શીત યુદ્ધ / સ્થાન

ઝાકળ જોડે લડે તડકો, સ્થાન પોતાનું લેવા. લેખક : ઉદય બી. શુકલ ( ‘કવિતા’ )ના સૌજન્યથી સંપાદક : કોકિલા રાવળ   તને વરસાદમાં ભીંજાતી જોઈ મારી ભીતર ઊગી ગયું લીલુંછમ્મ ઘાસ! લેખક : રમેશ પટેલ ( કવિતા )નાસૌજન્યથી સંપાદક : કોકિલા રાવળ  

હાઈકુ

  ઊડ્યું એક જ પંખી ને કંપી ઊઠ્યું આખુંય વૃક્ષ ~ ઊપડી ટ્રેન- ફરફરી ના શક્યો ભીનો રૂમાલ. ~ અંગ સંકોરી પોઢ્યું છે પતંગિયું પુષ્પ પલંગે. ~ કિચૂડકટ- બારણું ખૂલ્યું,ધસી આવ્યો તડકો. ~ છાબડીમાંનાં પારિજાત, વીણેલાં પરોઢ ગીતો. કવિયત્રી: પન્ના નાયક

સુખચતુષટમ્

આજની હાસ્યરસથી ભરપુર ૭ હાયકુ નટવરલાલ બૂચનીં "છેલવેલ્લુ"માં મળી સુખચતુષટમ્, નટવરલાલ બૂચ પહેલું સુખ તે પેટસફાઈ, બીજું સુખ નિત મળે મીઠાઈ; ત્રીજુ સુખ અજ્ઞાને ભર્યા , ચોથું સુખ નીંદરમાં મર્યા. “છેલવેલલુના સૌજન્યથી" લેખક: નટવરલાલ બૂચ વિરહાઈકુ સપ્તકમ્ ૧ પળ્યાં પિયર; સૂનું ઘર તમારી સ્મૃતિસભર. ૨ સ્વપ્નિલ નિદ્રા; તમરાંના ઝંકાર ઝબકી જાગું. ૩ પાચનાં ડંકા પડીપડી જગાડે; … Continue reading સુખચતુષટમ્

ઝબકી ગઇ

રાતનાં સમાચારમાં  કેલિફોર્નિયાના આગના સમાચાર જોઇ સુવા ગઇ. વ્હેલી સવારે તેનું સપનું આવ્યું. તેના ઉપરથી આ હાયકુ ઉપજ્યું. -કોકિલા રાવળ, ૮ ઓગસ્ટ ૨૦૧૫ ઝબકી ગઇ પ્રભાત સપનાનું દાવાનલનું. photo courtesy of http://www.californiaburning.org/capradio