Navratri Garba / નવરાત્રી ગરબા

પ્રખ્યાત ગરબાઓ રેખા શુક્લા તરફથી ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સોનીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારા માની નથણીયું લાવે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સુથારી આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માનો બાજોઠીયો લાવે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં દોશીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માની ચુંદડીયો લાવે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે  અંબા અભય પદ દાયિની રે અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે , હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય… સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય… સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય… એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય… કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય… મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય… વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય… પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય… આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય… હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય… મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય… અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય… સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય… વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય… … Continue reading Navratri Garba / નવરાત્રી ગરબા