતી ઈરાનિયન બાઈ તેને ડિપ્રેશનમાંથી બહાર લાવીને મરવાના વિચારને બદલે બીજાને મદદ કરવામાં જીવન જીવવું જરૂરી છે, અને ઓવેને બદલે છે.

આ વાર્તાની સરસ મૂવી બની છે, પણ વાંચવામાં વધારે રસ પડ્યો.

પુસ્તક પરિચય: The Girl on a Train

પુસ્તક પરિચય: The Girl on the Train

http://thetelegraph.com/wp-content/uploads/2016/06/web1_TheGirlontheTrainbookcover.jpg
http://thetelegraph.com/wp-content/uploads/2016/06/web1_TheGirlontheTrainbookcover.jpg

એક છૂટાછેડા લીધેલી દારૂડિયણ બાઈની રહસ્ય કથા છે. તે રોજ લંડન સીટીમાં ટ્રેન લઈને કામે જતી. તે દરમિયાન એક સ્ટોપ ઉપર એક સુખી જોડીને વરંડામાં કીસ કરતા કે કોફી પીતા જુએ. તેઓની તેને ઈર્ષા આવે અને દ્રષ્ય જોઈને ખુશ પણ થાય. એક દિવસ તે બીજા પુરુષને તેની સાથે બાથ ભીડતા જુએ છે. તે દ્રષ્ય તેનાથી ખમાણું નહી તેથી તેનો પીત્તો જાય છે.

બીજે દિવસે છાપામાં ખબર જુએ છે કે તે બાઈનું ખૂન થયું છે. એટલે તેને આ કોયડો ઉકેલવામાં રસ પડે છે. દારૂ પીધા પછી તેની યાદ શક્તિ ઓછી થઈ જાય. આખરે આ કોયડો કેવી રીતે ઉકેલાય છે તે માટે આ પુસ્તક વાંચો.

આ પુસ્તકની હમણાં મૂવી બની છે. પુસ્તકમાં વધારે વીગત સાથે ધીમી ગતી પણ છે. લંડનને બદલે મૂવીમાં ન્યુયોર્ક કામે જાય છે તેટલો ફરક છે.

લેખક: કોકિલા રાવળ, kokila@kesuda.com

Once we were brothers

પુસ્તક પરિચય: Once We Were Brothers, by Ronald Balsoncover-large

આ પુસ્તકની કહાની નો અંજામ અમેરિકામાં કાયદાની ગૂંચથી ઉકેલાય છે.

પોલેંડમાં નાઝીના સમયના અત્યાચારમાં ભાગ લીધેલાે એક માણસ જુલમ અને લૂંટ કરી અમેરિકામાં નામ બદલી અમન-ચમનથી રહેવા લાગે છે. કાયદેસર તે માણસ ઉપર દાવો માંડી તેનો ચુકાદો વકીલ લેખકે સારી રીતે આણ્યો છે.
જર્મન માને એકલે હાથે બાળકને ઉછેરવાની શક્તિ નથી એટલે નવ શીષુને જુઈસ કુટુંબના ઘરના પગથિયે મૂકી જાય છે. તે કુટુંબમાં તેના જેવડુંજ બાળક છે. બંને ભાઈઓની જેમ ઉછરે છે. નાઝીનો ઉપદ્રવ શરૂ થયો એટલે જર્મન મા યુવાન છોકરાને પાછો લેવા આવે છે. યુવાનને તેની સાથે જવાની ઈચ્છા નથી. પણ જુઈસ બાપ તેને સમજાવે છે કે તું જઈશ તો અમને બચાવી શકીશ. એટલે કમને છોકરો જર્મન સાથે ભળે છે. સત્તા ઉપર આવ્યા પછી તે કેવી રીતે બદલાય છે.

 

પ્રતિભાવ – ફરીથી અને મારગ વારતાનો

ભાવનગરમાં નવા બે પુસ્તકો પ્રકાશિત થયા: ફરીથી અને મારગ વારતાનો. તેનો પ્રતિભાવ અહીં.

253720161037540071.jpg

ફરીથી – મહુવાકર દંપતીનું સહિયારું સંવેદનશીલ પુસ્તક એટલે ફરીથી. બંને એ મળીને ૫૦ ટૂંકી વાર્તાઓ અલગ અલગ શૈલીથી લખી છે. જાણે રોજનીશીમાંથી વાર્તાઓનું સર્જન થયું અને પરિણામ રૂપે પ્રેમયુક્ત રસમય જીવનની લાણી થઈ. તેમના વાક્ય પ્રયોગોના થોડા દાખલા વાંચવાથી ખ્યાલ આવશે કે તેમણે કાઠિયાવાડી ભાષાને કેટલો ઓપ આપ્યો છે.

