ફિલાડેલ્ફિયાના સમાચાર

કોકિલા રાવળ

અહિંયા ભારતિય ટેંપલમાં હમણા ગણેશ ઉત્સવ ઉજ્વાયો. વ્યવસ્થા ganeshબહુ સારી હતી. વોલંટિયરો (સ્વયમ-સેવકો) દિલથી કામ કરતા હતા. રોજ
જુદા જુદા પ્રોગ્રામ પણ થતાં હતા. ભારતના બધી જાતના લોકો ભાગ લેતાં હતા. સંગીત, નૃત્ય, ડાયરો, મારવાડી ઠુમરી, વાયોલીન અને બોલીવુડના ગીતો. અમે તો ગુજરાતી અને હિંદી પ્રોગ્રામમા હતા; મરાઠી અને બંગાળી ભાષામાં પણ હતા.

આ ઉપરાંત રવિવારના સવારે ગણપતિનો લગ્ન મહોત્સવ ઉજવાયો. રોજ સાંજે ત્યાંજ જમવાની વ્યવસ્થા હતી.

બીજા સમાચારમાં ફિલાડેલ્ફિયાનું નામ દુનિયામાં ઝળકી ગયુ. ઝવેરચંદ મેધાણીની કવિતાના શબ્દોમાં અહીં પોપ ફ્રાંસિસની પધરામણીએ જે વાતાવરણ સર્જયુ છે તેના પડઘા પાડે છે.

people-for-popeવિરાટ-દર્શન

બાજે ડમરુદિગંત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી,
દેશદેશેથી લોક, નરનારી થોકેથોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.

દેતાં ડગ એકતાલ, નિરભયતાની મશાલ
લઇને કંગાલ કેરી સેના આવે,
દેખો! રે કાલ કેરી સેના આવે…

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી ગિરિવરથી, સુંણી સાદ આવ્યાં
અમે નુતન શક્તિને ભાન, ગાતાં શ્રધ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

દસમેં પાને

સેંટરસીટીમાં મીટીંગ હોવાથી મીનળ બસ લઇને ગઇ. સ્ટેશને પહોંચ્યા પછી તેને થોડુ ચાલવાનું હતું. તે ચાલતી જતી હતી ત્યારે દરેક ગલીને નાકે કોઇ છાપું વેંચવાનુ પ્રયત્ન કરતું હતું. તે કોઇને કોઠુ આપ્યા વગર પોતાની મીટીંગની જગ્યાએ પહોંચી. ધડીયાળમાં જોયું તો તે હજી વહેલી પહોંચી હતી. સારો દિવસ હોવાથી તેણે બહારજ ઉભા રેવાનું પસંદ કર્યુ. ત્યાં પણ ખુણા ઉપર પાછી એક છાપાવાળી ઉભી હતી. મીનળે વિચાર કર્યો કે પાછા જતી વખતે સમય પસાર કરવાં કામ આવશે. છાપું ખરિદતા તે તેની સાથે વાતે વળગી.

osaછાપાનું નામ હતું ‘One Step Away‘. એક ડોલરનાં છાપામાંથી છોકરીને 75 સેન્ટ મળતાં હતાં. જેનાથી તેની જિવન દોરી ચાલતી હતી. અને છાપાની ખાસયત તો તે હતી કે છાપું કોઇ પરિસ્તિથિને કારણે ઘરથી બહાર ફેંકાઇ ગયેલા લોકોએ (homeless) છાપી હતી. છાપાંની અંદર જે છાપેલું હતું તેના લેખક, કવિ, ચિત્રકાર બધા homeless હતા. Non-profit વાળા છાપું છાપવામાં મદદ કરે છે.

છેલ્લે છોકરી કહે છે: દસમેં પાને મારુ લખેલું છે.

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ
જન્મ તારીખ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર
અવષાન ૯ ડિસેમ્બર અમદાવાદ ૧૯૭૭

દિનેશ દેસાઇનો આર્ટિકલ, મુંબઇ સમાચાર, ૪ જુલાઇ ૨૦૧૫

 bapu-pg1

 

bapu-pg2bapu-pg3

 

હમણા મહેન્દ્ર મેઘાણીએ દિધેલા પુસ્તકમાં એક બાપુની કણીકા મળી:

‘કુમાર’ માસિકના તંત્રી શ્રી રવિભાઇ (રાવળ)એ નિવેદન કર્યું  છે: “કોઇ અચોક્કસ મુદત સુધી ‘કુમાર’ મોકૂફ રહેશે.”

