લેડી વિથ અ ડૉટ

રાજીવ અને અલ્પા હંમેશની જેમ બે ગાડી લઈને શનિવારની પાર્ટીમાં ગયાં હતાં. રાજીવ જમીને વહેલો નીકળી જાય. અલ્પા છેલ્લે સુધી મદદ કરાવીને નીકળે. પાછા ફરતાં અલ્પાને યાદ આવ્યું કે ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે. રાતના સાડા અગિયાર થયેલા. એણે ચોવીસ કલાક ખુલ્લા રહેતા ‘શોપ રાઇટ’ સુપરમાર્કેટના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી. અલ્પાએ જોયું કે … Continue reading લેડી વિથ અ ડૉટ

કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ

કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા... પંચમ જ્યોર્જ ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની … Continue reading કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ

વાહનયોગ

૭૫૦ રૂપિયાની એટલાસ સાયકલ મારો પહેલો વાહન યોગ હતો. મારી કુંડળીમાં વાહનયોગ છે જ નહિ એવું જ્યોતિષીઓ કહેતા. પિતાશ્રી એમના મિત્રોમાં કોઈ જ્યોતિષ જાણતું હોય એમને કુંડળીઓ બતાવે રાખતા. હું નાનપણમાં બિનજરૂરી આવું માનતો પણ સમજ આવ્યા પછી હસવામાં કાઢી નાખતો. પિતાશ્રી કદી સાયકલ શીખવા જવા દેતા નહિ. એમને ડર હતો કે સાયકલ શીખી આ … Continue reading વાહનયોગ

કિશોરની યાદમાં — ડિપાર્ચર લાઉન્જ

May 11 2013 -- That's the day Kishor departed. Kishor was dedicated to his family -- his mother, his younger brothers, myself, our children and all of the Raval's and Desai's that make up our clan. He worked hard supporting us all, and loved having people around him. He especially relished discussing stories and movies, … Continue reading કિશોરની યાદમાં — ડિપાર્ચર લાઉન્જ

કિશોરની યાદમાં…

કિશોરના ગુજરી ગયાને પાંચ વર્ષ પુરા થયા. તેમની વાર્તાઓના સંગ્રહમાંથી એક હૃદય-સ્પર્શી વાર્તા. સંઘરેલું સુખ તમે પૂછશો કે સુખનાં તે કંઈ પડીકાં હોય! સાંભળો આ વાત. વીસ બાવીસ વર્ષની રેવતીને હજુ પણ ઝાડ જોતાં જ કછોટો વાળી ઉપર ચડી જવાનું મન થઈ જાય. અને એ ઉમ્મરે તેને ‘મંગલમૂર્તિ’ બાલમંદિરમાં ‘માસ્તરાણી’ની નોકરી મળી ગઈ. ભણવે એક્કો … Continue reading કિશોરની યાદમાં…

પવિત્ર સ્મૃતિ

રેતીમાં કોણીનો ટેકો લેતા જયંત બોલ્યો, "માયા મારી રજા તો આંખના પલકારામાં વીતિ જશે. કાલે મારે પાછા જવાનો સમય આવી ગયો છે. પછી પાછો કામની ચકીમાં જોતરાય જઈશ. તારી જાણ માટે કહું છું કે તારા પ્રેમને કારણે મારી રજાઓ આનંદમય વીતિ. તને યાદ છે કે તને જોતાવેંત હું તારો થઈ ગયો હતો." "પરંતુ આપણને મળ્યાને … Continue reading પવિત્ર સ્મૃતિ

અગ્નિદાહ

અગ્નિદાહ - લઘુકથા કાયમઅલી સારો કારીગર હતો વિજયભાઇના કારખાનામાં એ મિકેનિક તરીકે વફાદારી અને ખંતપૂર્વક કામ કરતો અને એટલે જ વિજયભાઈએ કારખાના પાછળ આવેલા વિશાળ કમ્પાઉંડના પાછલે છેડે ઝુંપડું બાંધી એને રહેવાની મંજુરી આપી હતી. અહીં કામ કરતાં કરતાં એ કારખાનામાં મજુરીએ આવતી રેવતીના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે સારું બનતું, એકબીજાને મદદરૂપ થવા બન્ને … Continue reading અગ્નિદાહ

છેલ્લાં દર્શન

છેલ્લાં દર્શન કોકિલા રાવળ, મમતા અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા હું મારાં વિચારોમાં ખોવાયેલી રોબર્ટ હેડનના ફ્યુનરલ માટે બેઠી છું. સારો દિવસ હોવાથી બધાને બેસવાની વ્યવસ્થા ટેન્ટ બાંધી બહાર જ રાખી હતી. મારાં ઓફિસના માણસો તથા રોબર્ટના સગા બેઠા છે અને વારાફરતી બધાં રોબર્ટ વિષે બોલે છે. થોડાં વર્ષોથી … Continue reading છેલ્લાં દર્શન

હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

હેપ્પી ઈન્ડીપેન્ડન્સ સપન જાગીને મને 'ગૂડમોર્નિંગ, જયશ્રી કૃષ્ણ ' કહે છે. કારણ કે એને હું રોજ કહું છું. વાર્તા હું રોજ સંભળાવું તો ભાંગી તૂટી વાર્તા એ ઘડી કાઢે છે અને મને સંભળાવે. એની સાયકલ પાછળ મને દોડવા ને મારી પાછળ એ સાયકલને દોડાવે. જમતી વખતે એના મોમાં હું કંઈક આપું તો પોતાની થાળીમાંથી મનેય … Continue reading હેપ્પી ઈન્ડીપેન્ડન્સ