નસીમ મહુવાકર:

 • સૌરાષ્ટ્રના ભાવભર્યા નગરમાંથી મુંબઈ લગ્ન કરીને આવે છે. “મીઠા જળની માછલીને મધદરિયે મૂક્યા જેવો મારો ઘાટ મુંબઈમાં થયો.” (કોઈનું કોઈ)
 • હું ‘જયશ્રી કૃષ્ણ’ કહું અને ભાભી મને. “અમારા દિવસની હળવીફુલ શરૂઆત થાય.” (નિત્યકર્મ )
 • કરકસરે કરેલી “થોડીક બચત ખભે આવી.” (રહી ગયું)
 • “પણ ભાઈ, નિહાળમાં રઈને છોકરાંવ ભણાવે એવા માસ્તર તો ઘણા આવે ને જાય, પણ આખા ગામને નિહાળ બનાવે એવા મોભી તો તમે જ.” (મોભી)
 • દાદાના ગળે ડૂમો બાઝતો જતો હતો – “માસ્તર, તમે જાહોને ગામ નોધારું થઈ જાહે.” (મોભી)
 • જમણા હાથની આંગળી ગાદલાને અડકાડી. “ને પપ્પાનું અસ્તિત્વ મારામાં મહોરી ઉઠયું.” (એ… અડી ગઈ)
 • પપ્પાની ખુરશી પાસે જઈને ઉભી રહી. “મારી આંખો ધૂંધળી થઈને બંધ થઈ.” (હવે હું)
 • પપ્પાના ખોળામાં માથું ટેકાવીને ઊંઘી જાઉં . “મારું ને ભુરીનું બાળપણ પપ્પાની હુંફમાં સમેટાઈને મોટું થઈ ગયું.” (તાંસળી)
 • સાથે જમીને અમે હીંચકે બેઠા. “કેવલ, આ એકધારું દોડવામાં પાછળ કશુંક ચૂકી જવાયું છે, ચાલને ફરીથી એકવાર જુનો સમય જીવી લઈએ.” (હું પાછો વળ્યો)
 • તમને ખબર નથી મળ્યા? “ભાભીજીના શબ્દો અંધારી ગુફામાંથી છૂટેલા તીરની જેમ વાગ્યા.” (ન્હોતો)
 • મારી ઉપાધી હવે મેલી દ્યો. ને નફકરા થઈ જાવ. “આ ગળેલા ગાતર અમથાય તમારા વિના લાંબું નઈ વેંઢારે.” (ઉપાધી)
 • હું બંધનમાંથી છૂટી ગઈ. પણ મારે ક્યા છૂટા થાવું ‘તું? “તારી ગોવાળી તો મારા જીવતરનો ટેકો હતી” (બંધન)
 • મોબાઈલ ખીસામાં મૂકી દીધો ને બાઈકને કીક મારી.” ગોરંભાયેલા આકાશ નીચે પોતેય વરસી પડવા નીકળી પડ્યો.” (અધીર)
 • હળવેકથી ડીલીટનું ઓપ્શન દબાવી દીધું. આંખ બંધ કરી.” ભીનાશ ભરેલી બંધ આંખમાં એક વખત કોળેલો ગુલમ્હોર અકબંધ મળી આવ્યો.” (ગુલમ્હોર)
 • એણે હિંચકો અટકાવ્યો. આજે દિવસ જ ક્યાં ઊગ્યો? “ઘડિયાળના કાંટાને આંખોથી ધક્કા મારી-મારી ચલાવ્યાં ત્યારે તો માંડ રાત પડી. ઘર ને મન સૂમસામ.” (રજાનો દિવસ)

બંને જણા લઘુકથાઓના ગુરૂ છે. વાંચો ફરીથીમાં હરીશ મહુવાકરનાં દાખલા:

