નોર્વેમાં રહેતી પાકિસ્તાની કુટુંબની આ વાર્તા ઈન્ડિયાના કુટુંબને પણ લાગુ પડે તેવી છે. એક મા-બાપને ત્રણ બાળકો હતા. દીકરો માબાપના કહ્યામાં હતો. મોટી દીકરી બાપને બહુ વ્હાલી હતી. સૌથી નાની દીકરી તો હજી આઠેક વર્ષની હતી. મોટી દીકરી યુવાન થઈ ત્યાં સુધી બધુ બરાબર ચાલતુ હતું.
મોટી દીકરી સ્કુલમાં નોર્વેના છોકરા સાથે પ્રેમમા પડી. તેઓ બહાર બીજા મિત્રો સાથે તો મળતા રહેતા હતાં. એકવાર છોકરીએ છોકરાને ઘેર બોલાવ્યો. છોકરો બીજા માળની બારીએથી અંદર આવ્યો. થોડીવાર તો બંને જણાં આડીઅવળી વાતો કરતા હતા. પછી એકબીજાને સ્પર્શ કરવા લાગ્યા.
બાપને રોજ સૂતા પહેલા બાળકોને જોઈસરખુ ઓઢાડવાની ટેવ હતી. આ લોકો સ્પર્શ કરતા હતા તે સમયે બાપ છોકરીના ઓરડામા આવ્યાે, છોકરા ઉપર ગુસ્સે થયો અને તેને માર્યો. છોકરીને પણ ધમકાવીને મારી. છોકરીએ ઘણી આજીજી કરી કે અમે કાંઈ કર્યું નથી. બાપે છોકરાને કાઢી મૂક્યો. બીજે દીવસે છોકરીએ બોયફ્રેન્ડ સાથે સંબધ તોડી નાખ્યો.
મા-બાપ તેને ઘરમાં પૂરી રાખી. સ્કુલમા જવાંનુ બંધ થયું. તેની બધી બેનપણીઓ નીચેથી બૂમ મારે પરંતુ છોકરી જવાબ આપતા ડરે. પડદા પણ પાડેલા રહેતાં. છોકરીની સ્કુલ પણ બદલી નાખી.
યુરોપ અને અમેરિકામાં બધે ચાઈલ્ડ એબ્યઝના કાયદા હોય છે. છોકરીએ ગુસ્સામાં કમપ્યુટરમાં ઓન લાઈન જઈ બધી હકીકતની ફરિયાદ નોંધાવી. તેઓ આવે તે પહેલા બાપે છોકરીને ધમકાવી હતી એટલે છોકરી ફરી ગઈ અને બાપ ઉપરના ગુસ્સાને કારણે વાત ઉપજાવી ખોટી લખી હતી તેમ તેણે જણાવ્યું.
બીજે દિવસથી બાપે છોકરીને તેડવા મૂકવા જવાનુ શરૂ કર્યું. એકવાર સ્કુલમાંથી સીધ્ધી એરપોર્ટ લઈ જઈ પ્લેનમાં પાકિસ્તાન કોઈ સગાને ત્યાં મૂકી આવ્યો. તેઓને ખર્ચાના પૈસા પણ આપ્યા અને સીફારસ કરી કે આને પાકિસ્તાનના સંસ્કાર આપો.
છોકરી ધીરે ધીરે ત્યાં ગોઠવાઈ ગ. રસોઈ કરતા, નમાજ પઢતા વગેરે શીખી ગઈ. બેત્રણ વખત ભાગવાના પણ પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી નહીં. સગાના દીકરાંએ તેની તરફ કુણી લાગણી બતાવી તેનુ મન જીતી લીધુ. બંને નજીક આવતા ગયા અને પ્રેમમાં પડયા.
એક વખત તેઓ બહાર શેરીના ખૂણામાં ઉભા ઉભા કીસ કરતા હતા ત્યારે ત્રણેક પોલીસ આવીને તેને ડંડાથી માર્યા, તેના ફોટા પાડ્યા અને છોકરી પાસે પરાણે કપડા કઢાવ્યા. સવારે તેને ઘેર જઈ છોકરાના બાપ પાસે પૈસા માગ્યા અને ધમકાવી કહ્યુ કે પૈસા નહી આપો તો છાપામાં છપાવશુ અને તમારી આબરૂ કાઢશુ. પૈસા આપવા પડ્યા.
બીજા દિવસે નોર્વેમાં છાેકરીના બાપને જણાવ્યુ અને છોકરીને પાછી લઈ જવા જણાવ્યુ. બાપને આવવુ પડયું. તેણે છોકરાને પૂછ્યુ કે તું મારી છોકરીને પરણીશ? છોકરો મુંગો રહ્યો. છોકરીએ કહ્યુ કે અમે કિસ કર્યા સિવાય કાંઈ કર્યુ નથી. પણ તેની વાત કોઈ માનતુ નથી. બાપે તેને પાછી લઈ જવા ટેક્ષી બોલાવી. એરોડ્રોમ જતા ટેક્ષીને અધવચે ઉભી રાખી, છોકરી સાથે ઉતર્યો અને છોકરીને એક ખડક સુધી લઈ જઈ તેને ભૂસ્કો મારવા કહ્યું. છોકરી ઘણી કરગરી એટલે બાપ પીગળી તેને ઘેર લઈ ગયો. પછી બીજો મુરતિયો સ્કાઈપથી બતાવ્યો જે ડોક્ટર થવા માટે ભણી રહ્યો હતો. છોકરાને છોકરી ગમી ગઈ. છોકરાએ શરત કરી કે છોકરી ભલે આગળ ભણે પરંતુ તેને ઘરરખુ પત્ની તરીકે જ રહેવુ પડશે. છોકરી બધાની સામે કબુલ થઈ.
છેલ્લે છોકરીએ બીજા માળ દ્વારા બારીએથી ભૂસ્કો માર્યો અને ઘર છોડી ચાલવા લાગી. આગળ તેનુ શું થયુ તે આપણી કલ્પના ઉપર છોડવામાં આવ્યું…
(પાકિસ્તાન કુટુંબની કથની. જોવા જેવી નોર્વેની ફીલ્મ: What Will People Say)
અવલોકન: કોકિલા રાવળ