કહેવતો

સોનુ જાણી સંઘર્યું -- નીકળ્યું કથીર. સોનું જોઈએ કસી ને માણસ જોઈએ વસી.  સોય પછવાડે દોરો. સોળે સાન વીસે વાન વળ્યાં તો વળ્યાં નહિ તો પથ્થર પહાણ. સૌ ગયાં સગેવગે, વહુ રહ્યાં ઊભે પગે. સૌનુ થશે તે વહુનું થશે. હક્કનું પચે; હરામનું ન પચે. હજાર કામ મૂકીને ના’વું ને સો કામ મૂકીને ખાવું. હમ બી … Continue reading કહેવતો

ભાવનાગર ગદ્યસભાનાં નવા કવિઓ

સહુની આણી ગગન, ધરા, પાણી, સહુની આણી નાખી, માણસે બસ નિજની જ કરી ઉજાણી. - દર્શન પાઠક ‘દર્શન’, ભાવનાગર ગદ્યસભા પુસ્તકોની પીડા "બંધ કબાટમાં પુસ્તકે આત્મ હત્યા કરીને ચિઠ્ઠીમાં લખ્યું મોબાઈલના ત્રાસ થી...” - જગન પંડ્યા, ભાવનાગર ગદ્યસભા ​

વિચારોની વસંત

સુખની ક્ષણો આપણને આશ્ચર્ય પમાડવા આવે છે. આપણે એને પકડી નથી રાખતા, એ આપણને છોડતી નથી. -- એશ્લી મોંન્ટેગ્યુ * હાથ પરનું કામ એવા તન્મય પ્રેમથી કરીએ કે જાણે રુદિયેથી ખેંચાયેલા દોરાથી કપડું વણતા નહોઈએ: એનું વસ્ત્ર જાણે પ્રિયતમને પહેરવાનું નહોય! -- ખલિલ જિબ્રાન * સાદગી એ કલાનો સહુથી અણમૂલ શણગાર છે. -- આલ્બ્રેશ્ટ ડ્યુર … Continue reading વિચારોની વસંત

વિચારોની વસંત

હૃદયની કુંજમાં એક હરિયાળું વૃક્ષ રાખજો:કદાચ કોઈ પંખીનું ગાન ત્યાં ગુંજશે.-- ચીની કહેવત જે દિવસે એક હાસ્ય ન વેરાયુંએ દિવસ ફોગટ ગયો સમજવો.-- સેબસ્ટીયન ચેમ્ફર્ યૂં હી સારી ઉમ્ર એક હી ગલતી કરતે રહે...ધૂલ થી ચેહરે પર ઔર આઇના સાફ કરતે રહે. વૃક્ષ વાવે છે એ પોતાની જાત ઉપરાંતબીજાંઓને પણ ચાહે છે.-- થોમસ ફુલ્લર સુંદર … Continue reading વિચારોની વસંત

ગાંધીજીના વિચારો

કોઈની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. જ્યાં પ્રજાનો અવાજ સંભળાય છે, પ્રજાના પ્રેમને પ્રાધાન્ય છે, ત્યાં 'ડેમોક્રસી' સંભળાય છે, એમ કહેવાય. સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષોનો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. ધર્મમાં અસ્પૃશ્યતાને માન્યતા મળી નથી, એ શેતાનની તરકીબ છે. શેતાન હંમેશા શાસ્ત્રનો હવાલો આપતો આવ્યો છે. પરંતુ … Continue reading ગાંધીજીના વિચારો

સુવાક્ય

લાગણીની ભાષા દિલ જીતી લે છે. અધિકારની ભાષાથી બીજાના દિલમાંથી સ્થાન ગુમાવી દેવું પડે છે. જ્ઞાતિ નહી, ચારિત્રથી વ્યક્તિ સમાજમાં ઊંચો ગણાય છે. જૂઠા માણસો મોટાભાગે વધુ જોરથી બોલતા હોય છે. હિંમત એ વિજય અને ભય એ જ પરાજય છે. કીડો કાપડને ખાય છે, આળસ ઉત્કર્ષને ખાય છે. અધૂરા જ્ઞાનનો અહંકાર વધુ ખરાબ છે. દંભ … Continue reading સુવાક્ય

સુવાક્યો

સુવાક્યો ૧. શરીર પાણીથી, મન સત્યથી,આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે. ૨. જો હ્રદયમાં કોઈના માટે જગા હશે તો ઘરમાં આપોઆપ થશે. ૩. સો વીંછીના ડંખ કરતા પણ એક કડવા વેણની ચોટ વધુ લાગતી હોય છે. ૪. જગતમાં પરિવર્તન ઇચ્છતા હો તો શરૂઆત જાતના પરિવર્તનથી કરો. ૫. આંખ જુએ તેને દ્દશ્ય કહેવાય, હ્રદય જુએ … Continue reading સુવાક્યો