 • મોતીનો મણકો આપતા મારું મો પાટલો થઈ ગયું. મેં કહ્યું: ‘ હા હો હવે તો આપણા છોકરાઓને પણ મચ્છર કરડવા માંડ્યા.’ પળવારમાં અમે બંને મચ્છરોની પાંખે ઝુલી રહ્યા! (મચ્છર)
 • એ ગઈ એટલે એક શિક્ષક બોલી ઊઠ્યો : ‘ પણ સર, તમે તો… કેટલા મોંઘા કપ – રકાબી…’ “ભાઈ મારા, એની કિંમત કેટલી? કપ- રકાબી તૂટી જશે તો ચાલશે, પણ આ બે છોકરીઓના હૃદય કાયમ માટે તૂટી જશે તો એની કિંમત આપણે જિંદગીભર ચૂકવી શક્ત?” (કિંમત)
 • એકાદ-બે દિવસ ઘરે એટલે કે સીટીમાં હોય ને અઠવાડિયું દસ દિવસ બહાર-આઉટ ઓફ ડીસ્ટ્રીક હોય.
 • “એ હોય તો ધરપત રહેતી. બાળકો, સાસુ, સસરા, કોળી ઉઠતાં. નિર્જીવ વસ્તુઓય એમના હાથને પામે ને હું અવકાશી પંખી બની રહેતી.” (સૂરજમુખી)
 • જેવી એ રસોડામાં ઘૂસી કે બંદા બહાર. “ગોફણમાંથી વછૂટતા ગોળાની જેમ દાદર ઉતરવા માંડ્યો.” (ચિંતા)
 • “રખડું, નિસ્તેજ શિયાળાએ માંદલી સાંજને ઘરમાં વહેલી ધકેલી દીધી. ટાઢી બોળ સાંજે ધીમે પગલે દરેક ચીજ વસ્તુ ઉપર હાથ ફેરવી લીધો ને મારા બાળકોને ઘરમાં પૂરી દીધા.” (વામન વિરાટ)

મારગ વારતાનો, હરીશ મહુવાકર – વર્ણન શક્તિ અજબ. નિરીક્ષણ શક્તિ ગજબ.IMG_0638

 • ‘ઘા’ વાર્તામાં રીંગણાનું વર્ણન વાંચો. “જુવાન જોધ કન્યકા જેવી રીંગણી માગશરની ઠંડીમાં સ્થિર ઉભી હતી. આઠમની ચાંદની રીંગણાના રૂપને ચમકાવી રહી. પાંદડા પર પડતો ઉજાસ ખેતરને અનોખું રૂપ આપતો હતો. કૂણા માખણ જેવા રીંગણા લટકી રહ્યાં હતા, ચમકી રહ્યા હતા. કોરેકોરા ખાઈ જવાનું મન થઈ જાય. એકદમ કાળા- કાળા. ક્યાંક ક્યાંક આછો ગુલાબી છાંટો. દાનાની નજર સામે તગતગતું એક મોટું રીંગણું ઝૂલી રહ્યું એની સામે દાંતિયા કરતું હોય તેમ! રીંગણું વધુ ઝુલવા માંડ્યું…” (ઘા)
 • “‘જાવ , અડતા નંય,છણકો કરતા લીલકીએ કહ્યું. ‘ એમ તો તો… પછી તો ચાંદનીનું અજવાળું નીતરતું રહ્યું – રાતભર. (ચાંદનીનું અજવાળું)
 • એક પતંગિયું પાંખો ફફડાવતું આવી રહ્યું હતું. બંનેએ એ જોયું એ એમની સાવ લગોલગ આવીને બેસી ગયું. રૂપાળું પતંગિયું હતું. સમીરને થયું કે એને પકડી પાડે. અપેક્ષાનેય થયું કે એ પણ એને હાથમાં લઈ લે. પણ એમણે પતંગિયાને બેસવા દીધું. એમણે કોઈ પ્રયત્ન કર્યો નહી. એમને ખબર હતી કે પતંગિયાને પાંખો હોય છે…. (પતંગિયાને પાંખો હોય છે.)
 • “છેવટે મેં પરેશને એન્જીન બનાવવાનું નક્કી કરી લીધું. હું ડબ્બો બન્યો. જ્યાં જ્યાં પરેશ ગયો ત્યાં ખાનગીમાં હું એની પાછળ ગયો. સૂક્ષ્મ નોંધ લેવા માંડ્યો દરેક બાબતની. રવિવારની સુધ્ધા નોંધ લીધી. શિક્ષક વિશે પૂછપરછ કરી. તેનેય ફોલો-અપ કર્યો. પછવાડેની બારીઓમાં આછી-પાતળી તિરાડ જોઈ શકાય. આંખો ત્યાં મંડાઈ ને ત્યાં ફાટી જ રહી! વીજળીનો જોરદાર કડાકો જાણે શરીરમાંથી આરપાર નીકળી ગયો. હોંશ ગુમાવવાની અણીએ હતો. મુઠ્ઠી વાળીને દોટ મૂકી. નજર સામે કાળા-લાલ-લીલા વલયો જ વલયો… હું દોડી રહ્યો હતો. બળબળતી રેતીમાં જાણે! માથે ભુખાળવી સમડીઓ મારા પર ત્રાટકવા ચકરાવા લઈ રહી.” (પ્રતિઘાત)

અષ્લિલતા દાખવયા વગર આ વિષય પર હિંમત કરી ‘પ્રત્યાઘાત ‘ નવો દોર આપે છે.