ગુજરાતી કહેવતો

  લક્કડ કા લાડુ ખાવે વો ભી પસ્તાવે, નખાવે વો ભી પસ્તાવે. ભેંસ ભાગોળે, છાશ છાગોળે, ઘરમાં ધમાધમ. છાશમાં માખણ જાય ને બૈરી ફુવડ કહેવાય. વાંઢાને ઘેર વલોણું નહિને અપાસરે ઢોકળા નહિ. સુતારનું મન બાવળિયે. દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે. ધોબીનો કુતરો નહીં ઘરનો નહીં ઘાટનો. ગરજ સરી એટલે વૈદ વેરી. બ્રાહ્મણ ફેરા ફેરવી … Continue reading ગુજરાતી કહેવતો

હૂંફ

હાથ-મોં લૂછી દેવિકાએ પથારીમાં લંબાવ્યું. આખા દિવસના કામના થાકથી શરીર કળતું હતું. માથું ભારે-ભારે થઈ ગયું. કામની હાડમારી તો દરરોજ રહેતી; પણ આજે હદ થઈ ગઈ. છેક સાંજ પડ્યે નિરાંતનો શ્વાસ લેવા મળ્યો. ગઈ રાતના ઉજાગરાને લીધે સવારે મોડે સુધી સૂઈ રવેવાની ઈચ્છા હતી; પરંતુ સાત ન વાગ્યા કે બહાર ગામથી 'અતિથિ' આવીને ઊભા રહ્યાં. … Continue reading હૂંફ

મામીની નાદાનિયત

વર્ષો પહેલાની વાત છે. ત્યારે મામી મુંબઈનાં અંધેરી નામના પરામાં રહેતા હતાં. મુંબઈ શહેરમાં આવવુ જવું હોય તો બસ લઈને જતાં. ગલ્લીને નાકેથી જ બસ મળી જતી. મામીના મોટાબેનને બોમ્બે હોસ્પીટલમાં માંદગીને કારણે દાખલ કરવામાં આવ્યા હતાં. મામીને થયું ચાલને ખબર કાઢવા જાઉં. બપોરના ટાઈમે જમી કરીને નીકળ્યા. સાંજ સુધીમાં પાછા આવી જવાના હતાં. ત્યારે … Continue reading મામીની નાદાનિયત

વતનની ધૂળ

વતનની ધૂળના એકેક કણને સાચવજો ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો હવાને, બાગને, વહેતા ઝરણને સાચવજો ને હેમખેમ આ વાતાવરણને સાચવજો યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો બધું જ ખૂંપી રહ્યું છે ક્ષણે ક્ષણે ઊંડે તમારો પગ ન પડે ત્યાં, કળણને સાચવજો બધાં જ એક યુગલમાંથી જન્મ તો પામ્યાં કુટુંબમાં હવે … Continue reading વતનની ધૂળ

ગાંધીજીના વિચારો

સ્ૃષ્ટિ આપણી જરૂરિયો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન કરે છે અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે. સત્ય હકાર છે, અહિંસા નકાર છે. સત્ય વસ્તુનું સાક્ષી છે, અહિંસા વસ્તુ છતાં તેનો નિષેધ કરે છે. સત્ય … Continue reading ગાંધીજીના વિચારો

પુસ્તક પરિચય: જીવન પંથે પ્રયાણ

  ઋગવેદ અને ગાયત્રી બંને આદર્શવાદી મિત્રો હતાં. બંનેના સ્વભાવમાં સામ્યતા હોવાના કારણે તેમનો સંબંધ લગ્નમાં પરિણમે છે. સમાજને સુધારવાના તેઓને સ્વપ્ના હતા. ઋગવેદ શરૂઆતમાં રિમાન્ડ હોમમાં નોકરી મેળવે છે; રિમાન્ડ હોમમાં રહેતા છોકરાઓ કોઈ સારા, સંસ્કારી, કે સદગુણવાળા નહોતા પરંતુ સમાજથી તરછોડાયેલા, માબાપ વિહોણાં, ગુનેગાર માનસવાળા,ભણતરથી વિમુખ અને વ્યસની, એવા બાળકોનો ત્યાં વસવાટ હતો. … Continue reading પુસ્તક પરિચય: જીવન પંથે પ્રયાણ