મામીની નાદાનિયત

વર્ષો પહેલાની વાત છે. ત્યારે મામી મુંબઈનાં અંધેરી નામના પરામાં રહેતા હતાં. મુંબઈ શહેરમાં આવવુ જવું હોય તો બસ લઈને જતાં. ગલ્લીને નાકેથી જ બસ મળી જતી. મામીના મોટાબેનને બોમ્બે હોસ્પીટલમાં માંદગીને કારણે દાખલ કરવામાં આવ્યા હતાં. મામીને થયું ચાલને ખબર કાઢવા જાઉં. બપોરના ટાઈમે જમી કરીને નીકળ્યા. સાંજ સુધીમાં પાછા આવી જવાના હતાં. ત્યારે … Continue reading મામીની નાદાનિયત

મામીની train ride

બે વર્ષ પહેલા મામીએ જુના મિત્રો તથા ભત્રીજાને મળવાનો પ્લાન કર્યો. ટ્રેઈન રસ્તે એકલા હરખભેર Philadelphia થી Connecticut ઉપડ્યા. પહેલું ઘર Stamford માં હતું. ત્યાંથી મિત્રોએ એકબીજાને ઘેર પહોંચાડ્યા. બધાંની આગતા સ્વાગતા માણી, જુના દિવસો યાદ કર્યા તેથી મામી મોજમાં હતાં. રવિવારની સવારે ભત્રીજા અને ભત્રીજા-વહુ મામીને Stamford station સુધી કારમાં મૂકવા આવ્યા. પાર્કીંગની તકલીફ … Continue reading મામીની train ride

મામીની જોય રાઈડ

આ વર્ષે મામી પાછા અમેરિકાથી ભારત જવા ઉપડ્યા. સીધા અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી દસેક દિવસ માટે રાજકોટ ગયા. ત્યાંથી પછી બસમાં ભાવનગર ઉપડ્યા. ભાવનગરમાં માંડ ઠરીઠામ થયા ત્યાં પાછાં લગ્ન પ્રસંગે અમદાવાદ જવાનુ થયું. ચારેક દિવસ લગ્ન માણી, મામી પાછાં બસમાં ભાવનગર જવા ઉપડ્યા. મામી ઉજાગરાથી ખૂબ થાકેલા. બસમાં જોલા ખાતાં ખાતાં બાજુમાં બેઠેલા બેન સાથે … Continue reading મામીની જોય રાઈડ

મામી ખો ભૂલ્યા

આ વર્ષે મામી અમદાવાદથી રાજકોટ અને પછી ભાવનગર જવાના હતાં. પૂરતાં પૈસા વટાવી લીધા હતાં, એટલે મામીએ જીવ જેવો વ્હાલો પાસપોર્ટ અને વગર જરૂરી વસ્તુઓ અમદાવાદ રહેવા દીધાં. ભાવનગરમાં થોડાં દિવસ થયા ત્યાં લંડનવાળી ભાણેજનો ફોન આવ્યો. મામીને સાથે જેસલમીર અને જોધપુર જવાનું આમંત્રણ આપ્યું. મામી તો ફરવાના ભારે શોખીન એટલે તેણે હા પાડી દીધી... … Continue reading મામી ખો ભૂલ્યા

મામીની ચીવટ

ત્રણ વર્ષ પહેલાં મામી અમેરિકાથી દીકરી સાથે ભારત ગયા. દીકરી સાથે ભાવનગર થઈ વડોદરામાં લગ્ન માણ્યા પછી હોટેલમાં બે દિવસ સાથે રહી, ત્યાથી બંને છૂટા પડાયા. ત્યાં સુધી તો દીકરી પાસપોર્ટ, પૈસા, ટીકિટ વગેરેનું ધ્યાન રાખતી હતી. દીકરી હજી બે ત્રણ દિવસ રોકાવાની હતી. મામી બે મહિના ભારતમાં વધારે રોકાવાના હતાં. મામીએ એક સૂટકેઈસમાં નજોઈતો … Continue reading મામીની ચીવટ

મામી મુંજાણાં

મામીની આ વર્ષની મુલાકાતમાં અમેરિકાથી અમદાવાદ આવ્યા. ત્યાંથી વોલ્વો  બસ લઈ રાજકોટ ઊપડ્યા. લીમડીમાં દસ મીનિટનો વિરામ હતો. મામીને ખાવુ - પીવુ તો ન્હોતું, પરંતુ બાથરૂમ જવુ હતું. બેસીને પગ ઝકડાઈ ગયા હતાં અને પગ પણ છૂટો થશે તેમ વિચારી ઉપડ્યા. બાથરૂમ ગયા તો પુરૂષ પાઈપ છોડી સફાઈ કરતો હતો. પહેલા તો નવાઈ લાગી કે … Continue reading મામી મુંજાણાં

મામી ગભરાણાં

મામી પહેલી વાર એકલા અમેરિકાથી ભારત જવા ઉપડ્યા દીકરી એરોડ્રોમ મૂકવા આવી હતી. તેણે મામીને સીક્યોરીટી સુધી પહોંચાડયા અને સૂચના આપી કે તારે A વીંગમાં જવાનું છે. ભલે કહી મામીએ તેની વિદાય લીધી. સીક્યોરીટીની વીધિ પતાવી મામી આગળ ઉપડ્યા. A wing તો દેખાયો,પણ તેમા જમણી બાજુ કે ડાબી બાજુ જવુ તેમ વિચારતા જમણી બાજુ વળી … Continue reading મામી ગભરાણાં

મામીની સાચવણી

બે વર્ષ પહેલા મામી ભારત ગયા. તેઓ બરાબર ભાણેજના ઘેર વડોદરામાં પહોંચી ગયા. ત્યાં તેની નાની બેન લંડનથી આવેલી. ભાણેજ સાથે બે અઠવાડિયા પછી રાજકોટ ગાડી કરીને જવું તેવું નક્કી કર્યું. તે બે અઠવાડિયા દરમિયાન મામી દસ દિવસ માટે આરોગ્ય ભવનમાં રહેવા ગયા. ત્યાં જરૂર કરતાં વધારે પૈસા ન લઈ જવા તેવો વિચાર કરીને મામીએ … Continue reading મામીની સાચવણી

મામી ખોવાણાં

મામી અમેરિકાથી અમદાવાદ આવ્યા. પહેલે દિવસે કુતરૂં ભસ્યું. પછી તો તે મામીને ઓળખી ગયું હતું. મામી રોજ શાકબજારમાં ઘરના કોઈ જતું હોય તેની સાથે ઉપડે. એ બહાને થોડી ચાલવાની પણ કસરત થઈ જાય. શાકવાળાના હાકોટા સાંભળે. તાજા શાકના ઢગલા જોઈને ખુશ થાય. સામેથી ગાય દેખાય તો ખસીને એક બાજુ ઉભી રહી જાય. ઉભા કંટાળે તો … Continue reading મામી ખોવાણાં