પાણી ગાંડુતૂર ચોતરફ

પાણી ગાંડુતૂર ચો તરફ, ઘૂઘવે ઘોડાપૂર ચોતરફ. પાદરમાં છબછબિયાં કરતી, એ જ નદી થઈ ક્રૂર ચોતરફ. માણસ, વૃક્ષો તરણાં જેવાં, ઘર ઊભાં મજબૂર ચોતરફ. આભ સમાણાં ખાય લથડિયાં, ચોમાસું ચકચૂર ચોતરફ. કશું ન સૂઝે, સઘળું બૂઝે, નજર પડે જ્યાં દૂર ચોતરફ. સપનું સાચું પડ્યું નદીનું, દરિયા જેવું શૂર ચોતરફ. ગઝલકાર: હર્ષ બ્રહ્મ ભટ્ટ ( ખુદને … Continue reading પાણી ગાંડુતૂર ચોતરફ