શા માટે? તંત્રી કહે છે— ઓગણીસ વર્ષની મહેનત પછી પણ ગ્રાહકસંખ્યા બે હજાર સુધી પહોંચી નહીં. કોઇની પાઇ ‘કુમાર’ માટે દાન તરીકે સ્વીકારી નથી. પણ છેવટે તંત્રીએ પોતાના યૌવન-જીવનનો નિચોડ આપી દીધો. આજે ખોખરી તબિયત આગેકદમ જવાની ના પાડી રહી છે.

પોતાનો પ્રહર પૂરો કરીને વિદાય લઇ જનારાઓ એમની એ વિદાય લેવાની હિંમતને ખાતર જ શાબાશીને પાત્ર બને છે. પોતાની ઉપયોગિતા પૂરી થયા પછી વ્યક્તિ કે સંસ્થા જૂની મૂડી ચાવતાં જીવે તો ઝાંખા પડે. ટાંગા ઢરડીને જીવવું, એ તો પામરતા છે. યુગદેવ પ્રત્યે સુજ્ઞોની તો એક જ પ્રાર્થના હોઇ શકે કે, અમને ઊજળા મોંની વિદાય લેવા દેજો, અમારા હાથને પહેલી ઝારી લાગે કે તુરત જ અમારા પર જવનિકા પાડજો.

‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણી: સ્મરણાંજલિ’, સંપાદક મહેંદ્ર મેઘાણી, લોકમિલાપ

શરૂઆત

ઘણા વખતથી હું ‘કેસુડાં’ને ફરી શરૂ કરવાનો વિચાર કરતી હતી. મારી દીકરી મીનળના કહેવાથી ‘કેસુડાં’ નામના બ્લોગથી શરૂઆત કરૂં છું. આ બ્લોગ અનિયમિત પણે પ્રગટ થતો રહેશે.

હું કિશોર સાથે કેસુડે રંગાણી. તેમણે મને સાહિત્યમાં રસ લેતા કરી. લખવાની પ્રેરણા પણ આપી.

બીજો જશ આદિલ મન્સૂરીને જાય છે. તેની સાથે મહિને એક વાર ‘સાઠદિન’ની પ્રવ્રુતિમાં અમે જોડાયા હતા. આદિલભાઇનો આગ્રહ એવો હતો કે અમારે કાંઇ પણ લખીને લાવવું. એટલે ત્યારે મેં હાયકુ તથા કવિતા લખવાનો પ્રયાસ કર્યો. અેમણે તો મને ફુલાવીને ફાળકે ચડાવી…

ત્રીજો જશ મધુરાયને જાય છે. તેના મમતા વાર્તામાસિકમાં ‘આ ચિત્ર ઉપરથી ૫૦૦ શબ્દોની એક વાર્તા મોકલો’નું આમંત્રણ જોયું. એક ચિત્ર ઉપરથી કેવી રીતે વાર્તા લખી શકાય? તેમ મને કિશોરે પૂછ્યું. મે એમને ચેલેંજ આપી કે હું લખી બતાવું. ધારી ધારીને જોયા પછી મારા મગજમાં એક વાર્તા ઉપસી આવી. મમતા માસિકમાં મેં મન્સુરના મથાળા હેઠળ વાર્તા મોકલી આપી. વાર્તા પ્રસિદ્ધ થવાથી મને તો ચાનક ચડી. ત્યાર પછી ચારેક અંકના ચિત્ર ઉપરથી વાર્તા લખી નાખી. જે હજી છપાયા વગર પડી છે. આમ મધુરાયે મને લખતી કરી તેમ કહી શકું.

બાકી તો કિશોરના અધુરા કામ પુરાં કરૂં છું. ગયા વર્ષે મેં ‘અમેં ભાનવગરના ભાગ બીજો’ બહાર પાડ્યો. બીજું તેમના ચિત્રોને મઠારવાવું અને મઢવાનું કામ શરૂ કર્યું છે. આ રીતે મારૂં જીવન તેમની યાદમાં પ્રવૃતિમય રહે છે.

કેસુડામાં તમારાં સહકારની આશા રાખું છું. તમે જે કાંઇ મોકલશો તે મને ઠીક લાગશે તે મારા કેસુડાં બ્લોગ ઉપર મૂકીશ.