હાટ પાથરશું

હાટ પાથરશું અને- દષ્ટિમાં મલકાટ પાથરશું અને- સ્પર્શમાં પમરાટ પાથરશું અને- આ અગાસી પર પ્રતિક્ષા છે ઊભી, આ નજરની વાટ પાથરશું અને- ચેતના નિતાંત ટહુકી ઊઠશે, પાંખમાં ચળકાટ પાથરશું અને- છે મિલનની એક એવી ઝંખના, ભીતરે તલસાટ પાથરશું અને- સગપણો સૌ મઘમઘી જાશે ‘કિશોર’, એક દિવસ હાટ પાથરશું અને- (‘ધબક’) ના સૌજન્યથી, પાનું નંબર ૬૫ … Continue reading હાટ પાથરશું

ગીત એક ગાયું ને વાયરે વાવ્યું…

અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે ઓલી લોઢાની બેડિયુંય તૂટે, અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે ઓલી સોનાની સાંકળી વછૂટે, અતૂટ એક કાચા સૂતરનો તાંતણો. હાં રે દુરબળિયાંને બળિયાં શું બાંધે, અટૂત એક કાચા સૂતરનો તાંતણો.     કવિ: જુગતરામ દવે સંપાદક: મહેન્દ્ર મેઘાણી ( ગીત એક ગાયું ને વાયરે વાવ્યું...  ) ના … Continue reading ગીત એક ગાયું ને વાયરે વાવ્યું…

Before The Rains Had Come / વર્ષા રૂતુના આગમન પહેલા

Meenal’s weekly bread delivery includes a short essay or poem selected by baker Michael of Michael’s Bread. This one by Kim Stafford held her attention. Before the Rains Had Come The design committee for making the world had stalled with the problem of drought. “We have the sea over here, the desert over there—how many … Continue reading Before The Rains Had Come / વર્ષા રૂતુના આગમન પહેલા

વાદળ અને મેદાન

તમે લોકો તો વાદળ જેવા છોહવાઓની સાથે આવ્યાંથોડીક વાર આકાશ પર છવાઈ રહ્યાંવરસ્યાંઅને ક્યાંક દૂર દૂર નીકળી ગયાં અમે મેદાનો જેવા છીએપોતાની જગ્યા ઉપર સ્થિરઅને અમને ખબર છે કેજનારા ફરી પાછા આવતા નથી. watercolor -- Kishor Raval 2008 લેખક : મીના કુમારી અને કંવલ કુંડલાકર

જૂઠડા સમ — રઠિયાળી રાત

રઠિયાળી રાત -- એક ઝવેરચંદ મેઘાણી એ સંપાદન કરેલુ પુસ્તક. તેમાંથી એક કવિતા -- જૂઠડા સમ. ઝવેરચંદ મેઘાણીની યાદમાં -- ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ - ૯ માર્ચ ૧૯૪૭. પતિના આચરણ પર સ્ત્રીને સંદેહ ઉપજી ચૂક્યો છે. બેવફા સ્વામી જૂઠા સોગંદ ખાઈ ‘તમે મને વ્હાલાની પ્રતીતિ કરાવવા મથે છે. એ કૂપંથે વળેલાને ચતુર ગૃહિણી નિર્મળ ગૃહજીવનની સાચી રસિક્તાની વ્હાલ આપીને … Continue reading જૂઠડા સમ — રઠિયાળી રાત

આ ઊંમર તો આવી પહોંચયા…

આ ઊંમર તો આવી પહોંચયા કેટલાક કામો કરવાં બાકી છે આ કેશ થયા સૌ ચાંદીનાં મનને સોનાનું કરવું બાકી છે. જરા મહેકી લઉં હું પૃથ્વીથી થોડા તારા ગણવાં બાકી છે, આ વૃક્ષોને પાણી દઈ દઉં, પેલા પંખીને ચણ બાકી છે. ગીતો મસ્તીનાં ખૂબ ગાયાં થોડી પ્રાર્થનાઓ હાજી બાકી છે, મારાં સૌને મેં ખૂબ ચાહ્યા, જગને … Continue reading આ ઊંમર તો આવી પહોંચયા…

આપણું શિખર આરોહણ — The Hill We Climb

લોસ એન્જેલસ કેલિફોર્નિયાની ૨૨ વર્ષીય આફ્રિકન અમેરિકન યુવતી એમન્ડા ગોર્મનએ વોશિંગ્ટન ડીસી ખાતે જાન્યુઆરી ૨૦, ૨૦૨૧ના રોજ અમેરિકાના પ્રમુખ જો બાઈડનની શપથવિધિ બાદ રજુ કરેલ કાવ્ય. Guardianનોં વિડિયો જુઑ, Wikipediaમાં તેનું લખાણ વાંચો, અને નિચે કૌશિક અમીને લખેલી લીટીએ-લીટીનો અનુવાદ વાંચો. આપણું શિખર આરોહણ The Hill We Climb દિવસ ઉગતાં જ આપણે આપણી જાતને પૂછીએ છીએ, … Continue reading આપણું શિખર આરોહણ — The Hill We Climb

માનવાક્રુતિ

મુંગા શહેરની બર્ફીલી માનવાક્રુતિને જીવન-લોઢ પર અત્યાચાર બુંદનો કાટ કોઈના આશ-મિનારનાં ડગમગતા ખંડેર પર આ મારું આ તારુંની આતશબાજીની વણજાર સસલાએ કર્યો હતો પડકાર જંગરાજને સર્જનહારના શરણે તોય સૌની છે લાજ આશુકોની મુંગી મહોબત ના મંદ ધબકારે લાગણીના ફુલની લાશને કુચલતો માનવ છે આજ! રેખા શુક્લ (શિકાગો)  

પાન ખરોમાં પાન ખરેને

પાન ખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારેબાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે સામેની ફૂટપાથ ઉપર સૂતાં … Continue reading પાન ખરોમાં પાન ખરેને